Cricket

જસપ્રિત બુમરાહે કપિલ દેવનો રેકોર્ડ તોડીને ઈતિહાસ રચ્યો,આ પરાક્રમ સૌથી ઝડપી કર્યું,જુઓ

ભારતના ઝડપી બોલર જસપ્રિત બુમરાહે ટેસ્ટ ક્રિકેટમાં 100 વિકેટ પૂરી કરી છે. બુમરાહે 24 મી ટેસ્ટમાં જ 100 વિકેટ લેવાની ચમત્કારો કરી છે. ચોથી ટેસ્ટ મેચના છેલ્લા દિવસે બુમરાહે ઓલી પોપને બોલ્ડ કરતાની સાથે જ પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 100 વિકેટ પૂરી કરી હતી. 100 ટેસ્ટ વિકેટ મેળવવાની સાથે બુમરાહે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. બુમરાહ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ભારત માટે સૌથી ઝડપી 100 વિકેટ લેનાર ઝડપી ભારતીય બોલર બની ગયો છે. બુમરાહે કપિલ દેવનો રેકોર્ડ તોડી નાખ્યો છે. કપિલ દેવે 25 ટેસ્ટમાં 100 વિકેટ લીધી હતી. કપિલ બાદ ઇરફાન પઠાણે 28 ટેસ્ટમાં આ પરાક્રમ કર્યું હતું. 29 ટેસ્ટમાં 100 ટેસ્ટ વિકેટ મેળવવાનો રેકોર્ડ મોહમ્મદ શમીના નામે છે.

Loading...

જવાગલ શ્રીનાથે 30 ટેસ્ટમાં 100 વિકેટ લીધી હતી. બુમરાહે પોતાની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ વિકેટ એક બોલ્ડ તરીકે મેળવી હતી, જ્યારે 100 મી વિકેટ પણ બેટ્સમેનને ક્લીન બોલિંગ દ્વારા પ્રાપ્ત કરી છે.

જો કે, ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઝડપી 100 વિકેટ લેવાનો રેકોર્ડ ઈંગ્લેન્ડના બોલર જ્યોર્જ આલ્ફ્રેડ લોહમેનના નામે છે. જ્યોર્જ આલ્ફ્રેડ લોહમેને માત્ર 16 ટેસ્ટ મેચમાં 100 વિકેટ પૂરી કરી હતી. ભારત માટે સૌથી ઝડપી 100 ટેસ્ટ વિકેટનો રેકોર્ડ અશ્વિનના નામે છે. અશ્વિને પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 18 ટેસ્ટમાં 100 વિકેટ લીધી હતી.

તમને જણાવી દઈએ કે ચોથી ટેસ્ટ મેચ જીતવા માટે ભારતે ઈંગ્લેન્ડને 368 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતનો બીજો દાવ 466 રનમાં આઉટ થયો હતો, જેના કારણે ભારતે ઇંગ્લેન્ડ પર 367 રન બનાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *