Hardik Patel કાઠિયાડી સ્પેશિયલ ગુજરાત જાણવા જેવું

પટેલ સમાજ ને ઘોર નિરાશામાંથી બહાર લાવી તેના સામાજિક ઉત્થાન ની ખાસ જરૂર છે.જાણો વિગતે

હર્યોભર્યો સુખી-સંપન્ન અને તંદુરસ્ત વિચાર ધરાવતો પટેલ સમાજ શા કારણેને ઘોર નિરાશામાં પટકાયો એના કારણોની સમીક્ષા ની ખાસ જરૂર છે.હજુ શા કારણે પટેલ સમાજના બધા લોકો એમ સમજી શકતા નથી કે અનામત એ સમૃદ્ધ સમાજ માટેનું કોઈ ખાસ પરિબળ નથી,જો એવું જ હોત તો દલિત આદિવાસીઓની ખૂબ જ ઊંચી કક્ષાનૂ અનામત છેલ્લા સિત્તેર વર્ષથી અપાય છે.છતા તે બંને જાતિઓની હાલત આજે પણ દયનીય છે.

Loading...

કોઈ પણ સમાજ મદદ કે સરકારી લાભ થી ક્યારે પણ આગળ આવતો નથી એ ચોખ્ખું નોંધી રાખજો.સમાજ જ્યારે સામૂહિક જોરદાર પ્રગતિ કરે છે તો તેના કારણોમાં જોઇએ તો મુખ્યત્વે અતિશયમહેનત ,સંઘર્ષ અને શાંતિપ્રિયતા હોય છે.પટેલ સમાજે પોતાની સમરસતા , મિલનસાર સ્વભાવ , અતિશય સંઘર્ષ તેમજ હિંમત કરીને ગુજરાતની તમામ કોમોમાં શિક્ષણ, સામાજિકતા અને આર્થિક રીતે પણ મોખરાનું સ્થાન મેળવ્યું હતું.પટેલ સમાજ ની હાલની નિરાશાના મુખ્યત્વે કારણો જોઈએ તો..સમાજમાં દેખાદેખી એટલી હદે વધી ગઈ છે કે દર માણસ પોતાને અતિ સમૃદ્ધ માની લગ્ન તેમજ પહેરવેશ અને સુખ સગવડતા નો આગ્રહી બની ચૂક્યો છે.

સમાજ માં કામ પ્રત્યેની આળસે સમાજને ખૂબ જ નુકસાન કર્યું છે.ખેડૂત વર્ગમાંથી 95 ટકા પાટીદાર લોકો પોતાના હાથે કંઈ પણ કામ કરવા માંગતા નથી.અને પોતાની હેસિયત છે તેના કરતાં પોતાને વધારે ઊંચા સમજવા લાગ્યો છે.તમામ કામ મજૂરો દ્વારા કરાવીને અને તેમને ત્રીજા ભાગની પેદાશોનો હિસ્સો આપી પછી ,પૂરતા ભાવ નથી એવી કાગારોળ મચાવ્યેરાખે છે

યુવાનો માં સામાજિકતા ,સંસ્કૃતિ અને જ્ઞાનનો સદંતર અભાવ દેખાઇ રહ્યો છે.આગલી પેઢી એ ફક્ત કામ પર ધ્યાન આપ્યું હોવાથી નવી પેઢી બિલકુલ અભાન પાકરૂપે પેદા થઈ છે.સમાજમાં દીકરીઓની ખૂબ જ અછત હોય તે માનસિક રૂપે સમાજના 50 ટકા લોકોને વિચલિત અને માનસિક રીતે વિકૃત કરી મૂકયા છે.હિન્દુ સમાજને વેરવિખેર કરી તેમના મતોના બટવારા કરવા માટે ગુજરાત સહિત ચાર પાંચ રાજ્યમાં વધુ સંખ્યા ધરાવતો પાટીદાર સમાજ એ એક હાથ વગુ સાધન છે એવું રાજકીયપક્ષો એ નક્કી કર્યું

છેલ્લા ૩૦ વર્ષમાં પાટીદાર સમાજે જે ઐતિહાસિક પ્રગતિ કરી તેમાંથી શીખ લઈ પાટીદાર સમાજના તમામ યુવાનોએ હરપળ સંઘર્ષરત રહી,નવેસરથી મહેનતનો યુદ્ધ કરવાની જરૂર છે.પાટીદાર સમાજ નું રાજકીય અસ્તિત્વ ખતમ થઇ જશે એમાં બે મત નથી.અત્યાર સુધીની પાટીદાર સમાજની સમૃદ્ધિ ને તાકાત કોઈ ભીખ કે સહાયથી નહીં પરંતુ પોતાના બાવડાના બળની મહેનતથી આવી છે એ પાટીદાર સમાજના તમામ લોકોએ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે.
રમેશ પટેલ રાજકોટ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *