લોધિકામાં PSIએ કમરડૂબ પાણીમાં વૃદ્ધાને તેડી બચાવ્યો જીવ,લોકોએ કર્યા વખાણ,જુઓ વીડિયો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 3 કરોડ અને 32 લાખ 31 હજાર ને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 25 હજાર ને પાર પહોંચી ગયો છે. તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ પડી રહ્યો છે.ત્યારે રાજકોટ જિલ્લામાં અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

Loading...

રાજકોટ જિલ્લામાં સૌથી વધુ વરસાદ લોધિકા તાલુકામાં નોંધાયો છે. સવારના છ વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધીમાં સાંબાલાધાર 18 ઇંચ વરસાદ ખાબકતા અનેક ગામો બેટમાં ફેરવાયા છે. લોધિકાના ગ્રામ્ય વિસ્તારોમાં પૂરના પાણી ધસી આવ્યા છે. ગામડાઓમાં 5-5 ફૂટ પાણી ભરાતા ગ્રામજનો હેરાન પરેશાન બની ગયા છે. પૂરગ્રસ્ત વિસ્તારમાં PSIના માનવતા દૃશ્યો પણ સામે આવ્યા છે. PSIએ એક વૃદ્ધાનું કમરડૂબ પાણીમાં રેસ્ક્યૂ કરી જીવ બચાવ્યો છે.

રાજકોટ જિલ્લામાં અનરાધાર અવિરત વરસાદના કારણે ઠેર ઠેર પૂર જેવી સ્થિતિ વચ્ચે લોધિકાના બાલાજી પુલ પર પાણીમાં ફસાયેલા મહિલાનું રેસ્ક્યુ કરી લોધિકા PSI કે.કે. જાડેજાએ પોલીસની ખરી ફરજનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. કમર ડૂબ પાણીમાં મહિલાને ઉચકી સલામત સ્થલે ખસેડાયા છે.મહિલાએ પણ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો અને પોલીસ ટીમને આશીર્વાદ આપ્યા હતા.

લોધિકાનું દેવગામ બેટમાં ફેરવાયું છે. ગામમાં જવાના તમામ રસ્તાઓ બંધ થતા સંપર્ક વિહોણું બન્યું છે. ગામમાં ચારેબાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. તેમજ હાજરો વીઘા જમીનનું ધોવાણ થયું છે. ખેતરો દરિયામાં પરિવર્તિત થયા હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યાં છે.

હવામાન વિભાગે આગામી ચાર દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી કરી છે, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે.રાજકોટ શહેર અને જિલ્લામાં ગઈકાલ રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 212 તાલુકાઓમાં વરસાદ થઈ રહ્યો છે. વરસાદને કારણે રાજ્યમાં 15 સ્ટેટ હાઈવે સહિત 136 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યાં છે.

જુઓ વીડિયો:-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *