world

જાણીતા જોનસન બેબી પાઉડરમાંથી મળી આવ્યા ઘાતક કેન્સર કારક તત્વો,આ સમાચાર પછી કંપનીના 6% શેર ઘટ્યા…

બેબી પ્રોડક્ટ દ્વારા દરેક ઘરમાં જગ્યા બનાવનાર અમેરિકન કંપની જોનસન એન્ડ જોનસન વિવાદોમાં ફસાઈ ગઈ છે. કંપનીએ અમેરિકામાં અંદાજે 33 હજાર બેબી પાઉડરના ડબ્બા પરત મંગાવ્યા છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા પ્રમાણે બેબી પાઉડરના નમૂનામાં એસ્બેસ્ટસની માત્રા જોવા મળી છે.એસ્બેસ્ટસ એક ઘાતક કાર્સિનોઝેન છે જેમાથી માણસોમાં કેન્સર વધવાનું જોખમ રહે છે. આવું પહેલી વખત થયું છે જ્યારે અમેરિકાની સ્વાસ્થય પ્રોડક્ટમાં એસ્બેસ્ટસની માત્રા મળી આવી છે. પહેલીવાર કંપનીએ તેમની બેબી પાઉડરની પ્રોડક્ટ બજારમાંથી પરત મંગાવી છે.

Loading...

કંપનીનો શેર 6 ટકા નબળો પડ્યો:-
અમેરિકન શેર બજારમાં શુક્રવારના રોજ આ સમાચાર બાદ કંપનીના શેરમાં 6 ટકા નબળો પડ્યો હતો અને તે 127.70 ડોલરના ભાવ પર બંધ પડ્યો હતો. રોયટર્સના જણાવ્યા અનુસાર, એક ઓનલાઇન રિટેલરે સિંગલ બોટલની ખરીદી કરી હતી. ત્યારબાદ પરીક્ષણ માટે સ્વેચ્છાએ #22318RB ના જથ્થાને પરત મંગાવી લીધો હતો. જેમાં 33 હજાર બોટલ છે કંપનીએ જણાવ્યું હતું કે, તેના પાઉડરમાં હવે એસ્બેસ્ટસ મળી આવ્યા નથી.

નોંધનીય છે કે, અમેરિકન ફાર્મા કંપની જોનસન એન્ડ જોનસનના બેબી પાઉડર, શેમ્પૂ અને સાબુ જેવી પ્રોડક્ટે ભારત સહિત સમગ્ર દુનિયામાં તેની એક ઓળખ ઉભી કરી છે. જોકે કંપનીને તેમની ઘણી પ્રોડક્ટના કારણે કેસ અને દંડનો સામનો કરવો પડ્યો છે. તાજેતરમાં જ એક વ્યક્તિએ પ્રોડક્ટ સામે સવાલ ઉભા કરીને કોર્ટમાં કેસ કર્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન જોનસન એન્ડ જોનસનને દોષિત જાહેર કરીને 8 બિલિયન ડોલરનો દંડ લગાવવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *