ભારત-પાકિસ્તાનના 12 વર્ષથી ખરાબ સંબધો ,મેચ ના રમાવાને કારણે PCB ને 690 કરોડનું નુકસાન…

ભારત સામેની શ્રેણી ન હોવાને કારણે પીસીબીને 690 કરોડ રૂપિયાથી વધુ નું નુકસાન થયું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ સંબંધો વર્ષ 2008 થી બંધ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે આઈસીસી ટૂર્નામેન્ટમાં માત્ર પાકિસ્તાન સામે જ રમ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીસીબીનો અગાઉનો પાંચ વર્ષનો મીડિયા ડીલ આ મહિનામાં સમાપ્ત થયો હતો. તેમાં ભારત સામેની બે ઘરેલુ શ્રેણીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રૂ. 1145 કરોડના કરાર પર હસ્તાક્ષર કરનાર બ્રોડકાસ્ટરે ફક્ત એક જ શરત રાખી હતી કે આ શ્રેણી ભારત સામે કરવામાં આવશે.

Loading...

કમનસીબે કરાર હેઠળ પાકિસ્તાન ભારત સામે બે ઘરેલુ શ્રેણી રમી શક્યું નથી. ટેન સ્પોર્ટ્સ અને પીટીવીએ કરાર હેઠળ કુલ રકમમાંથી 90 મિલીયન ડોલરની રકમ કાપી લીધી.

પીસીબી યુએઈના સહયોગથી આઇસીસી ઇવેન્ટ્સનું આયોજન કરવા માગે છે. અધ્યક્ષ એહસાન મણિએ કહ્યું કે બોર્ડ 2023 થી 2031 વચ્ચે યોજાનારી 6 આઈસીસી ઇવેન્ટ્સમાંથી 5 માટેની દાવેદારી રજૂ કરશે. તેણે આશા વ્યક્ત કરી કે તેમાં એક કે બે યજમાનો મળી શકે. તેમણે કહ્યું, ‘મેં પહેલાથી જ અમીરાત બોર્ડ સાથે વાત શરૂ કરી છે. જેથી હોસ્ટિંગની સંભાવના વધી જાય. ‘

મેચની વાત કરીએ તો બંને ટીમોએ ગયા વર્ષે જ વન ડે વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો. આ મેચમાં ભારતીય ટીમે દર વખતેની જેમ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયાએ મેચ 89 રને જીતી લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *