Cricket

ભારત એ સર્જ્યો ઇતિહાસ, ડે નાઇટ ટેસ્ટમાં બાંગ્લાદેશને આપી કારમી હાર…

ભારતે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે પોતાની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટમાં બાંગ્લાદેશને એક ઇનિંગ્સ અને 46 રને હરાવ્યું હતું. ભારત એક ઇનિંગ્સના માર્જિનથી સતત ચાર મેચ જીતનાર પ્રથમ દેશ બન્યું છે. ટીમ ઇન્ડિયાએ તે સાથે જ સતત સાતમી ટેસ્ટ જીતી છે. ભારતે સીરિઝ 2-0થી પોતાના નામે કરી છે. પ્રથમ દાવમાં 241 રનની લીડ મેળવ્યા પછી ભારતે બાંગ્લાદેશને બીજા દાવમાં 195 રનમાં ઓલઆઉટ કર્યું હતું. યજમાન ટીમ માટે બીજા દાવમાં ઉમેશ યાદવે પાંચઅને ઇશાંત શર્માચાર વિકેટ લીધી હતી.

Loading...

આ પહેલા ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકાને રાંચી ખાતે એક ઇનિંગ્સ અને 202 રને અને પુણે ખાતે એક ઇનિંગ્સ અને 137 રને હરાવ્યું હતું. તે પછી બાંગ્લાદેશને ઇન્દોરમાં એક ઇનિંગ્સ અને 130 રન હરાવ્યું હતું. આ મેચ જીતીને ભારતે સતત ચોથી ટેસ્ટ એક ઇનિંગ્સના માર્જિનથી જીતી છે. અગાઉ 1992 અને 1993માં ટીમે સતત ત્રણ મેચ એક ઇનિંગ્સના માર્જિનથી જીતી હતી.કોહલીની કપ્તાનીમાં ટીમે રેકોર્ડ 11મી વાર એક ઇનિંગ્સના માર્જિનથી મેચ જીતી છે. અગાઉ મહેન્દ્રસિંહ ધોની હેઠળ 9 વાર આ રીતે મેચ જીતી હતી.

મહમ્મદુલ્લાહ 39 રને હેમસ્ટ્રીંગ ખેંચાતા રિટાયર્ડ હર્ટ થયો હતો. ત્યારબાદ તે ફરી બેટિંગ કરવા આવ્યો ન હતો. બાંગ્લાદેશ માટે મુશફિકર રહીમે સર્વાધિક 74 રન કર્યા હતા.મહેદી હસન 15 રને ઇશાંતની બોલિંગમાં ફર્સ્ટ સ્લીપમાં કોહલીના હાથે કેચ આઉટ થયો હતો. ઓપનર એસ ઇસ્લામ શૂન્ય રને ઇશાંતની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો. તેના પછી મોમિનુલ હક શૂન્ય રને ઇશાંતની બોલિંગમાં કીપર સાહાના હાથે કેચ આઉટ થયો હતો. મોહમ્મદ મિથુન ઉમેશ યાદવની બોલિંગમાં મિડવિકેટ પર શમીના હાથે કેચ આઉટ થયો હતો.

ભારત બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાં કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે મજબૂત સ્થિતિમાં છે. મહેમાન ટીમને 106 રનમાં ઓલઆઉટ કર્યા પછી ભારતે 9 વિકેટે 347 દાવ ડિક્લેર કર્યો હતો. ભારત માટે વિરાટ કોહલીએ 136 રનની કપ્તાની ઇનિંગ્સ રમીને આઉટ થયો હતો. તેણે પોતાના ટેસ્ટ કરિયરની 27મી અને ભારત માટે પિન્ક-બોલ ટેસ્ટમાં પ્રથમ સદી ફટકારી. તૈજુલ ઇસ્લામે હુસેનની બોલિંગમાં ફાઈન-લેગ પર કોહલીનો જોરદાર કેચ કર્યો હતો.

કોહલીએ કેપ્ટન તરીકે બધા ફોર્મેટની કુલ 188 ઇનિંગ્સમાં 41મી સદી મારી છે. કપ્તાન તરીકે સૌથી વધુ સદીના મામલે તેણે રિકી પોન્ટિંગની બરોબરી કરી છે. પોન્ટિંગે 41 સદી માટે કોહલી કરતા ડબલ એટલે કે 376 ઇનિંગ્સ લીધી હતી. દક્ષિણ આફ્રિકાનો પૂર્વ કપ્તાન 33 સદી સાથે આ સૂચિમાં ત્રીજા સ્થાને આવે છે.વિરાટ કોહલી ભારતના પાંચેય મેજર ટેસ્ટ સેન્ટર એટલે કે મુંબઈ, કોલકાતા, ચેન્નાઇ, બેંગ્લુરુ અને દિલ્હીમાં સદી ફટકારનાર ચોથો ખેલાડી બન્યો છે. તેની પહેલા ગુંડપ્પા વિશ્વનાથ, સુનિલ ગાવસ્કર અને સચિન તેંડુલકર આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *