ભારતના ત્રણ સ્ટાર ખેલાડીઓ ટીમમાં પરત ફર્યા,બીજી વનડે માટે મેદાનમાં પરસેવો પાડ્યો,જુઓ વીડિયો
ભારતીય વાઇસ કેપ્ટન કેએલ રાહુલ, જેમણે ટીમમાં જોડાયા પછી પોતાનું આઇસોલેશન પૂર્ણ કર્યું અને ઓપનર મયંક અગ્રવાલે સોમવારે નેટ સેશન દરમિયાન વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ODI પહેલા પ્રેક્ટિસ કરી. ટીમ ઈન્ડિયાના સભ્યો માટે આ એક વૈકલ્પિક પ્રેક્ટિસ સેશન હતું કારણ કે ટીમે એક દિવસ પહેલા જ મેચ રમી હતી. ભારતીય ટીમમાં કોવિડ-19 પોઝિટિવના કેટલાક કેસ નોંધાયા બાદ અગ્રવાલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
29 વર્ષીય ઝડપી બોલર નવદીપ સૈની, જેણે સ્થાનિક ક્રિકેટમાં દિલ્હીનું પ્રતિનિધિત્વ કર્યું હતું, તે પણ પ્રેક્ટિસ સેશનનો ભાગ હતો. BCCIએ ક્રિકેટરોની તસવીરો સાથે ટ્વીટ કર્યું, જુઓ અહીં કોણ છે. ત્રણેય ટીમમાં જોડાયા હતા અને આજે પ્રેક્ટિસ સેશનમાં ઘણો પરસેવો પાડ્યો હતો.
ભારતે રવિવારે સીમિત ઓવરોના નવા કેપ્ટન રોહિત શર્માની આગેવાનીમાં પ્રથમ વનડેમાં છ વિકેટે જીત નોંધાવી હતી. ત્રણ મેચોની આ શ્રેણીની બીજી મેચમાં અગ્રવાલ રોહિત સાથે ઇનિંગ્સની શરૂઆત કરે તેવી શક્યતા છે.સિરીઝની પ્રથમ મેચમાં રોહિતે ઈશાન કિશન સાથે ઈનિંગની શરૂઆત કરી હતી.
Preparations 🔛#TeamIndia gearing up for the 2nd @Paytm #INDvWI ODI 💪 pic.twitter.com/p3Y2uTS5fA
— BCCI (@BCCI) February 8, 2022