ગુજરાત

મોડાસાના આનંદપુર કંપામાં કચ્છ કડવા પાટીદાર સમાજની અનોખી નવરાત્રી, સ્વચ્છતા સાથે ટ્રાફિકના નિયમોનું પાલન કરતી થીમ પર ખૈલયાઓ ગરબે રમતા જોવા મળ્યા

અરવલ્લી જિલ્લા સહિત મોડાસા તાલુકામાં નવરાત્રી ઉજવાઇ રહી છે, ત્યારે સાતમા નોરતે આનંદપુર કંપા નવરાત્રિમાં કંપાના રહીશો અને મોડાસા કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા વેશભુષા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્વચ્છતા સાથે ટ્રાફિકના નિયમોનું પાલન કરતી થીમ પર ખૈલયાઓ ગરબે રમતા જોવા મળ્યા હતા .

Loading...

ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની સ્ટાઈલ પર ગરબા રમવામાં આવ્યા હતાં. જેમાં યુવતીઓ સિસોટી અને હાથમાં લાકડી વડે ટ્રાફિક નિયમોનું પાલન કરવા પર ભાર મુકી તેનું પાલન કરવા માટે સંદેશ આપતાં ગરબા રમતાં જોવા મળી હતી. બીજી તરફ ગરબા ખેલૈયામાં યુવાઓ પણ હેલ્મેટ પહેરીને ગરબા ગાતાં જોવાં મળ્યા હતાં.

ટ્રાફિક જાગૃતિના સંદેશા સાથે પોસ્ટર પણ જોવા મળ્યા હતા તેમાં આ મુજબ સુત્રોચાર હતા : ઝડપની મજા મોતની સજા , ચાલુ ગાડીએ ફોનનો ઉપયોગ કરવો નહીં.

નવરાત્રિ ચોકમાં બાઇક સાથે હેલ્મેટ પહેરી ને કેટલાક યુવકો નજરે પડયા હતાં અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાના ઉત્તમ સંદેશ સાથે ખેલૈયાઓ મન મુકીને ગરબા રમ્યા હતાં .

સાથે પર્યાવરણ જાગૃતિને લઈને પણ ઘણાં યુવાનોએ પોસ્ટર તૈયાર કર્યા હતા. વ્રુક્ષ વાવો , વરસાદ લાવો, હરિયાળી લાવો જેવા સંદેશો પાઠવામાં આવ્યા.

વેશભૂષા કાર્યક્રમમાં કોમી એકતા પણ જોવા મળી અને વેશભુષા કાર્યક્રમમાં મુસ્લિમ સમાજની મહિલા ઓ તથા ભાઇઓ ગરબા ગાતાં જોવાં મળ્યા હતાં.

ભગવાન ઈસુ ખ્રિસ્તથી લઇને દેશના વીર શહીદો, ક્રિકેટર, ડોક્ટર તથા ભારત માં રહેતાં વિવિધ જ્ઞાતિ કોમના લોકોની ઝાંખી પણ અહીં જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *