Congress દેશ

હવે અમે બતાવીશું કે શિવસેના કઇ ચીજ છે – ઉદ્ધવ ઠાકરે, તો શરદ પવારે શું કહ્યું જાણો….

શક્તિ પ્રદર્શન માટેમુંબઈમાં કોંગ્રેસ, એનસીપી અને શિવસેના ધારાસભ્યો તેમજ દિગ્ગજ નેતાઓ હયાત હોટલમાં એકઠા થયા હતા. આ પ્રસંગે ધારાસભ્યોને સંબોધન કરતાઉદ્ધવ ઠાકરેએ હુંકાર કરતા કહ્યું કે અમે હવે બતાવીશું કે શિવસેના કઇ ચીજ છે. સત્યમેવ જયતે જરૂરી છે સત્તા માં જયની જરૂર નથી. અમે પાંચ વર્ષ માટે નહીં 50 વર્ષ માટે આવ્યા છીએ. એનસીપી તરફથી શરદ પવારે મોરચો સંભાળ્યો હતો.અજીત પવાર વિશે તેમણેકહ્યું કે તેઓ હવે કોઇ નિર્ણય નહીં લઇ શકે. તેમના વિરુદ્ધ કાર્યવાહી કરીશું. હવે જે નિર્ણય લેવાશે તે આ ત્રણેય પાર્ટી સાથે મળીને નક્કી કરશે. અમને આશા છે કે ગવર્નર અમારી વાત જરૂર માનશે. આ ગોવા , મણિપુર નથી મહારાષ્ટ્ર છે. અહીં આખી વાત અલગ હશે. કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત દરેક ધારાસભ્યોએ શપથ લીધા હતા. શપથમાં તેમણે કહ્યુંકે-હું(જે તે ધારાસભ્યનું નામ) શરદ પવાર , ઉદ્ધવ ઠાકરે અને સોનિયા ગાંધીના નેતૃત્વ હેઠળ પ્રતિજ્ઞા કરું છું કે હું મારી પાર્ટીને વફાદાર રહીશે અને કોઇ પણ લાલચમાં નહીં આવે. હું એવુ કંઇ નહીં કરુ જેનાથી ભાજપને ફાયદો થાય.

Loading...

શપથના અંતમાં છત્રપતિ શિવાજી મહારાજ અને બાબાસાહેબ આંબેડકરની જય ના નારા લાગ્યા હતા.એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાએ રાજભવનમાં 162 ધારાસભ્યોની યાદી આજે સોંપી દીધી છે. હવે તેઓ જનતા તેમજ સુપ્રીમ કોર્ટ સમક્ષ આ શક્તિ પ્રદર્શન કરી એ દર્શાવવા માગે છે કે તેમની પાસે બહુમત છે. ભાજપ તરફથી આશિષ સેલ્લારે પ્રતિક્રિયા આપતા કહ્યું કે જ્યારે તેમણે સોનિયા ગાંધીની આગેવાની સ્વીકારી લીધી તો તે બાલા સાહેબ ઠાકરેનું અપમાન છે.

વિજય તેંડુલકરનું એક બહુચર્ચિત નાટકનું શિર્ષક છે- ‘શાંતતા કોર્ટ ચાલૂ આહે’ એટલે કે શાંત રહો, અદાલતની કાર્યવાહી ચાલુ છે. મહારાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી જે ઘટનાક્રમ જારી છે તે આ પ્રકારનો છે. દેશની સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટ કરાવવાની માગણી પર મંગળવારે સવાર 10:30 વાગે ચુકાદો આપશે. આ અગાઉ રવિવાર-સોમવાર બન્ને દિવસ સુનવણી થઈ હતી. દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવારે શનિવાર સવારે સવારમાં ચુપચાપ શપથ ગ્રહણ કર્યા તેની સામે શિવસેના, NCP અને કોંગ્રેસે એક જૂટ થઈ શનિવાર રાત્રે સુપ્રીમ કોર્ટ સમક્ષ અરજી કરી હતી. બીજીબાજુ સંસદમાં પણ આ મુદ્દે ઉગ્રહ ચર્ચા થઈ હતી. દરમિયાન મહારાષ્ટ્રના રાજકીય નેતાઓનું મહાનાટક જારી છે. ધારાસભ્યોને હોટલોમાં ખસેડવામાં આવ્યા છે અને તેમની પરેડ કરવામાં આવી રહી છે. શિવસેનાના સંજય રાઉતે કહ્યું છે કે સાંજે 7 વાગે ગ્રાન્ડ હયાત હોટેલમાં તમામ 162 ધારાસભ્ય એક સાથે હશે, રાજ્યપાલ આવે અને જુએ. અમે સૌ એક છીએ અને સાથે છીએ. ધારાસભ્યોની પરેડ અગાઉ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બેઠક યોજી હતી, પરંતુ નાયબ મુખ્યમંત્રીની ખુરશી ખાલી જોવા મળતી હતી.

મહારાષ્ટ્ર ફ્લોર ટેસ્ટ અંગે સુપ્રીમ કોર્ટમાં સોમવારે સુનાવણી દરમિયાન જ શિવસેના, કોંગ્રેસ અને NCPએ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને 162 ધારાસભ્યોનો સમર્થન પત્ર સોંપ્યો હતો. જો કે, ત્રણ પક્ષોના પહેલા પણ સુપ્રીમ કોર્ટમાં 154 ધારાસભ્યોનું સોગંદનામું સોપ્યું હતું, જે તેમને પાછું લેવું પડ્યું હતું. આ સાથે જ NCP અધ્યક્ષ શરદ પવારે પાર્ટી લાઈનથી અલગ જઈને ડેપ્યુટી સીએમ પદના શપથ લેનારા તેમના ભત્રીજા સાથે પોતાનું નામ ફેરવી લીધું હતું. શરદ પવારે કહ્યું કે, અજીતની ભગાવત પાછળા મારી કોઈ પ્રકારની ભૂમિકા નથી.

દેવેન્દ્ર ફડણવીસે શનિવારે સવારે રાજ્યપાલ સામે સીએમ પદના શપથ લીધા હતા અને તેમની સાથે અજીતે ડેપ્યુટી સીએમના શપથ લીધા હતા. બીજા દિવસે અજીતે કહ્યું હતું કે, NCPમાં હતા અને રહેશે. સાથે જ એવું પણ કહ્યું હતું ભાજપ- NCP ગઠબંધન રાજ્યમાં સ્થિર સરકાર આપશે. જો કે, ત્યારે પણ શરદ પવારે કહ્યું હતું કે, એવું કોઈ ગઠબંધન NCP નહીં કરે.

શરદ પવારે કહ્યું કે, આ(અજીત પવારનું શપથ લેવું અને ભાજપને સમર્થન કરવું)પાર્ટીનો નિર્ણય ન હતો અને અમે તેને સમર્થન કરતા નથી. એ કહેવું ખોટું છે કે અજીત બળવાખોરી પાછળ મારો કોઈ હાથ છે. મારો તેની સાથે કોઈ સંપર્ક નથી થયો. તેને પાર્ટીમાંથી કાઢવો કે નહીં, તેનો નિર્ણય પાર્ટી સ્તરે લેવાશે. અને એ વાતને અંગે કોઈ પણ શંકા નથી કે મહારાષ્ટ્રમાં NCP, શિવસેના અને કોંગ્રેસ મળીને સરકાર બનાવશે.

NCP ધારાસભ્ય દૌલત દરોડા, નરહરિ જિરવાલ અને નીતિન પવાર મુંબઈ પાછા આવ્યા. આ તમામ ધારાસભ્ય શનિવારે અજીત પવારના શપથ ગ્રહણામાં સામેલ થયા હતા. જો કે, મુંબઈ પાછા આવ્યા પછી તમામ ધારાસભ્યોએ NCP અધ્યક્ષ શરદ પવારને સમર્થન કર્યું હતું.

કોંગ્રેસના બાલા સાહેબ થોરાટ, અશોક ચવ્હાણ, NCPના જયંત પાટિલ અને શિવસેના એકનાથ શિંદે સાથે સોમવારે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની ગેરહાજરીમાં રાજભવનમાં હાજર અધિકારીઓને ધારાસભ્યોના સમર્થન વાળો પત્ર સોંપ્યો. પાટિલે કહ્યું કે, આ યાદીમાં 162 ધારાસભ્યોના નામ અને હસ્તાક્ષર છે. અમે કોઈ પણ સમયે રાજ્યપાલ સમક્ષ તેની પરેડ કરાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *