ખિસકોલીએ ચકલી સાથે આ રીતે કરી પિકનિકની ઉજવણી,આ વસ્તુઓનો આનંદ માણ્યો,તો લોકોએ કહ્યું…,જુઓ

દરરોજ આવી કેટલીક બાબતો ઇન્ટરનેટ પર પ્રકાશમાં આવે છે, જે કોઈપણ વ્યક્તિનો દિવસ બનાવી શકે છે. હવે આવી તસવીર સોશિયલ મીડિયા પર છવાયેલી છે, જે લોકોને Awww કહેવાની ફરજ પાડશે…, આ વાયરલ ફોટામાં એક ખિસકોલી અને એક ચકલી તેમના ભોજનની મજા માણી રહ્યા છે.

Loading...

આ સુંદર ફોટોમાં તમે જોઈ શકો છો કે બેંચ પર ખિસકોલી અને ચકલી બેઠા છે. તેમની સામે ટેબલ પર કેટલીક બદામ અને અન્ય ખાદ્ય વસ્તુઓ રાખવામાં આવી છે. તસવીર જોઇને એમ કહી શકાય કે બંને એક બીજાની સાથે ભોજનની મજા માણી રહ્યા હોય ત્યારે પિકનિકની મજા લઇ રહ્યા છે.

આ તસવીરના કેપ્શનમાં પણ લખ્યું છે, “મિત્રો સાથેની પિકનિક”. આ તસવીર સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ. ઘણા લોકો આ તસવીરને પસંદ કરી રહ્યા છે.

એક યુઝરે આ તસવીર પર ટિપ્પણી કરી, “કેટલી પ્યારી તસ્વીર.” બીજા વપરાશકર્તાએ લખ્યું, “ખૂબ જ સુંદર.” તે જ સમયે, કોઈ યુઝર આ ચિત્ર જોતા “Aww…” કહેતા પોતાને રોકી શક્યો નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *