ગાંધીનગર માં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ મંજીરા અને ઢોલક વગાડી ધૂન બોલાવી….

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાયેલી બિન સચિવાલય પરીક્ષી ગેરરીતિ મામલે પરીક્ષા રદ કરોની માંગ સાથે ઉમેદવારો આંદોલન કરી રહ્યા હતા. જેને કોંગ્રેસ દ્વારા બિન રાજકીય ટેકો જાહેર કરાયો છે. ત્યારે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ મંજૂરા અને ઢોલક વગાડીને ગઈકાલે ધૂન બોલાવીને આંદોલન કરનાર ઉમેદવારોને ટેકો આપ્યો હતો. દરમિયાન તેમની સાથે સામાજીક કાર્યકર્તા હસમુખ સક્સેના પણ જોડાયા હતા.

Loading...

ગઈ રાત્રે હસમુખ સક્સેના અને પરેશ ધનાણીએ તબલા અને મંજીરા લઈને “વૈષ્ણવજન તો તે ને રે કઈએ” ભજન અને અન્ય બીજા ભજનની રમઝટ મચાવી હતી. આવનારી પરીક્ષાઓની તૈયારી અને સમય તથા આર્થિક કારણોને લીધે સમય આપી ન શકતા ગુજરાતના બેરોજગાર યુવા ધનને નૈતિક ટેકો આપીને તેમનું મનોબળ ટકાવી રાખવા આખી રાત ઉજાગરો કરીને આંદોલનની ધૂણી ધખાવી રાખી છે.

કોંગ્રેસે દ્વારા સીટની રચના બાદ આંદોલનકારીઓએ આંદોલન ચાલુ રખાતા મોડી રાત્રે સત્તાવાર સમર્થન આપ્યું હતું. જેમાં પરેશ ધાનાણી અને અમિત ચાવડા જોડાયા હતા. ત્યારબાદ ક્રમશઃ આંદોલનમાં ઉમેદવારોની સંખ્યા ઘટતી જોવા મળી હતી. ત્યારે મેસેજ દ્વારા કહેવામાં આવ્યું છે કે, તેમનું આંદોલન ઠંડુ પડ્યું નથી. આજે જીપીએસસી વર્ગ 3ની પરીક્ષા હોવાથી સંખ્યા ઘટી છે. હક અને ન્યાય માટે લડતા રહીને પરીક્ષાની તૈયારી કરવી બહુ કઠિન છે. ત્યારે આંદોલન મંદ ન પડે તે માટે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને વાલી નેતા હસમુખ સક્સેનાએ મોરચો સંભાળ્યો છે. આવનારી પરીક્ષાઓની તૈયારી અને સમય તથા આર્થિક કારણોને લીધે સમય આપી ન શકતા ગુજરાતના બેરોજગાર યુવા ધનને નૈતિક ટેકો આપીને તેમનું મનોબળ ટકાવી રાખવા આખી રાત ઉજાગરો કરીને આંદોલનની ધૂણી ધખાવી રાખી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *