દારૂ પી ને ગાડી ચલાવવા પર ₹10 હજારના દંડની જોગવાઇ, જાણો નવા નિયમ અને દંડ, મોટર વ્હીકલ બિલ રાજ્યસભામાં પાસ

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ બુધવારે રાજ્યસભામાં મોટર વ્હીકલ (સુધારા)2019 બિલ રજૂ કર્યું હતું. 23 જુલાઇએ લોકસભામાં પાસ થયેલા આ બિલમાં રોડ પર શિસ્ત લાવવા માટે કડક દંડના નિયમો સામેલ કરવામાં આવ્યા છે. જોકે હવે આ બિલ રાજ્યસભામાં પણ પાસ થઇ ગયું છે. બિલની જોગવાઈઓ અનુસાર ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન પર મિનિમમ દંડ 100 રૂપિયાથી વધારીને 500 રૂપિયા કરવામાં આવ્યો છે. વધુમાં વધુ 10 હજાર રૂપિયાનો દંડ અલગ અલગ વાયોલેશન માટે નક્કી કરવામાં આવ્યો છે. રોડ અકસ્માતોને રોકવા માટે સરકારે મોટર વ્હીકલ બિલ 2019માં સુધારાઓ કર્યા હતા. આ બિલમાં ગાડી ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરવો, નશાની હાલતમાં ગાડી ચલાવવી, રેડ લાઇન પાર કરવી, ઓવર ટેક કરવું, ખૂબ ઝડપે ગાડી ચલાવવીવગેરે સામેલ છે.

Loading...

(પ્રતિકારત્મક તસ્વીર)

નોંધનીય છે કે આ બિલ એપ્રિલ 2017માં લોકસભામાં પાસ થયું હતું,પરંતુ રાજ્યસભામાં પાસ થયું ન હતું. જેના કારણે કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ફરી એક વખત આ બિલને રજૂ કરવું પડ્યું હતું. જાણો ટ્રાફિકના નિયમો તોડવા પર કેટલો દંડ લાગશે?

સગીરને વાહન આપવું : નવા નિયમ પ્રમાણે સગીરને વાહન આપવા માટે વાહન માલિકને દોષી માનવામાં આવશે. આવા કેસમાં વાહન માલિકને રૂ. 25 હજારનો દંડ અને ત્રણ વર્ષની સજા થશે. એટલું જ નહીં સગીરને 25 વર્ષ સુધી ડ્રાઇવિંગ લાઇસન્સ નહીં મળે. વાહનનું રજીસ્ટ્રેશન રદ થશે. સગીર સામે કિશોર ન્યાય એક્ટ 2000 અંતર્ગત કેસ ચાલશે. બિલ પ્રમાણે ચાર વર્ષથી મોટી ઉંમરના બાળકોએ હવે હેલમેટ પહેરવું પડશે. નવા નિયમમાં ડ્રાઇવિંગની બાકી ભૂલોમાં દંડની રકમ પહેલાની સરખામણીમાં 5થી 30 ગણી વધારી દેવામાં આવી છે.

(પ્રતિકારત્મક તસ્વીર)

નશાની હાલતમાં ડ્રાઇવિંગ : નશાની હાલતમાં વાહન ચલાવવા પર રૂ. 10 હજારનો દંડ અને જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે.

હિટ એન્ડ રન કેસમાં :
વર્તમાન કાયદામાં હિટ એન્ડ રન કેસમાં મૃત્યુ પર 25000 રૂપિયાનું વળતર મળે છે. આ વળતર વધારીને 2 લાખ રૂપિયા કરવામાં આવ્યું છે. ઘાયલ થવાની સ્થિતિમાં પહેલા 12,500 રૂપિયા વળતર હતું જે વધારીને 50 હજાર રૂપિયા કરવામાં આવ્યું છે. સરકારી ડેટા પ્રમાણે લગભગ 1.5 લાખ જેટલા લોકો ભારતમાં દર વર્ષે અકસ્માતમાં મૃત્યુ પામે છે. દેશમાં દર વર્ષે સરેરાશ 1.5 લાખ રોડ અકસ્માત નોંધાય છે.

(પ્રતિકારત્મક તસ્વીર)

સીટ બેલ્ટ : હાલ રૂ. 100નો દંડ, નવા એક્ટમાં દંડની રકમ રૂ. 1,000 કરવામાં આવી છે. હેલમેટ : હાલ રૂ. 100 દંડ, નવા નિયમ પ્રમાણે રૂ. 1000 દંડ ચુકવવો પડશે. રેસિંગ : હાલ રૂ. 500 દંડ છે, જ્યારે હવેથી રૂ. પાંચ હજાર દંડ ચુકવવો પડશે. વીમો : હાલ વીમા વગર વાહન ચલાવવા પર એક હજારનો દંડ થાય છે, નવા નિયમ પ્રમાણે રૂ. બે હજાર દંડ લાગશે. ઓવર સ્પીડ : હાલ રૂ. 400 દંડ છે, જ્યારે નવા કાયદા પ્રમાણે બેથી ચાર હજાર દંડની જોગવાઈ છે.

(પ્રતિકારત્મક તસ્વીર)

ખતરનાક ડ્રાઇવિંગ : હાલ એક હજાર અને નવા એક્ટમાં રૂ. પાંચ હજારના દંડની જોગવાઈ છે. ડ્રાઇવિંગ લાઇસન્સ વગર : હાલ રૂ. 500નો દંડ થાય છે, જ્યારે નવા નિયમ પ્રમાણે રૂ. 5 હજારનો દંડ લાગશે. ડ્રાઇવિંગ કરવા માટે અયોગ્ય જાહેર થયા પછી પણ વાહન ચલાવતા પકડાશો તો રૂ. 500નો દંડ લાગતો હતો હવે રૂ. 10 હજાર ચુકવવા પડશે. વાહનની અયોગ્ય બનાવટ : હાલ વાહનની અયોગ્ય બનાવટને કારણે દુર્ઘટના થાય તો કંપની પર દંડની કોઈ જોગવાઈ નથી. પરંતુ નવા એક્ટમાં આની જોગવાઈ કરવામાં આવી છે. જો સુરક્ષા માપદંડ પૂરા નથી થતાં તો ડીલર સામે એક લાખ અને નિર્માતા પર રૂ. 100 કરોડનો દંડ લાગી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *