બાળકની સારવાર ગયેલી માં નો 9 લોકોએ બળાત્કાર કર્યો,પછી ચાલતી રીક્ષા માંથી ફેંકી દીધી.

અગરતલા. ત્રિપુરાની રાજધાની. અહીં 32 વર્ષીય સ્મૃતિ (બદલાયેલ નામ) નું અપહરણ કરવામાં આવ્યું હતું. તે પછી, આરોપી ગેંગરેપ કરીને અને પછી તેને રસ્તા પર ફેંકી,ફરાર થઈ ગયા.બીજા દિવસે સ્મૃતિ બેભાન હાલતમાં મળી. આ પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ કેસની ફરિયાદ માટે તેના પતિ પોલીસ સ્ટેશન ગયા હતા. પરંતુ ત્રણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખવાની ના પાડી હતી.

Loading...

(આરોપીઓ)

તે પછી, પશ્ચિમ અગરતલા મહિલા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ ત્રિપુરા પોલીસે 9 માંથી 6 લોકોની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે એક ઓટો રિક્ષા ચાલકનું અપહરણ કરવામાં આવ્યું હતું. મામલો મંગળવાર એટલે કે 24 સપ્ટેમ્બરની રાતનો છે. 9 લોકોએ સ્મૃતિ પર ગેંગરેપ કર્યો હતો. અને ત્યારબાદ સવારે 11:30 વાગ્યે તેને રસ્તા પર ફેંકી દેવામાં આવી હતી.25 સપ્ટેમ્બર બુધવારે સ્મૃતિ શહેરથી ચાર કિલોમીટર દૂર મળી હતી. પોલીસે જણાવ્યું કે પીડિતાના પતિએ 9 લોકો વિરુદ્ધ ફરિયાદ કરી હતી. 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. કાર્યવાહી કરવામાં આવી રહી છે.

શું છે આખો કેસ?

સ્મૃતિ તેના બાળકની સારવાર માટે અગરતલાની હોસ્પિટલમાં ગઈ હતી. સાંજ હતી. તેણે એક રીક્ષા કરી. તેમાં બેઠી અને પછી તે રીક્ષા ખોટી દિશામાં જવા લાગી.થોડે દૂર ગયા પછી 8 વધુ લોકો ઓટોમાં બેઠા. સ્મૃતિએ મદદ માટે અવાજ કર્યો. રડવાનું શરૂ કર્યું તે તમામ 9 લોકોએ સ્મૃતિ પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ તેણે તેને શહેરથી 6 કિલોમીટર દૂર ફેંકી દીધી. પોલીસના જણાવ્યા મુજબ સ્મૃતિ શહેરથી 4 કિમી દૂર મળી હતી. હવે તેની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે.

આ કેસમાં ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબે ડીજીપીને તમામ આરોપીઓને વહેલી તકે ધરપકડ કરવા જણાવ્યું છે. તે જ સમયે, ત્રિપુરા મહિલા પંચે કહ્યું છે કે તેઓ પીડિતને મળ્યા છે. પીડિતાએ તમામ આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *