પાકિસ્તાને બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ માટે ટીમની કરી જાહેરાત,ઇમામ-ઉલ-હકને મળી તક,જુઓ

પાકિસ્તાને ગુરુવારે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ માટે 12 ખેલાડીઓની જાહેરાત કરી છે. ટીમમાં પૂર્વ કેપ્ટન અઝહર અલી અને ઈમામ ઉલ હકનો સમાવેશ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે શુક્રવારથી અહીંના ઝહૂર અહેમદ ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. મોહમ્મદ રિઝવાન બાબર આઝમની આગેવાની હેઠળની ટીમનો ઉપ-કેપ્ટન હશે. પ્રીમિયર સ્પિનર યાસિર શાહની ગેરહાજરીમાં, શાહીન શાહ આફ્રિદી તેની ઝડપી બોલિંગનું નેતૃત્વ કરશે, જ્યારે શાજિદ ખાન અને નૌમાન અલી સ્પિન બોલિંગ વિભાગ સંભાળશે.

Loading...

ઇમામ-ઉલ-હકનું ઘરેલું સિઝન દરમિયાન શાનદાર પ્રદર્શન હતું, તેને 20 સભ્યોની ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, તેણે ટોચના સ્કોરર તરીકે 488 રન બનાવ્યા હતા. ગુરુવારે તેને પ્રથમ ટેસ્ટ માટે પાકિસ્તાન ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

અબ્દુલ્લા શફીક, આબિદ અલી, અઝહર અલી, ફહીમ અશરફ, ફવાદ આલમ અને હસન અલીનો પણ 12 સભ્યોની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાંથી 11 ખેલાડીઓ શુક્રવારે મેદાનમાં ઉતરશે. બીજી ટેસ્ટ 4 ડિસેમ્બરથી શેર-એ-બાંગ્લા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

પાકિસ્તાને બાંગ્લાદેશ સામે અત્યાર સુધીમાં 10 ટેસ્ટ રમી છે, જેમાંથી તેણે નવમાં જીત મેળવી છે. બાંગ્લાદેશે 2015માં ઘરઆંગણે એકમાત્ર મેચ ડ્રો કરી હતી જ્યારે તમીમ ઇકબાલે શાનદાર ઇનિંગ્સમાં તેની પ્રથમ બેવડી સદી ફટકારી હતી.

પાકિસ્તાનની ટીમઃ બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વાઈસ-કેપ્ટન અને વિકેટ-કીપર), અબ્દુલ્લા શફીક, આબિદ અલી, અઝહર અલી, ફહીમ અશરફ, ફવાદ આલમ, હસન અલી, ઇમામ-ઉલ-હક, નૌમાન અલી, સાજિદ ખાન અને શાહીન શાહ આફ્રિદી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *