ભારતની જીત પર ગાંગુલીએ કહ્યું-ટીમ ઈન્ડિયા અન્ય ટીમોથી સર્વશ્રેષ્ઠ,માઈકલ વૉન ના માન્યા,આવી રીતે આપી પ્રતિક્રિયા,જુઓ

ભારતે લંડનના ઓવલમાં ચોથી ટેસ્ટમાં ઇંગ્લેન્ડને 157 રનથી હરાવીને પાંચ ટેસ્ટની શ્રેણીમાં 2-1ની લીડ મેળવી લીધી છે. ભારતના રોહિત શર્માને મેન ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો હતો. ચાહકો અને ક્રિકેટરો 50 વર્ષ બાદ ઓવલમાં ભારતની જીત અંગે ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી રહ્યા છે, આવી સ્થિતિમાં ભારતના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીએ પણ ઐતિહાસિક જીત પર ટ્વિટ કરીને ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા છે. ગાંગુલીએ પોતાની ટ્વિટમાં લખ્યું કે, ‘મહાન પ્રદર્શન.. કૌશલ્યનો તફાવત, પરંતુ સૌથી મોટો તફાવત દબાણનો સામનો કરવાની તાકાત છે.. ભારતીય ક્રિકેટ ટીમ અન્ય કરતા ઘણી આગળ છે.’

Loading...

ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોન ગાંગુલીના આ ટ્વિટ પર ચોંકી ગયા છે અને ટ્વિટ દ્વારા આ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે. વોંગે ગાંગુલીના ટ્વિટ પર પ્રતિક્રિયા આપી છે. ગાંગુલીના ટ્વિટ પર ટિપ્પણી કરતા માઈકલ વોને લખ્યું, ‘માત્ર ટેસ્ટ ક્રિકેટમાં જ નહીં સફેદ બોલ ક્રિકેટમાં’.

ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને જીતવા માટે 368 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ઈંગ્લેન્ડની ટીમ છેલ્લા દિવસે 210 રનમાં આઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી ઈંગ્લેન્ડની બીજી ઈનિંગ દરમિયાન ઉમેશ યાદવે 3 વિકેટ અને જાડેજા-બુમરાહે 2-2 વિકેટ લીધી, શાર્દુલ ઠાકુરે પણ શાનદાર પ્રદર્શન કર્યું અને 2 વિકેટ લેવામાં સફળ રહ્યા. ડેવિડ માલન રન આઉટ થયા બાદ પેવેલિયન પરત ફર્યો હતો.

ભારત હવે ટેસ્ટ શ્રેણીમાં 2-1થી આગળ છે. શ્રેણીની છેલ્લી ટેસ્ટ મેચ 10 સપ્ટેમ્બરે માન્ચેસ્ટરમાં રમાશે. શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી, જ્યારે બીજી ટેસ્ટ મેચ ભારતે જીતી હતી.

ત્રીજી ટેસ્ટમાં ભારતનો પરાજય થયો હતો. હવે શ્રેણીનો નિર્ણાયક માન્ચેસ્ટરમાં યોજાશે. માન્ચેસ્ટર જેમ્સ એન્ડરસનનું હોમ ગ્રાઉન્ડ છે અને ત્યાંની પીચ ઝડપી બોલરોને મદદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *