Cricket viral video

જાડેજાએ પકડ્યો એટલો જોરદાર કેચ,પછી જે બન્યું તે જોઇને બેટ્સમેન પણ દંગ રહી ગયો..

આઈપીએલની 13 મી સીઝનની 21 મી મેચમાં (CSKvsKKR) રવિન્દ્ર જાડેજાએ આશ્ચર્યજનક ફિલ્ડિંગ કરીને સુનીલ નરેન ને આઉટ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. હકીકતમાં,સુનિલ નરેન એ સ્પિનર ​​કર્ણ શર્મા ની બોલ પર લોન્ગઓન પર એક શાનદાર શૉટ રમ્યો હતો, બોલ બાઉન્ડ્રી લાઇનની નજીક જતો હતો, ત્યારે રવિન્દ્ર જાડેજા એ હવામાં ડ્રાઈવ લીધી અને શાનદાર કેચ પકડ્યો. કેચ લેવા માટે, જાડેજા જમીન પર પડ્યો અને બાઉન્ડ્રી લાઇન તરફ સરકવા લાગ્યો, જેમાં તેણે ઝડપથી બોલ તેના હાથમાંથી ઘા કરીને ફિલ્ડર ફાફ ડુ પ્લેસિસને કેચ આપ્યો. જાડેજાએ ફેંકેલા બોલને ડુપ્લેસીએ સરળતાથી પકડ્યો. આ રીતે સુનિલ નરેન જાડેજાની શાનદાર ફીલ્ડિંગનો શિકાર બન્યો.

Loading...

જાડેજાનો આ કેચ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જોકે ફાફ ડુ પ્લેસીનું નામ નરેનના આઉટ થતાં કેચ તરીકે કરવામાં આવશે, પરંતુ જાડેજાના પ્રયાસને કારણે આ બેટ્સમેન આઉટ થયો હતો. જ્યારે જાડેજાના પ્રયાસથી ધોની સ્તબ્ધ થઈ ગયો હતો, ત્યારે બેટ્સમેન નરેન પણ થોડા સમય માટે સુપરમેન રવિન્દ્ર જાડેજાના પ્રયાસને જોઈ સ્તબ્ધ થઈ ગયો હતો.

આઈપીએલ 2020 માં અત્યાર સુધી આવા ઘણા કેચ આવી ચૂક્યા છે, જેનાથી માત્ર ચાહકો જ નહીં ક્રિકેટ નિષ્ણાંતો પણ આશ્ચર્યચકિત થયા છે. આ સિઝનમાં કિંગ્સ ઇલેવન પંજાબના ફીલ્ડરનો નિકોલસ પૂરણ ના કેચ ના પ્રયાસ નો વીડિયો યાદગાર માનવામાં આવી રહ્યો છે.

રવિન્દ્ર જાડેજા આઈપીએલમાં અત્યાર સુધીમાં 65 કેચ લઈ ચુક્યો છે, જાડેજાની ગણતરી એવા ખેલાડીઓમાં થાય છે જે મેદાન પર મહાન ફિલ્ડિંગમાં નિષ્ણાત છે. KkR સામેની મેચ દરમિયાન તેનું તાજુ ઉદાહરણ જોવા મળે છે. જણાવી દઈએ કે આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધુ કેચ લેવાનો રેકોર્ડ સુરેશ રૈનાના નામે છે. રૈના આઈપીએલમાં અત્યાર સુધીમાં કુલ 102 કેચ લઈ ચુક્યો છે. આઈપીએલમાં રૈના એકમાત્ર ખેલાડી છે જેણે 100 કેચ લીધા છે. વિકેટકીપર તરીકે, ધોની અને દિનેશ કાર્તિકે આઈપીએલમાં 100 થી વધુ કેચ લીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *