વરસાદ

જામનગર અને દ્વારકામાં ધોધમાર વરસાદ, વીજળી પડતા 1 નું મોત….

જામનગરમાં છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેમાં જોડીયા તાલુકામાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો જામનગર શહેરમાં પણ 4 ઈંચ જેટલા વરસાદ નોંધાયો છે. જામનગરમાં ભારે વરસાદને પગલે જામનગરની જીવાદોરી સમાન સસોઈ ડેમ ઓવરફ્લો થયો છે. તો રણજીતસાગર ડેમમાં પણ 80 ટકા પાણી ભરાયું છે. હાલ રાજ્યમાં વરસાદ લાવતી બે સિસ્ટમ સક્રિય બની છે. જેને કારણે ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. શનિવારે ગુજરાતભરના 150 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. તો બીજી તરફ, દેવભૂમિ દ્વારકાનું કલ્યાણપુર 7 ઈંચ વરસાદથી પાણી-પાણી થઈ ગયું છે. સમગ્ર જિલ્લામાં ચારથી સાત ઈંચ વરસાદ ખાબક્યો છે.

Loading...

ભારે વરસાદને પગલે જામનગરનો સસોઈ ડેમ આખરે ઓવરફ્લો થયો છે. સસોઈ ડેમ છલકાતા જામનગરવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. લોકો ડેમ છલકાવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. મોડી રાત્રે અગિયાર વાગ્યે સસોઈ ડેમ ઓવરફ્લો થયો હતો. સસોઇ ડેમ ઓવરફલો થતા આગામી વર્ષે સિંચાઇના પાણીની સમસ્યા હલ થઈ શકશે. તો બીજી તરફ, જામનગરમાં જોરદાર વરસાદથી જળાશયોમાં ભારે આવક નોંધાઈ છે. ઉંડ-2 ડેમના 6 દરવાજા 4 ફુટ ખોલવામાં આવ્યા છે. ઉંડ-2 ડેમમાંથી 19110 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. આજી-4 ડેમના 6 દરવાજા 5 ફુટ ખોલવામા આવ્યા છે. આજી-4 ડેમમાંથી 16341 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.

જામનગર શહેરની કુવા તાજા રાખતો રાજાશાહી સમયના રણમલ તળાવ પણ ભરાઈ જવા પામ્યું છે. જેના કારણે તળાવના દરવાજાઓ ખોલવાની તંત્રને ફરજ પડી છે સાથોસાથ જિલ્લાના ઊંડે એક,આજી 3 તેમજ સસોઈ ડેમ અને રણજીતસાગર ડેમમાં વરસાદના નવા નીરની આવક જોવા મળી રહી છે.જામનગરમાં ભારે વરસાદે વધુ એક વ્યક્તિનો લીધો ભોગ લીધો છે. જામનગરનાં દોઢિયા ગામે વિજળી પડતા મહિલાનું થયું મોત થયુ છે. વાડી વિસ્તારમાં રહેતી 40 વર્ષીય મહિલાનું વિજળી પડવાથી મોત થતા વિસ્તારમાં ચકચાર મચી છે. મહત્વનું છે, કે ચાલુ સીઝનમાં વીજળી પડવાથી કુલ ચાર વ્યક્તિના મોત થયા છે.

જામનગર સહિત દ્વારકામાં પણ ગત ત્રમ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. જેના કરાણે ભાણવડ તથા આસપાસ ગામોમાં બે કલાક માં ચાર ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જિલ્લાના વેરાડ નાકા વિસ્તારમાંની ફલકુ નદીમાં પુર જેવી સ્થિતી જોવા મળી હતી. જ્યારે ભાણવડમાં આવેલી નકટી નદી બે કાંઠે જોવા મળી હતી. ભાણવડ શનિવારે દિવસ ગદરમિયાનસાડા પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે. જેને પગલે માછીમારોને આજે અને આવતીકાલે એમ બે દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ છે. અત્યાર સુધી સીઝનનો 107 ટકા વરસાદ નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *