વરસાદ

સૌરાષ્ટ્રના વાતાવરણ માં એકાએક પલટો,જસદણ સહિત અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ,જુઓ વીડિયો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 2 કરોડ અને 84 લાખ અને 51 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 9 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે આજે રાજકોટ જિલ્લામાં સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જસદણ પંથકમાં કરા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

Loading...

રાજકોટ ના જસદણના આબરડીમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેથી ગામના માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. વરસાદને પગલે ગરમીમાં રાહત થઈ હતી અને ઠંડક પ્રસરી ગઈ હતી.જસદણમાં બપોર બાદ વાતાવરણ ગોરભાતા આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયુ હતું. અચાનક વીજળીનાં કડાકા ભડાકા સાથે કરા કરા સાથે વરસાદ વરસતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી.

તેમજ અનેક વિસ્તારમાં લાઈટ ગુલ થયાની ફરિયાદ પણ મળી હતી. ભારે બફારાં વચ્ચે વરસાદ આવતા વાતાવરણ ઠંડુ બની ગયું છે.જસદણ પંથકમાં મેઘરાજાનું આગમન થતાની સાથે જ વાવણીલાયક વરસાદ પડતાં ખેડૂતો ખુશીથી જુમી ઉઠ્યા હતા.વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાય ગયા હતાં. રાજકોટનાં ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો છે.

જુઓ વીડિયો:-

જુઓ વીડિયો:-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *