ગુજરાત

મોરારીબાપુ પર હુમલા ના વિરોધમાં જાફરાબાદ તાલુકા ભાજપ ના મહામંત્રીએ આપ્યું રાજીનામુ…

કથાકાર મોરારિ બાપુએ ભગવાન કૃષ્ણ અંગે વિવાદસ્પદ નિવેદન કર્યું હતું. આથી આહીર સમાજ સહિત લોકો મોરારિબાપુ સામે રોષે ભરાયા છે. આહીર સમાજની માંગ હતી કે મોરારિબાપુ દ્વારકામાં આવીને ભગવાન કૃષ્ણની માફી માંગે. આથી મોરારિબાપુ આજે દ્વારકાધીશના ચરણોમાં શિશ ઝુકાવવા પહોંચ્યા હતા. પરંતુ દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબૂભા માણેક દ્વારા તેમના પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જો કે, મોરારિબાપુ પર હુમલો થાય તે પૂર્વે જામનગરના સાંસદ પૂનમ માડમદ્વારા મોરારિબાપુને બચાવી લેવાયા હતા. હવે આ ઘટના ના અનેક જગ્યાઓ એ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

Loading...

આજે જામનગરમાં મોરારીબાપુ પર હુમલાના પ્રયાસની ઘટનાના મામલે જામનગર સાધુ સમાજ દ્વારા પબુભા વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું. સાધુ સમાજના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું અને જામનગર સાધુ સમાજ દ્વારા પબુભા વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. જો પબુભા માફી નહી માંગે તો સાધુ સમાજ દ્વારા જલદ આંદોલન કરાશે.ભાવનગરમાં આ ઘટનાની વિરોધમાં ભાવનગર વૈષ્ણવ સાધુ સમાજ, પટેલ સમાજ દ્વારા આવેદન આપવામાં આવશે. રામમાનસ સંસ્થા સહિત અનેક સંસ્થાઓ કલેક્ટરને આવેદન આપશે.આજે સાંજે 5 કલાકે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપશે.

તો અમરેલીમાં પણ કથાકાર મોરારીબાપુ ઉપર પબુભા દ્વારા દ્વારકામા હુમલા કરવાનો પ્રયાસના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. જાફરાબાદ તાલુકા ભાજપ મહામંત્રી તુષાર ત્રિવેદીએ હોદ્દા પરથી રાજીનામુ આપ્યું છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા મામલે જાફરાબાદ મામલતદારને આવેદનપત્ર અપાયું છે. ‘સાધુનુ અપમાન હું સહન નહિ કરી શકુ. હોદ્દા પરથી રાજીનામુ આપું છું. હવે હુ આ બોજ ઉપાડી શકીશ નહિ….’ તેમ કહી જિલ્લા ભાજપ પ્રમુખને રાજીનામુ આપ્યું છે. પબુભાના ભાજપના સંસ્કાર નથી તેથી તાકીદે પગલા લેવા જોઈએ. કથાકાર મોરારીબાપુની ગઈ કાલની ઘટનાને લઈને સમગ્ર રાજુલા, જાફરાબાદ મહુવા વિસ્તારના લોકો ચિંતિત છે તેવું તેઓએ જણાવ્યું.

ગઈકાલે મોરારીબાપુની ઘટનાને લઈને અમરેલી જિલ્લામાં પણ પડઘા છે. સાવરકુંડલા વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવાયું છે. તેઓએ કહ્યું કે, મોરારીબાપુએ વ્યાસપીઠ પરથી ક્ષમા માંગેલી. સાધુ સંતો પર આવા હુમલાઓ થશે તો કોઈ ધર્મ પ્રચારમાં આગળ આવશે નહિ. પબુભા માણેક સામે કાયદેસર કાર્યવાહી કરવા સાધુ સમાજે માંગ કરી છે. માનવ મંદિરના ભક્તિબાપુ, સાધુ સમાજ પ્રમુખ નાગરભાઈ તેમજ 1008 મહા મંડલેશ્વર ગોવિદરામબાપુ, અનુબાપુ સહિતના સંતોએ નાયબ કલેકટરને આવેદન આપ્યું છે.

તો હવે મોરારી બાપુએ આ બાબતે નિવેદન આપ્યું છે.દ્વારકામાં ગુરૂવારે કથાકાર મોરારિબાપુ પર પૂર્વ ધારાસભ્ય પબૂભા માણેક દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને લઇને સૌરાષ્ટ્રના અનેક લોકોની લાગણી દુભાઇ છે. ત્યારે ગઈકાલની ઘટના પર મોરારિબાપુએ કહ્યું છે કે, મારા તરફથી વાત પૂરી થાય છે. આ ઘટના બાબતે તલગાજરડા ખાતે મોરારિબાપુએ પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે દ્વારકાધીશ મારા ઈષ્ટદેવ છે, હું ગયો હતો અને મારા તરફથી વાત પૂરી થાય છે.અમુક લોકો આવેદનપત્ર આપવા માંગે છે તે બાબતે મોરારિબાપુએ જણાવ્યું હતું કે, કોઈએ ઉશ્કેરાવું નહીં, મારો સ્વભાવ છે હું માફી માંગનારો અને માફી આપનારો છું,મારા તરફથી આ બધું પુરૂ થયું છે.

શું છે સમગ્ર મામલો:-
ઘણા સમય પહેલા એક કથામાં મોરારિબાપુએ ભગવાન કૃષ્ણ અને તેમના મોટાભાઇ બલરામ વિશે અયોગ્ય ટીપ્પણી કરી હતી. જેને લઇને આહીર સમાજ અને કાન્હા વિચાર મંચ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આહીર સમાજની માગણી હતી કે બાપુ એકવાર દ્વારકાધીશના ચરણોમાં માફી માગી જાય. આથી મોરારિબાપુ ગઇકાલે ગુરૂવારે દ્વારાકાધીશમા ચરણોમાં શિશ ઝુકાવી માફી માગી હતી. બાદમાં મંદિર પરિસરમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા હતા ત્યારે દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબૂભા માણેક દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ આ સમયે જામનગરના સાંસદ પૂનમ માડમે તેમને રોકી બાપુને બચાવ્યા હતા. જેને લઇને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં અનેક લોકોએ આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી છે અને રોષ વ્યક્ત કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *