ગુજરાત

ગુજરાત માટે આગામી 4થી 5 દિવસ મહત્વના, ગઇકાલ પછી એકપણ નવો પોઝિટિવ કેસ નોંધાયો નથી : જયંતિ રવિ

ગુજરાતના આરોગ્ય સચિવ જયંતી રવિએ કોરોના વાયરસ અંગના લેટેસ્ટ અપડેટ આપતા જણાવ્યું કે, આજે કોરોના વાયરસમાં એક પણ પોઝિટિવ કેસ આપણે ત્યાં નથી આવ્યો.વડોદરામાં આજે સવારે 52 વર્ષના એક પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. તેઓએ શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો.તેમના પરિવારજનો જે પ્રવાસમાં શ્રીલંકા ગયા હતા. હાલ ગુજરાતમાં કોરોના વાયરસના 87 પોઝિટિવ કેસ છે. તો સાત દર્દીઓને રિકવર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

Loading...

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કોરોનાની અપડેટ વિગતો આપતા જણાવ્યું છેકે, ગુજરાત માટે રાહતના સમાચાર છેકે ગઇકાલ પછી એકપણ નવો પોઝિટિવ કેસ નોંધાયો નથી. જોકે આગામી 4થી પાંચ દિવસ ગુજરાત માટે મહત્વના છે. ગુજરાતમાં અત્યારસુધીમાં 1789 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 1693 નેગેટિવ આવ્યા છે. જ્યારે 87 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે અને 9 ટેસ્ટ પેન્ડિંગ છે. 87 પોઝિટિવ કેસમાં 2 દર્દી વેન્ટિલેટર પર છે, 71 દર્દી સ્ટેબલ છે. 7 દર્દી સાજા થયા છે અને 7 દર્દીના મૃત્યુ થયા છે.રાજ્યમાં અમદાવાદ હોટસ્પોટ જાહેર થયું છે. અમદાવાદમાં સૌથી વધારે 31 કેસ અને 03 મૃત્યુ નોંધાયા છે. ત્યારબાદ સુરતમાં 12 કેસ અને 1 મૃત્યુ, ગાંધીનગરમાં 11 કેસ, રાજકોટમાં 10 કેસ, વડોદરામાં 09 કેસ અને 1 મૃત્યુ, ભાવનગરમાં 6 કેસ અને 2 મૃત્યુ, પોરબંદરમાં 3 કેસ, ગીર સોમનાથમાં 2 કેસ જ્યારે કચ્છ, મહેસાણા અને પંચમહાલમાં 1-1 કેસ નોંધાયા છે.

વધુમાં તેઓએ જણાવ્યું કે, આવનાર ચાર-પાંચ દિવસ ખૂબ અઘરા છે, મુશ્કેલ ભર્યા છે. સોશિયલ ડિસ્ટન્સ બહુ જ જરૂરી છે. બીજે ક્યાંય પ્રવાસ કરીને આવ્યા હોય કે આંતર રાજ્ય પ્રવાસ કર્યો હોય આપવા આ પ્રકારનાં લક્ષણો છે તેઓએ તાત્કાલિક સંપર્ક કરવો જોઈએ. હાલ 17666 હોમ ક્વોરેન્ટાઈનમાં, સરકારી 904 કુલ 18000 થી વધુ કોરોટાઈનમા છે. કુલ ટેસ્ટ 1789 કરાયા છે. જેમાંથી 1693 નેગેટિવ આવ્યા છે.

ખેડૂતો અંગો મહત્વની જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છેકે, કોરોનાના કારણે રાજ્યમાં વેપાર ધંધા બંધ છે. રાજ્યના ખેડૂતો પાસે માલ છે પરંતુ તેઓ વેચી શકતા નથી કારણ કે, યાર્ડ પણ બંધ છે. તેવામાં 31 માર્ચ સુધીમાં ખેડૂતોએ લીધેલુ ધિરાણ પરત કરવાનું હોય છે. પરંતુ માલ વેચાતો ન હોવાથી ખેડૂત પાસે ધિરાણ પરત કરવામાં મુશ્કેલી થઇ શકે છે. જેને ધ્યાને લઇને ખેડૂતોનું ધિરાણ પરત કરવાની તારીખ 2 મહિના વધારવામાં આવી છે. આ બે મહિના દરમિયાન ધિરાણ પર 7 ટકા લેખે વ્યાજ સરકાર ચૂકવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *