દેશ

દિલ્હીમાં ખુલ્લી દારૂની દુકાનો, તો એટલી ભીડ થઈ કે કરાવી પડી બંધ, જુઓ વીડિયો…

લોકડાઉન 3.0 માં લોકોને ઘણી છૂટછાટ મળી છે. સવારથી જ દિલ્હી સહિત દેશના અનેક ભાગોમાં હળચલ જોવા મળી છે. આ વખતે દારૂની દુકાનો પણ ખુલી છે, આવી સ્થિતિમાં સોમવારે દિલ્હીની દારૂની દુકાનની બહાર એક વિશાળ ભીડ દેખાઇ હતી.આ ભીડ એટલી વધી ગઈ હતી કે ઘણા વિસ્તારોમાં દિલ્હી પોલીસે દુકાનો બંધ કરવી પડી હતી.

Loading...

નોંધપાત્ર વાત એ છે કે, 24 માર્ચથી દેશભરમાં લોકડાઉન થવાને કારણે દારૂની દુકાનો બંધ હતી. હવે લોકડાઉનનો ત્રીજો તબક્કો આવી ગયો છે ત્યારે દારૂ અને ગુટખાની દુકાનો ખોલવામાં આવી છે.

સોમવારે દુકાનો ખુલી ત્યારે સવારે આઠ વાગ્યાથી દારૂના અડ્ડાઓ સામે લાંબી કતારો લાગી ગઈ હતી. આ સમય દરમિયાન, સામાજિક અંતરના ધજાગરા ઉડતા જોવા મળ્યું હતું, ઘણી જગ્યાએ 2-2 કિ.મી. લાંબી લાઈનો હતી. આ કારણે હવે દિલ્હી પોલીસે કેટલીક દુકાનો બંધ કરી દીધી છે, કારણ કે ભીડ બેકાબૂ બની રહી હતી. કાશ્મીરી ગેટ પાસે, પોલીસે હળવો લાઠીચાર્જ કરીને ભીડને દૂર કરવી પડી હતી.

પોલીસે કૃષ્ણનગરમાં ખુલ્લી દારૂની દુકાન પણ બંધ કરાવી દીધી હતી, કારણ કે અહીં લોકો સામાજિક અંતરને અનુસરતા ન હતા. જોકે, દારૂની દુકાનો બંધ રાખવાનો કોઈ સત્તાવાર આદેશ હજુ બહાર આવ્યો નથી.

તમને જણાવી કે રાજ્ય સરકારની આવકનો મોટો હિસ્સો દારૂના વેચાણથી આવે છે, આટલા લાંબા સમયથી આ દુકાનો ખોલવામાં આવે તેવી માંગ ઉઠી હતી.

લોકડાઉન -3 માં દિલ્હી સહિત અનેક વિસ્તારોમાં રાહતનો આપી છે. દિલ્હી હજી રેડ ઝોનમાં છે પરંતુ તેમ છતાં રાજ્ય સરકારે થોડી રાહતની ઘોષણા કરી છે. આ સમય દરમિયાન, જરૂરિયાતની દુકાનો ઉપરાંત, શેરી-મોહલ્લાઓમાં તમામ પ્રકારની એક એક શોપ્સ ખોલવાનો વિકલ્પ પણ છે. દિલ્હીમાં ખાનગી કચેરીઓ પણ ખોલવામાં આવી છે, જેમાં 33 ટકા સ્ટાફ હાજર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *