ગુજરાત

ગુજરાતના રાજકારણમાં ફરી ઉલટફેર,નીતિન પટેલ ફરી ત્રીજી વાર CM બનવાથી ચૂક્યા…,જુઓ

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 3 કરોડ અને 31 લાખ 88 હજાર ને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 26 હજાર ને પાર પહોંચી ગયો છે. તો આજે ગુજરાતના રાજકારણમાં ખળભળાટ જોવા મળ્યો છે.ત્યારે આજે ફરી એકવાર આવી જ ઘટના સામે આવી છે.હવે ગુજરાતને આજે મળ્યા નવા મુખ્યમંત્રી..

Loading...

ગુજરાતના મુખ્યમંત્રીનું નામ આખરે જાહેર કરી દેવાયુ છે. ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના નવા મુખ્યમંત્રી બન્યા છે. કમલમમાં ભાજપના ધારાસભ્યોની બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સીઆર પાટીલે અને નીતિન પટેલ રેસમાં હતા, જેમાં ભૂપેન્દ્ર પટેલના હાથમાં ગુજરાતનું સુકાન સોંપાયુ છે.

આજે ફરી એકવાર નીતિન પટેલ મુખ્યમંત્રી બનવાથી ચૂકી ગયા છે.2014માં જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી નીતિન પટેલનું નામ ચર્ચામાં આવ્યું હતું. તે વખતે તેમણે ખુદ મિડીયા સમક્ષ કહ્યું હતું કે હું મુખ્યમંત્રી બનવા તૈયાર છું. જો કે તે સમયે નરેન્દ્ર મોદીએ સિનિયર મંત્રી આનંદીબહેન પટેલનું નામ આગળ કરતાં ખુદ અમિત શાહે તેમના નામ સાથે સંમતિ દર્શાવતાં નીતિન પટેલનું પત્તુ કપાઇ ગયું હતું.

બીજી વખત જ્યારે આનંદીબહેન પટેલે રાજીનામું આપ્યું ત્યારે તેઓ ફરી ચિત્રમાં આવ્યા હતા. એ સમયે પણ તેમની નજીકના સૂત્રોએ કહ્યું હતું કે ગુજરાતના નવા મુખ્યમંત્રી નીતિન પટેલ છે અને અમે તેની તૈયારી કરી રહ્યાં છીએ. જો કે બીજી વખત અમિત શાહની પસંદ વિજય રૂપાણી રહ્યાં હતા પરંતુ નીતિન પટેલની નારાજગીના કારણે છેવટે તેમને નાયબ મુખ્યમંત્રીનું પદ આપવામાં આવ્યું હતું. જો કે એ સમયે નાણા જેવો મહત્વનો વિભાગ નહીં આપતાં તેમણે હોદ્દો સ્વિકાર્યો ન હતો.

CMની રેસ માટે કોણ કોણ હતું દાવેદાર?
રૂપાણીના રાજીનામા બાદ પાટીદાર નેતા અને કેન્દ્રીય મંત્ર મનસુખ માંડવિયા ગુજરાતના નવા સીએમ બને એવી વાતો વહેતી થઈ હતી. જોકે શનિવાર સાંજ સુધીમાં ભાજપે બાજી ફરેવી છે. વિશ્વાસપાત્ર વર્તુળોના જણાવ્યા મુજબ દીવ, દમણ અને દાદરા નગર હવેલીના એડમિનીસ્ટ્રેટર પ્રફુલ્લ પટેલ CMપદ માટે હુકમનો એક્કો બનશે તેવી પણ ચર્ચા ચાલી રહી હતી. જ્યારે નીતિન પટેલ અને ગોરધન ઝડફિયાનું નામ પણ આ લિસ્ટમાં ચર્ચા રહ્યું હતું. જોકે છેલ્લા ધારાસભ્યોની બેઠકમાં જ નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલનું નામ બહાર આવતા તમામ લોકો અચંબિત થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *