Cricket

રોમાંચક મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 7 રને હરાવ્યું,2-1થી શ્રેણીમાં જીત મેળવી,જુઓ

ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ અને ટી 20 શ્રેણી બાદ ટીમ ઈન્ડિયાએ વનડેમાં પણ કમાલ કર્યો છે. પુણેમાં રમાયેલી શ્રેણીની ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ ઇંગ્લેન્ડને 7 રને પરાજય આપ્યો છે. આ જીતની સાથે કોહલીની આગેવાનીવાળી ટીમ ઈન્ડિયાએ શ્રેણી 2-1થી કબજે કરી લીધી છે. ઇંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.

Loading...

ટીમ ઈન્ડિયા 48.2 ઓવરમાં 329 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ઇંગ્લેન્ડ 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 322 રન જ બનાવી શક્યું હતું. ટીમ ઈન્ડિયાએ ઘરઆંગણે ઇંગ્લેન્ડને સતત છઠ્ઠી વનડે શ્રેણીમાં પરાજિત કર્યું છે. ટીમ ઈન્ડિયાએ તેની પ્રથમ ટેસ્ટ સિરીઝ 3-1થી જ્યારે ટી 20 સિરીઝ 3-2થી જીતી હતી.

330 રનના લક્ષ્યાંકનો પીછો કરવા માટે ઉતરેલ ઇંગ્લેન્ડની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઝડપી બોલર ભુવનેશ્વર એ ઇનિંગની પહેલી ઓવરના અંતિમ બોલ પર જેસન રોય (14) ને આઉટ કર્યો. આ પછી, ભુવનેશ્વરે જોની બેરસ્ટો (1) ને આઉટ કરીને ટીમને મોટી સફળતા હાંસલ કરી. 28 રનમાં બે વિકેટ બાદ બેન સ્ટોક્સે (35) કેટલાક સારા શોટ માર્યા હતા. તેને એક જીવનદાન પણ મળ્યું હતું. પરંતુ તે તેનો લાભ લઈ શક્યો નહીં.

સ્ટોક્સ ડાબોડી ઝડપી બોલર ટી નટરાજન દ્વારા આઉટ થયો હતો. ડેવિડ મલાન (50) અને લીમ લિવિંગસ્ટોન (36) એ પાંચમી વિકેટ માટે 60 રન જોડ્યા. મધ્ય ઓવરમાં શાર્દુલ ઠાકુરે ટીમ ઈન્ડિયાને ત્રણ વિકેટ ઝડપી હતી. 200 રનમાં 7 વિકેટ પડ્યા પછી, સેમ ક્યુરેન (95 *) અને આદિલ રાશિદે (19) 57 રનની ભાગીદારી કરીને પાછા ફરવાનો પ્રયાસ કર્યો.

સેમ ક્યુરેન ટીમને જીતની ઉમરે પહોંચાડ્યો હતો. પરંતુ તેને નજીકની મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઇન્ડિયા આ મેચમાં 4 કેચ ગુમાવી ચૂકી છે. 49 મી ઓવરમાં શાર્દુલ અને નજરાઝને કેચ છોડી દીધી હતી. ઇંગ્લેન્ડે જીતવા માટે અંતિમ ઓવરમાં 14 રન બનાવ્યા હતા, પરંતુ અંગ્રેજી ટીમ 6 રન જ બનાવી શકી હતી. ટીમે 50 ઓવર પછી 9 વિકેટે 322 રન બનાવ્યા હતા. ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. ભુવનેશ્વર કુમારે પણ 3 વિકેટ ઝડપી હતી.

જુઓ વીડિયો:-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *