દેશ

ભીખ માંગી ગુજરાન ચલાવતી વૃદ્ધ મહિલા પાસે થી એટલા રૂપિયા મળિયા કે જોઈને તમારી આંખો પહોળી થઇ જશે,જાણો

જમ્મુના રાજૌરીથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રાજૌરીના નૌશેરામાં ભીખ માંગીને રહેતી વૃદ્ધ મહિલાની ઝૂંપડીમાંથી આશરે 2,60,000 રૂપિયા મળી આવ્યા છે. જ્યારે વહીવટીતંત્રે 70 વર્ષીય વૃદ્ધ મહિલાને બહાર કાઢી હતી, જે લગભગ 30 વર્ષથી રસ્તાની બાજુમાં ફાટેલી તાડપત્રી અને તૂટેલા લાકડાની બનેલી ઝૂંપડીમાં રહેતી હતી અને તેને વૃદ્ધા આશ્રમમાં લઈ ગયા હતા, ત્યારે અંદર નોટો ના બંડલ મળતા બધા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

Loading...

સ્થાનિક લોકો રાજૌરીના પેટા-જિલ્લા નૌશહરાના વોર્ડ નંબર નવમાં ભીખ માંગીને રહેતી આ વૃદ્ધ મહિલાની મદદ કરતા હતા. કેટલાક તેને પૈસા આપતા, કેટલાક ખોરાક અને કપડા આપતા. આવી રીતે તેનું ગુજરાન ચાલતું હતું.

મળતી માહિતી મુજબ, આ દિવસોમાં રાજૌરી જિલ્લા વહીવટીતંત્રે રસ્તાઓ પર રહેતા નિરાધાર લોકોને સહાય આપવા અભિયાન શરૂ કર્યું છે. આમાં આવા લોકોને આશ્રયસ્થાનો અને વૃદ્ધાશ્રમ માટે લઈ જવામાં આવી રહ્યા છે. આ ઘટનામાં સોમવારે મોડી સાંજે વૃદ્ધા આશ્રમ રાજૌરીથી કેટલાક લોકો આવ્યા હતા અને આ વૃદ્ધ મહિલાને પોતાની સાથે લઇ ગયા હતા.

વોર્ડના સભ્યએ કહ્યું કે, તેણી અહીં 30 વર્ષ રહી હતી. ગઈકાલે ટીમ રાજૌરીથી આવી હતી અને તેને વૃદ્ધાઆશ્રમમાં લઈ ગઈ હતી. પાલિકાની ટીમે ઘરના કચરામાં પરબિડીયામાં નોંટ મળવા લાગ્યા હતા.

આ પછી, મંગળવારે સવારે જ્યારે પાલિકાને રસ્તાની બાજુની ઝૂંપડી દૂર કરવા જણાવ્યું હતું. જેથી પાલિકાના કર્મચારીઓએ ત્યાં સફાઇ શરૂ કરી ત્યારે ઝૂંપડીમાંથી તેમને કેટલાક પૈસા મળી ગયા. જ્યારે કર્મચારીઓએ વધુ તલાશી લીધી ત્યારે તેમને પૈસાની ભરેલી બીજી પેટી મળી. આ પછી, પલંગની નીચેથી પૈસા પણ મળી આવ્યાં, જેને નાના પરબિડીયાઓમાં રાખવામાં આવ્યા હતા.

ઝૂંપડામાંથી ત્રણ ક્રેટ અને સિક્કાની થેલી બહાર આવી હતી. હાલમાં, આ નાણાં ટ્રેઝરીમાં રાખવામાં આવ્યા છે. આ પૈસા મહિલાને સારી સ્થિતિમાં થાય ત્યારે આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *