ગુજરાત

વાહ,આ યુવતી 10 હજારથી વધુ દીકરીઓની 1 કરોડ ફી ફરશે,આ સેવાકીય કામ માટે એક તો શેર બને જ..,જાણો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 2 કરોડ અને 89 લાખ અને 17 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 13 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે કોરોના કાળ દરમિયાન રાજ્યના અનેક એવા લોકો છે જે પોતાની દીકરીઓની ભણવાની ફી પણ ભરી શકતા નથી.ત્યારે સમાજ સેવી આ યુવતી એ 10 હજાર થી વધુ દીકરીઓની ફિ ભરવાની જવાબદારી લીધી છે.

Loading...

ત્યારે છેલ્લા 10 વર્ષથી મધ્યમ અને ગરીબ પરિવારની દિકરીઓની સ્કૂલ ફી ભરતી સામાજીક કાર્યકર નિશિતા રાજપૂતે નવા શૈક્ષણિક વર્ષમાં 1 કરોડ રૂપિયાની સહાય કરવાનો લક્ષ્યાંક રાખ્યો પાર કર્યો છે. 10 વર્ષ પહેલા બેટી બચાવો બેટી પઢાવો અભિયાન સાથે સ્કૂલ ફી ભરવાની કામગીરીનો આરંભ થયો હતો. 151 છોકરીઓની ફી ભરવાની યાત્રા સાથે શરૂ થયેલા અભિયાન માં આજે 34500 છોકરીઓની 3 કરોડ 80 લાખ રૂપિયા ફી ભરવામાં મદદ થઇ છે.

સામાજીક કાર્યકર નિશિતા રજપૂતે જણાવ્યું હતું કે ગત વર્ષે કોરોના મહામારીમાં 55 લાખ ફી ભરવામાં મદદ કરવામાં આવી હતી. કોરોના મહામારીમાં શહેરની સામાજીક કાર્યકર્તા નિશિતા રજપૂત મધ્યમ અને ગરીબ પરિવારની વિદ્યાર્થીનીઓની વ્હારે આવી છે. આ વર્ષે પણ 10 હજારથી વધુ દીકરીઓની 1 કરોડ જેટલી ફી ભરવાનો લક્ષ્યાંક છે. નિશિતાએ જણાવ્યું હતું કે દાતાઓ રૂ.1000નો એકાઉન્ટ પેઇ ચેક મેળવીને સ્કૂલમાં જમા કરાવું છું. જે દાતાઓ ચેક આપે છે તેમને વિદ્યાર્થીઓના ફોટો, રિઝલ્ટની ઝેરોક્ષ, તેના માતાપિતાની વિગત, ચેકની ઝેરોક્ષ સંપૂર્ણ માહિતી પહોંચતી કરવામાં આવે છે. જેથી દાતાને ખ્યાલ આવે કે તેઓ કઇ દિકરીને ભણાવે છેે.

હાલમાં ધોરણ 10 અને 12 ની વિદ્યાર્થીનીઓને નવા મોબાઇલ ફોન પણ અપાયા હતાં તથા વિદ્યાર્થીનીઓના બેન્કના ખાતામાં 5 હજારની ફીકસ ડિપોઝીટ પણ મૂકવામાં આવી હતી. તેમના દ્વારા વુમન એમ્પારમેન્ટ માટે બહેનોને રોજગારી પુર પાડવામાં આવે છે. ચાર વર્ષથી પાછલી ઉંમરે સાથી વિહોણું જીવન જીવતા એકલવાયા વૃધ્ધોને નિ:શુલ્ક ટિફિન સેવા પૂરી પાડે છે.

ઉલ્લેખનીય છે કે,વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ 152 કેસ નોધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 70,843 ઉપર પહોંચી ગયો છે. આજે વધુ 1 દર્દીના મોત કોરોનાથી વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 619 પર પહોંચ્યો છે. આજે વધુ 688 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 66,496 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 4265 એક્ટિવ કેસ પૈકી 123 દર્દી ઓક્સિજન ઉપર અને 83 દર્દી વેન્ટિલેટર પર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *