મહેસાણા માં ધોધમાર વરસાદ,3 ઇંચ વરસાદ ખાબક્યો,ગોપીનાળા પાસે દીવાલ પડી,જુઓ વીડિયો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 2 કરોડ અને 97 લાખને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 19 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે ગુજરાતમાં હવે મેઘરાજાએ શાનદાર એન્ટ્રી કરી લીધી છે.ત્યારે આજે રાજ્યમાં આજે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.ત્યારે મહેસાણા જિલ્લામાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે.

Loading...

મહેસાણા જિલ્લામાં આજે બપોર બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા શહેરના રસ્તાઓ પાણી પાણી થયા હતા. શહેરમાં માત્ર એક કલાકના ગાળામાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબકતા કેટલાક વિસ્તારમાં જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી હતી. ભારે વરસાદના પગલે શહેરના ગોપીનાળું અને ભમરિયું નાળું પાણીમાં ગરકાવ થયું હતું.મહેસાણા શહેરમાં ધોધમાર વરસાદના પગલે દર વર્ષની માફક ગોપીનાળામાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી. ભારે વરસાદના પગલે ગોપી સિનેમા પાસેની દીવાલ એકાએક ધરાશયી થઈ હતી. તો નાળામાં પણ પુષ્કળ પાણી ભરાઈ જતા એકબાજુના નાળામાં વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી.

જુઓ વીડિયો:-

મહેસાણા શહેરને જોડતા બે મુખ્ય નાળા જેમાં એક ભમરીયું નાળુ અને એક ગોપી નાળુ છે. આ બને નાળા માં દર ચોમાસાની સીઝન માં સામાન્ય વરસાદ પડે તો પણ પાણી ભરાઈ જતા લોકો ને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે. ગોપી નાળામાં વરસાદી પાણી ન ભરાઈ રહે તેના માટે મોટરો પણ મુકવામાં આવી છે. જ્યાં સામાન્ય વરસાદ માં પણ ગોપી નાળાની સ્થિતિ પહેલા હતી એમ આજે પણ નજરે પડી રહી છે.

મહેસાણા શહેરમાં બપોરે પડેલા વરસાદમાં શહેરમાં આવેલા પરા વિસ્તાર, સાર્વજનિક સ્કૂલ, ફુવારા સર્કલ પાસે પાણી ભરાઈ ગયા હતા. જ્યાં તંત્રની પ્રિ મોન્સૂન કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. તેમજ સામાન્ય વરસાદમાં પાણી ભરાવાથી નાગરિકો પણ પોતાના રસ્તાઓ બદલવા મજબુર બન્યા છે.શહેરમાં પડેલા વરસાદ ના કારણે ઠેર ઠેર ઢીંચણ સમાં પાણી ભરાઈ ચુક્યા હતા, તો ક્યાંક નાળા તો ક્યાંક દુકાનો માં પણ પાણી ભરાયા હતા. શહેરમાં આવેલ ટાવર પાસેની એક ફ્લોર ફેકટરીની દુકાનમાં વરસાદના કારણે પાણી ભરાઈ ગયું હતું. જેના કારણએ દુકાનદાર પાણી ઉલેચતા જોવા મળ્યા હતા.

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. વરસાદનું આગમન થતાં જ લોકો તથા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં હજુ વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગની આગાહી મુજબ, સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ વરસાદ અવિરતપણે વરસી રહ્યો છે. વાતાવરણ જોતાં દિવસભર આ જ પ્રકારે વરસાદી માહોલ રહેવાની શક્યતા દેખાઈ રહી છે.

જુઓ વીડિયો:-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *