ન્યુઝીલેન્ડના ખેલાડીએ બાઉન્ડ્રી પર પકડ્યો શાનદાર કેચ,જોઈને હેરાન થયા સાથી ખેલાડીઓ,જુઓ વીડિયો

વેલિંગ્ટન બ્લેઝના ખેલાડી નાથન સ્મિથે શુક્રવારે (26 નવેમ્બર) ક્રાઇસ્ટચર્ચમાં કેન્ટરબરી મેજિશિયન્સ સામે રમાયેલી ન્યૂઝીલેન્ડની T-20 લીગ સુપર સ્મેશ 2021-22ની પ્રથમ મેચમાં આશ્ચર્યજનક કેચ પકડ્યો હતો.

Loading...

178 રનના ટાર્ગેટનો પીછો કરતા ચેડ બોવેસ્ક બ્રેસવેલ અને કેન મેકક્લેર કેન્ટરબરી માટે ઇનિંગ્સની શરૂઆત કરવા મેદાનમાં આવ્યા હતા. હેમિશ બેનેટ દ્વારા ઇનિંગની પ્રથમ ઓવરના ત્રીજા બોલ પર મેકક્લુરે મોટો શોટ રમ્યો હતો.

બોલ સિક્સર માટે બાઉન્ડ્રી ક્રોસ કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું, પરંતુ સ્મિથે વચ્ચે આવીને બોલને કેચ કર્યો હતો. તેનો પગ બાઉન્ડ્રીને સ્પર્શવાનો જ હતો, પરંતુ સ્મિથે બોલ બહાર ફેંક્યો અને જમીન પર કૂદીને કેચ પકડ્યો. મેકક્લુર પોતાનું ખાતું ખોલાવી શક્યો ન હતો. તેનો કેચ જોઈને તમામ સાથી ખેલાડીઓ દંગ રહી ગયા હતા.સ્મિથે બોલિંગમાં બે વિકેટ અને ફિલ્ડિંગમાં ત્રણ કેચ લીધા હતા.

પ્રથમ બેટિંગ કરતા વેલિંગ્ટને ફિન એલન (57)ની શાનદાર અડધી સદીની મદદથી 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 177 રન બનાવ્યા હતા. જવાબમાં કેન્ટરબરી 9 વિકેટે 150 રન જ બનાવી શકી હતી. કેન્ટરબરી તરફથી કેપ્ટન માઈકલ બ્રેસવેલે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.

જુઓ વીડિયો:-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *