દેશ

મહારાષ્ટ્રમાં દેહ વેપાર ના રેકેટ નો પર્દાફાશ,2 અભિનેત્રીઓ ઝડપાય,આટલો નક્કી થયો હતો ભાવ,જાણો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 2 કરોડ અને 83 લાખ અને 32 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં મહારાષ્ટ્ર પણ બાકાત નથી. ત્યારે હવે મહારાષ્ટ્રમાંથી એક અજીબ ઘટના સામે આવી છે.ત્યારે મહારાષ્ટ્રના થાણેમાં ક્રાઈમ બ્રાંચના યુનિટ-1એ દરોડા પાડી દેહ વેપાર કરતી બે અભિનેત્રીઓને ઝડપી લીધી છે. થાણેના પાચપાખડી વિસ્તારમાં પાડેલા એક દરોડામાં દેહ વેપાટ ના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ઘટના સ્થળેથી બે એક્ટ્રેસ, બે મહિલા એજન્ટ એક પુરૂષ દલાલ સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે.

Loading...

મળતી માહિતી મુજબ, પકડાયેલા શખ્સની ઓળખ સુનિલા ઉર્ફે વિશાલ ઉત્તમચંદ જૈન (42 વર્ષ) ગોરેગાંવ નિવાસી, હસીના ખાલીદ મેમણ (45 વર્ષ) મુંબ્રાની રહેવાસી અને એપાર્ટમેન્ટની માલિક સ્વીટી ચડ્ડા (47 વર્ષ)ક્રાઈમ બ્રાંચના અધિકારીએ જણાવ્યું કે થાણે ક્રાઈમ બ્રાંચ યુનિટ-1ની ટીમને મળેલી જાણકારીના આધારે દરોડા પાડી દેહ વેપાર ના રેકેટનો પર્દાફાશ કર્યો છે.

બંને અભિનેત્રી મુંબઈમાં એક મોટા દેહ વેપાર ના એજન્ટના સંપર્કમાં હતી, પરંતુ વેશ્યાવૃતિ માટે તેઓએ થાણે શહેરની પસંદગી કરી હતી કેમકે તેઓને અહીં પોલીસથી એટલો ડર ન હતો. પરંતુ તેમ છતાં પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી.

એક રાતની કિંમત દલાલો દ્વારા ગ્રાહકો પાસેથી 2 લાખ રૂપિયા માગવામાં આવી હતી અને 1 લાખ 80 હજાર સૌદો નક્કી થયો હતો. નક્કી કરેલ સમયે બંને અભિનેત્રીઓ થાણેથી પાચપાખડી વિસ્તારના નટરાજ સોસાયટીમાં આવી. ઠીક તે સમયે જ પૂર્વ સુચના મુજબ ક્રાઈમ બ્રાંચ યુનિટ-1ના સીનિય ઈન્સ્પેક્ટરે રેડ કરી દીધી હતી.પકડાયેલી બંને અભિનેત્રી પાસે લોકડાઉનમાં કામ ન હતું. નાણાકીય સંકટમાંથી બહાર નીકળવા માટે તેઓ વેશ્યાવૃતિ સાથે જોડાઈ ગઈ હતી. લોકડાઉનને પગલે હાલ ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રી સંપૂર્ણપણે ઠપ છે, એવામાં કલાકારોની પાસે કામની ઉણપ છે.

પોલીસનું કહેવું છે કે આ એક હાઈ પ્રોફાઈલ દેહ વેપાર નું રેકેટ છે, જેની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. પકડાયેલા લોકોની પૂછપરછ કરીને તેની સાથે જોડાયેલાં લોકો સુધી પહોંચવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *