પાકિસ્તાનની મહિલા નેતા સાથે સંબંધિત અશ્લીલ વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ કરનારની ધરપકડ,જુઓ

પાકિસ્તાનમાં મહિલા ધારાસભ્યનો કથિત અશ્લીલ વીડિયો વાયરલ કરવા અને તેને ધમકી આપવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. મહિલા ધારાસભ્યનું નામ સાનિયા આશિક છે. આ ધરપકડ સાનિયાની ફરિયાદ બાદ કરવામાં આવી છે.

Loading...

પાકિસ્તાની ન્યૂઝ ચેનલ ARY અનુસાર, સાનિયા આશિક પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (PML-N)ની સભ્ય છે અને પંજાબ પ્રાંતના તક્ષશિલા વિધાનસભા મતવિસ્તારમાંથી ધારાસભ્ય છે. તાજેતરમાં એક અશ્લીલ વીડિયો વાયરલ થયો હતો. દાવો કરવામાં આવ્યો હતો કે આ વીડિયો સાનિયાનો જ છે. જે બાદ સાનિયાએ ખુદ પોલીસમાં ફરિયાદ કરી હતી.

સાનિયાએ 26 ઓક્ટોબરે ટિકટોક અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયેલા વીડિયો અંગે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એફઆઈએ)માં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ તપાસ સાયબર ક્રાઈમ વિંગને સોંપવામાં આવી હતી. તપાસ બાદ આગલા દિવસે (બુધવારે) વીડિયો વાયરલ કરવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. હાલ આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

સાનિયાએ પોતાના ટ્વીટમાં કહ્યું, “તેણે (અજાણ્યા) મારા વીડિયોને Tiktok પર વાયરલ કરવા ઉપરાંત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તસવીરો પોસ્ટ કરી છે. વીડિયોમાંની મહિલા મારા જેવી જ દેખાય છે.” તેણે આગળ કહ્યું, ‘સેંકડો ધમકીભર્યા કોલ, ટિકટોક પર અશ્લીલ ગીતો, ફેસબુક પર વાંધાજનક પોસ્ટ, મારાથી સંબંધિત રેન્ડમ ક્લિપ્સ મારી છબી ખરાબ કરવાનો પ્રયાસ છે.’

એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમએલ-એન ધારાસભ્ય સાનિયા આશિક પૂર્વ પીએમ નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝની ખૂબ નજીક છે. સાનિયા પીએમ ઈમરાન ખાનને અલગ-અલગ મુદ્દાઓ પર ઘેરી રહી છે. હાલમાં તે વીડિયો વિવાદ સાથે ચર્ચામાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *