કેમ આ દેશની મહિલા સૈનિકો ને પહેરવા પડે છે પુરૂષો ના અન્ડરવેર,જાણો

સ્વિટ્ઝર્લૅન્ડ આર્મીમાં અત્યાર સુધી એક ખૂબ જ વિચિત્ર વ્યવસ્થા ચાલુ છે. સ્વિસ આર્મીની હાલની વ્યવસ્થા મુજબ પુરુષોની સાથે મહિલાઓએ પણ જેન્ટ્સ અન્ડરવેર પહેરવા પડે છે. જોકે હવે આ સિસ્ટમ બદલાવા જઈ રહી છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર આનાથી સેનામાં મહિલાઓની ભાગીદારી નોંધપાત્ર રીતે વધી શકે છે.

Loading...

સ્વિસ ન્યૂઝ વેબસાઇટ વાટસન સાથેની વાતચીતમાં સ્વિસ આર્મીના પ્રવક્તા કાજ ગનર સીએવર્ટે કહ્યું કે સૈન્ય દ્વારા ઉપલબ્ધ કપડાં અને કેટલીક વસ્તુઓ સંપૂર્ણ ભૂતકાળની છે. તેઓ જૂની છે અને આપણે આધુનિક યુગ પ્રમાણે બદલવાની જરૂર છે. તેમણે કહ્યું કે અગાઉ આર્મીના ગણવેશ અને ઉપકરણો મહિલા સૈનિકોની સુવિધા અનુસાર નહોતા અને અમે આ મામલે કેટલાક મહત્વપૂર્ણ પગલા લીધા છે.

સીઅવર્ટે જણાવ્યું હતું કે ઉનાળામાં મહિલાઓ માટે ટૂંકા અન્ડરવેર અને શિયાળા માટે લાંબી અન્ડરવેરની વ્યવસ્થા કરવામાં આવશે. આ સિવાય કોમ્બેટ વસ્ત્રો, રક્ષણાત્મક વેસ્ટ અને બેકપેક સુધારવા માટેના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે અમારું આખું ધ્યાન ફિટ અને ફંક્શનલ યુનિફોર્મ ઉપર રહેશે.

સ્વિટ્ઝલન્ડના સંરક્ષણ પ્રધાન વિઓલા એમ્હર્ડે પણ આ પગલાંને આવકાર્યું છે, જ્યારે સ્વિસ નેશનલ કાઉન્સિલના સભ્ય મરિયાના બિન્દરે કહ્યું છે કે આ પગલું મહિલાઓને સૈન્યમાં જોડાવા પ્રોત્સાહિત કરશે. સ્વિસ ઈન્ફોના અહેવાલ મુજબ સ્વિસ આર્મીનો ગણવેશ 80 ના દાયકાથી કાર્યરત હતો.

આ યોજનાની સુનાવણી આવતા મહિને શરૂ થવા જઈ રહી છે. નોંધપાત્ર વાત એ છે કે સ્વિસ આર્મીમાં મહિલાઓની ભાગીદારી માત્ર 1 ટકા છે. જો કે, સેનામાં મહિલાઓએ પુરૂષોની જેમ તમામ કામગીરી કરવી પડે છે. સ્વિસ આર્મીના સંરક્ષણ વડાને આશા છે કે આ નિર્ણય પછી, 2030 સુધીમાં સ્વિસ આર્મીમાં મહિલાઓની ભાગીદારી વધીને 10 ટકા થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *