વિજયભાઈના રાજીનામાંથી કુદરત પણ નારાજ,રૂપાણીજી નું રાજકોટ પણ પાણી પાણી

વિજય ભાઈના રાજીનામાંથી કુદરત પણ નારાજ હોય હોય એવો ઘાટ સર્જાયો છે,સૌરાષ્ટ્ર પર બારેમેઘ ખાંગા થયા હોય તેમ આજે શ્રીકાર વરસાદથી કાઠિયાવાડ તરબોળ બની ગયું છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ જામનગર જિલ્લામાં નોંધાયો છે. જેમાં બાણુગાર ગામમાં 22 ઇંચ વરસાદથી પરિસ્થિતિ કફોડી બની છે. રાજકોટને ધમરોળ્યુ તો જામનગરમાં આભ ફાટ્યું છે. તેમજ જૂનાગઢ જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા છે. સૌરઠમાં જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આથી લોકોની કફોડી સ્થિતિ જોવા મળી રહી છે.

Loading...

જામનગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડવાથી કેટલાય વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયા છે. તેમજ જામનગર તાલુકાના તમામ ડેમ ઓવરફલો થઇ ચુક્યાં છે. જામનગર જિલ્લામાં મેઘો મહેરબાન થયો છે, ત્યારે કાલાવડમાં 24 કલાકમાં ધોધમાર 10 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. તેમજ જામનગરમાં 3.25 ઈંચ, જામજોધપુરમાં 2.25 અને જોડિયામાં 2 ઈંચ વરસાદથી ચારે તરફ પાણી પાણી જોવા મળ્યું હતું. જામનગરના મોટીબાણુગારમાં આભ ફાટ્યુ હોય તેવી સ્થિતિ છે. ગામમાં અત્યારસુધીમાં 22 ઇંચ જેટલો વરસાદ નોંધાતા આખુ ગામ બેટમાં ફેરવાયું છે.

રાજકોટ શહેર અને જિલ્લામાં ગઈકાલ રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેમાં બપોર સુધીમાં 10.5 ઇંચ જેટલો વરસાદ રાજકોટમાં નોંધાયો છે. મેઘરાજાની ધમાકેદાર બેટિંગને પગલે જિલ્લાના 25 પૈકી 6 ડેમ થયા ઓવરફ્લો થયા છે, જ્યાં મોસમનો 45% વરસાદ વરસ્યો છે અને હજુ પણ અવિરત પણે વરસી રહ્યો છે. મેઘ સાથે મેઘાનાં મંડાણ મંડાતાં હાલ ધોરાજીમાં 7 ઇંચ અ

રાજકોટ શહેરમાં ગઇકાલ રાતથી જ મુશળધાર વરસાદ પડી રહ્યો છે જે બંધ થવાનું નામ જ લેતો નથી. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોની હાલત બહુ જ કફોડી બની છે. તેમજ લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ફાયર અને પોલીસ વિભાગે રેસ્ક્યૂ ઓપરેશ તેમજ સ્થળાંતરની કાર્યવાહી હાથ ધરી છે. કેવડાવાડી નજીક લલુડી વોકળી વિસ્તારમાં ફાયર વિભાગ અને પોલીસ દ્વારા દોરડા બાંધી 25 લોકોને સ્થળાંતર કરી સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા છે. આજી નદીના આસપાસના વિસ્તારોમાં પણ લોકોને એલર્ટ કરાયા છે. આજી નદી ગાંડીતૂર બનતા રામનાથ મહાદેવ મંદિરમાં પાણી ઘૂસી ગયા છે.

અમરેલી જિલ્લામા આજે વરસાદી માહોલ બરાબર જામી રહ્યો છે. મોડી રાતે અમરેલી જિલ્લાના કેટલાક તાલુકા મથક પર ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમા મોડી રાતે વડીયામા અઢી ઇંચ જેટલો વરસાદ ખાબકતા સુરવોડેમમાં 3 ફૂટ નવા નીરની આવક જોવા મળી હતી. વડીયાનાં દેવળકી, બરવાળા, મોરવાડા, અરજણસુખ, ખીજડિયા, ઢુંઢીયા પીપરિયા, કુંકાવાવ સહિત આસપાસના મોટાભાગનાં ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો. સ્થાનિક ચેકડેમ પણ છલકાય ઉઠ્યા છે. જેના કારણે ધરતી પુત્રો ખુશ અને રમણિક દૃશ્યો અદભૂત જોવા મળ્યા હતા. જ્યારે ધારી અમરેલી શહેરમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. દરિયાકાંઠે જાફરાબાદ શહેરમાં પણ વરસાદી ઝાપટા આજે વહેલી સવારે જોવા મળ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *