ગુજરાત

વ્યસનીને છૂટછાટ આપો,ગુજરાતીઓની માનસિક સ્થિતિ બગડી શકે છે,મનોવિજ્ઞાનના સાત અધ્યાપકોએ CMને લખ્યો પત્ર..

ગુજરાતના મનોવિજ્ઞાન (phycologist) ના 7 અધ્યાપકોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં તેઓએ 45000 કરતા વધુ લોકોનું કાઉન્સેલિંગ કરીને તારણ કાઢ્યું છે કે, ગુજરાતના લોકોની ધીરજ ખૂટી ગઈ છે. તેથી તેઓએ લોકડાઉન સિવાય કોઈ વૈકલ્પિક યોજના બનાવવા સરકાર પાસે માંગ કરી છે. તેઓએ સરકારને સૂચવ્યું છે કે, ગુજરાતના લોકોની હવે ધીરજ ખૂટી છે. લોકડાઉન સિવાયની કોઈ વૈકલ્પિક યોજના બનાવવી જોઈએ.

Loading...

કોરોના વાયરસની (Coronavirus)મહામારીને કારણે સમગ્ર ભારત લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. જેથી લોકોએ ફરજીયાત પોતાના ઘરમાં રહેવું પડી રહ્યું છે. કોઈ વ્યક્તિ કામ સિવાય ઘરની બહાર નીકળી શકતા નથી. સાથે જ કોઈ વેપાર ધંધા પણ શરુ થયા નથી. બીજી તરફ વ્યસનીઓ માટે કોઈ પણ વસ્તુ પણ મળી રહી નથી. આવા સમયે માણસ ઘરમાં જ રહી માનસિક રીતે અસ્વસ્થ થઇ જાય છે. ઘણા લોકોને અવનવા વિચારો આવે છે તો અમુક લોકોના વર્તનમાં પણ ફેરફાર જણાઈ આવે છે. આવા સમયે ગુજરાતના સાત જેટલા મનોવિજ્ઞાનના અધ્યાપકો દ્વારા અલગ તારણ કાઢવામાં આવ્યું અને જેમણે સરકારને પત્ર લખી લોકોની મનોસ્થિતિ વિશેની જાણ પણ કરવામાં આવી છે.

અધ્યાપકો દ્વારા જે પત્ર લખવામાં આવ્યો છે તેમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વમાં જે મહામારી આવી પડી છે તેમાં અમારી ફરજ સમજી અમે 10 થી 25 વર્ષના અનુભવી 150 અધ્યાપકો અને પ્રોફેશનલ સાયકોલોજીસ્ટના ગ્રુપ GPIH (Gujarat Psychological Intervention Helplines to Prevent COVID-19) દ્વારા ગુજરાતભરમાં સરકારી, અર્ધસરકારી અને સેવાભાવી સંસ્થાઓ મળીને 10 થી વધુ માનસિક સ્વાસ્થ્ય કાઉન્સિલિંગ હેલ્પલાઇન શરુ કરી છે. GPIH દ્વારા 45,000થી વધુ લોકોને કાઉન્સિલિંગ કરી ચૂક્યા છે. જેમાં લોકોની માનસિક સ્થિતિને ચિંતાજનક સ્વરૂપે પહોંચી છે. અમારી કોર ટીમે માનસિક આરોગ્ય સંદર્ભે માર્ચ મહિનાથી અત્યાર સુધીના અભ્યાસમાં લોકડાઉન સંદર્ભે નીચેની ગંભીર જણાય છે જે બાબતે આપ યોગ્ય નિર્ણય લઇ ઘટતું કરશો.

સરકારને સૂચવેલા સૂચનો

ગુજરાતના લોકોની હવે ધીરજ ખૂટી છે. લૉકડાઉન સિવાયની કોઈ વૈકલ્પિક યોજના બનાવવી જોઈએ.

– વ્યસન મનોશારીરિક બીમારી છે તેની સ્વાસ્થ્ય પર ખુબ ખરાબ અસર પડે છે તે સત્ય છે પણ વ્યસનની વસ્તુ ન મળવાથી માનસિક અને શારીરિક અસરો ખૂબ જ ભયાનક આવતી હોય છે. જેથી રીહેબીલીટેશન સેન્ટર અને વ્યસનમુક્તિને કેન્દ્રની છૂટછાટ આપવી જોઈએ.

– સરકાર પર હજુ લોકોને ભરોસો છે ત્યાં સુધીમાં છૂટછાટ આપવી જરૂરી, બંધન માનસિક સ્થિતિને બગાડી શકે છે.

– 1100 હેલ્પલાઇન ઇનકમિંગ સર્વિસ છે, તે સિવાય પણ આઉટગોઇંગ કોલ્સ કરી લોકોને માનસિક સધિયારો પૂરો પાડે તેવી વ્યવસ્થા હિતાવહ છે.

– મોટાપ્રમાણમાં મનોવૈજ્ઞાનિકોને હેલ્થ ડીપાર્ટમેન્ટ સાથે રાખી આ મહામારી સામે લડવું જોઈએ.ઉપર મુજબના મુદાઓ અધ્યાપકો દ્વારા ધ્યાન દોરવામાં આવ્યા છે. સમગ્ર ગુજરાતના સાત અધ્યાપકમાં ડૉ.રાજેશ પરમાર, ડૉ.ગોપાલ ભાટિયા, ડૉ.યોગેશ જોગસણ, સો.સુરેશ મકવાણા, ડૉ.કરશન ચોથાણી, ડૉ.એ.એલ.સુતરીયા, મેહુલ સાગર દ્વારા ખાસ પત્ર લખવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *