ગુજરાત

સ્વામી વિશ્વવલ્લભદાસ સામે લેખિત ફરિયાદ કરી હતી, કાર્યવાહી ન થઈ,જિગ્નેશ મેવાણી,અનુસૂચિત જાતિના લોકો રસ્તા પર ઉતર્યા .

સ્વામિનારાયણ સંપ્રદાય અને મોરારિબાપુનો નિલકંઠવર્ણી વિવાદ વચ્ચે સ્વામી વિશ્વવલ્લભદાસે અનુસૂચિત જાતિ માટે કરેલી ટિપ્પણીથી છેલ્લા એક સપ્તાહથી અનુસૂચિત જાતિના લોકોમાં આક્રોશ છે. 12મી સપ્ટેમ્બરે ડીઆઈજીને જિગ્નેશ મેવાણીએ ફરિયાદ નોંધવા લેખિત ફરિયાદ કરી છતાં કાર્યવાહી ન કરાતા જિગ્નેશ મેવાણી સહિત અનુસૂચિત જાતિના લોકો રસ્તા પર ઉતર્યા હતા. અમદાવાદ કલેક્ટર કચેરીથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલી યોજી હતી. જેમાં લોકોએ વલ્લભદાસ મુર્દાબાદ, ગુજરાત સરકાર શરમ કરો પોલીસ પ્રશાસન શરમ કરો સહિતના પોસ્ટરો સાથે વિરોધ કર્યો હતો.

Loading...

સુરત સ્વામિનારાયણ મંદિરના સ્વામી વિશ્વવલ્લભ સ્વામી ઉર્ફે સતશ્રીના વાઈરલ થયેલા વીડિયોમાં તેઓ અનુસૂચિત જાતિ સમાજના લોકોની લાગણી દુભાય તે રીતે અપમાનજનક શબ્દો બોલ્યા હતા. જેને પગલે રાજ્યમાં અલગ અલગ જગ્યાએ અનુસૂચિત જાતિ સમાજ અને આગેવાનો દ્વારા ફરિયાદ દાખલ કરવા અને એટ્રોસીટી એક્ટ, આઈપીસી અને આઈટી એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવા માંગ કરી હતી અને રાજ્યમાં 10 જેટલી લેખિત ફરિયાદ કરી હતી. જોકે, સ્વામી વિશ્વવલ્લભ સ્વામી સામે ક્યાંય ફરિયાદ નોંધાઈ નથી.

રાજ્ય પોલીસ વડાને આઈપીએસ અધિકારી સુજાતા મજમુદારના થકી‘ સમસ્ત અનુસુચિત જાતિ સમાજ’ના નેજા હેઠળ આવેદન અપાયું હતું. રાજ્યમાં સ્વામી વિરૂધ્ધ 10 જેટલી અરજી કરાઈ છે. છતાં ફરિયાદ ન નોંધાતા વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ડીજીપી શિવાનંદ ઝા અને એડિશનલ ડીપીજી એસસી- એસટી સેલને મળીને ફરિયાદ દાખલ કરવા માંગ કરી હતી. સાથે જ મેવાણીએ 48 કલાકમાં ફરિયાદ નહીં નોંધાય તો આંદોલન કરવાની ચીમકી આપી હતી.

ગયા રવિવારથી રાજયમાં દલિત સમાજ અને અન્ય જાગૃત લોકોમાં રોષનો મુદ્દો બનેલ સ્વામી વિશ્વ વલ્લભદાસની ટિપ્પણીમાં રાજય કક્ષાએ થયેલી રજૂઆત પછી પણ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. વિશ્વ વલ્લભદાસ દ્વારા દલિતો પર બંધારણીય રીતે પ્રતિબંધિત શબ્દોનો ઉપયોગ કરી અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી હતી જેના પરિણામે સ્વામી સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની અને એટ્રોસીટી એક્ટ, IPC અને IT એક્ટ હેઠળ ગુનો દાખલ કરવા માટે 10 જેટલી જગ્યાએ દલિત સમુદાયના લોકો, આગેવાનો અને સંગઠનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *