વરસાદ

અમરેલી જિલ્લામાં અનેક ગામડાઓમાં પવન સાથે ભારે વરસાદ, વૃક્ષો પડ્યા અને પૂર આવ્યું, જુઓ વીડિયો…

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસે કાળો કહેર મચાવ્યો છે. ત્યારે એક બાજુ વાયરસ પોતાનું રોદ્ર સ્વરૂપ બતાવી રહ્યો છે. અને બીજી બાજુ રાજ્યમાં વરસાદે જોરદાર એન્ટ્રી કરી લીધી છે. સૌરાષ્ટ્રમાં આજે પાંચમાં દિવસે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લામાં આજે પણ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહલો છે. કારણ કે ધીમી ધારે વરસાદ પડે તે બધું પાણી જમીનમાં ઉતરે છે અને વાવણી સારી થાય છે તેવું ખેડૂતોનું માનવું છે. અમરેલી શહેરમાં ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

Loading...

જુઓ વીડિયો:-

મળતા માહિતી મુજબ, સાવરકુંડલાના જાબાળ અને આંબરડી વચ્ચે ભારે પવનના લીધે રોડ ઉપર એક વૃક્ષ ધરાશાયી થયું હતું, જેના લીધે સાવરકુંડલા અને રાજુલા નો રોડ બંધ થઈ ગયો હતો તો આ તકે જાબાળ ગામના સરપંચ ભુપેન્દ્રભાઈ ખુમાણ અને ગામના લોકોએ વૃક્ષને ખસેડવા માટે જેસીબીની મદદ લેવાઈ હતી અને રસ્તો ચાલુ કરવા માટે જહેમત ઉઠાવી હતી. રાજુલાથી સાવરકુંડલા જવાનો જોડતો માર્ગ પણ હોવાને કારણે વાહનચાલકો ભારે પરેશાન બન્યા છે. ભારે પવન અને વરસાદને કારણે વૃક્ષો ધરાશાયી થયા છે.

જુઓ વીડિયો:-

અમરેલીના લાઠીમાં આજે ત્રીજા દિવસે મેઘસવારી આવી પહોંચી છે. લાઠી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. આથી વાતાવરણમાં ઠંડક પ્રસરતાલોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે.ગારીયાધાર પંથકમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો.ગારિયાધાર તાલુકાના સુરનિવાસ, પરવડી, મોટીવાવડી, જાળીયા, માંડવી, પાનસડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઇ છે.ખેડૂતોએ વાવણી કરવા માટે તૈયારી શરૂ કરી દીધી છે.

જુઓ વીડિયો:-

રાજુલા તાલુકાના ડુંગર ગામ નજીક આવેલી નદીમાં પૂર આવ્યું હતું. સુકવા નદીમાં પૂર આવ્યું હતું. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પૂર આવ્યું હતું. જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. સરોવડા, ભટ્ટવદર, બારપટોળી, કંથારીયા સહિતના ગામોમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. નદી-નાળા છલકાવાની તૈયારી હોવાથી ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી રહી છે.

જુઓ વીડિયો:-

ખાંભામાં ભારે વરસાદથી નીચાણવાળ વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાયા હતા. 108ની ગાડી તેમજ ક્વાર્ટર આવેલું છે ત્યાં પાણી ભરાયા હતા. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ધાતરવાડી નદીમાં પૂર આવ્યું હતું. તેમજ ખાંભા-ાજાફરાબાદ હાઇવે પર વૃક્ષ ધરાશાયી થયું હતું. આથી હાઇવે બંધ થયો હતો. અહીં હાઇવે પરથી પસાર થતો ટ્રક ફસાયો હતો. વરસાદને પગલે ખાંભાના મોટાભાગના નાના કોઝવે પર પાણી ફરી વળ્યા હતા.

જુઓ વીડિયો:-

જાફરાબાદમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જાફરાબાદના માણસા, લોક, હેમાળ, દુધાળા, સરોવડા, કાતર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. ખાંભામાં આજે ત્રીજા દિવસે મેઘરાજાનું આગમન થયું હતું. સવારે અસહ્ય ગરમી બાદ વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. વરસાદી પાણીથી રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આથી થોડીવાર માટે વાહનચાલકો અને રાહદારીઓ થંભી ગયા હતા. જસદણના આટકોટમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. રાજુલાના જીંજકા, ડંગુ, માંડળ સહિત આસપાસના ગામોમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો હતો. ખેતરો પાણી પાણી થઇ ગયા છે. ભાવનગરના જોગીવાડ વિસ્તારમાં આંબલીના ખાંચામાં ઈકબાલભાઈ અહેમદભાઈની માલિકીના મકાનના ઉપરના માળનો કાટમાળ ધડાકાભેર નીચે પાર્ક કરેલી બાઈક પર પડતા બાઈકને નુકસાન પહોંચ્યું હતું.

જુઓ વીડિયો:-

દામનગરમાં પવન સાથે પડેલા વરસાદને કારણે નુકસાની પહોંચી હતી. આથી સ્વામિનારાયણ ગુરૂકુળના મેદાનની દીવાલ ધરાશાયી થઇ હતી. મહાકાય વૃક્ષ પમ દીવાલ માથે પડ્યું હતું. રેલવે ફાટક નજીક હોર્ડિંગ પડવાની ઘટના સામે આવી છે. કેટલાક મકાનોના છાપરાને પણ નુકસાન પહોંચ્યું છે. બાબરામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. તો ભીલા અને ભીલડી ગામે સતત બીજા દિવસે બે ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે ચમારડી, વલારડી, લુણકી, ઇંગોરાળા, પીર ખીજડીયા, વાવડી, મોટા દેવળિયા, સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *