ગુજરાત

પેટ્રોલપંપ સંચાલકને ફોન કરી ખંડણી ખોરે માંગ્યા 10 લાખ રૂપિયા,કહ્યું:એસપી નિર્લિપ્ત રાયને કહેજે કે આખી જિંદગી…,જુઓ

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 2 કરોડ અને 91 લાખ અને 49 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 14 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે ગુજરાતમાં અનેક એવી ઘટનાઓ સામે આવે છે.ત્યારે આવી જ એક ઘટના અમરેલી માંથી સામે આવી છે.અમરેલી જિલ્લામાં પેટ્રોલ પંપના સંચાલક પાસે 10 લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરતા એક શખ્સની ઓડિયો ક્લિપ હાલ ચર્ચાનો વિષય બની છે.

Loading...

વાયરલ ઓડિયો ની વાત કરીએ તો, સાડા ત્રણ મિનિટની ઓડિયો ક્લિપમાં એક શખ્સ પોતાની ઓળક છત્રપાલ વાળા તરીકે આપી રહ્યો છે અને સામે પેટ્રોલ પંપના સંચાલક કે જે હિતેષભાઈ તરીકે પોતાની ઓળખ આપે છે તેની સાથે વાતચીત કરી રહ્યો છે. પેટ્રોલ પંપના સંચાલક અને અજાણ્યા શખ્સ વચ્ચે થયેલી વાતચીતના મુખ્ય અંશો પર નજર કરીએ તો.આ વાયરલ ઓડિયો ની અમે પુષ્ટિ કરતા નથી.

વાયરલ ઓડિયો ક્લિપમાં થયેલી વાતચીતના મુખ્ય અંશ નીચે મુજબ છે:-
છત્રપાલ વાળા- કોણ બોલે છે?,હિતેષભાઈ- હું હિતેષભાઈ બોલું છું.,છત્રપાલ વાળા- આપણે ગુરુદત્ત પેટ્રોલ પંપનો વહીવટ કોણ સંભાળે છે?,હિતેષભાઈ- કોણ બોલો છો તમે?,છત્રપાલ વાળા- છત્રપાલભાઈ વાળા,હિતેષભાઈ- બોલોને દાદા શું હતું?

છત્રપાલ વાળા- આ કોણ વહીવટ સંભાળે છે?, એમ કહું છું,હિતેષભાઈ- હું જ સંભાળુ છુ, બોલો,છત્રપાલ વાળા- શાંતિથી પેટ્રોલ પંપ ચલાવવો છે કે પછી માથાકૂટ કરવી છે ત્યાં,હિતેષભાઈ- કેમ, શું થયું?,છત્રપાળ વાળા- એસપી સાહેબ કેટલો ટાઈમ આખી જિંદગી રહેવાના છે?,છત્રપાલ વાળા- છત્રપાલભાઈ વાળા બોલો છું, ઓળખાણ પડી,અમરેલીનો કાઠી દરબાર બોલું છું, છત્રપાલ વાળા

છત્રપાલ વાળા- નારણ કાછડિયા છે ને સાંસદ…..અપશબ્દો બોલે છે,હિતેષભાઈ- બોલોને શું અમારી ફરિયાદ આવી,છત્રપાલ વાળા- પેટ્રોપ પંપ શાંતિ ચલાવવો છે, સિક્યુરિટી જોઈતી છે છોકરાવની, આપશે પોલીસ,હિતેષભાઈ-બોલોને ભૂલ અમારી શું થઈ?,છત્રપાલ વાળા-ભૂલ કંઈ નથી થઈ, પૈસા જોઈએ છે, 10 લાખ જોઈ છે.,હિતેષભાઈ-પૈસા તો મારે વડીલને પૂછવું પડે,છત્રપાળ વાળા-પૂછવું ના પડે, કોઈની સિક્યુરિટી છે પોલીસ આપશે?,હિતેષભાઈ- ના આપે

છત્રપાલ વાળા- અપશબ્દો બોલે છે,હિતેષભાઈ- હા પણ શેનું શું કરવાનું છે?,છત્રપાલ વાળા-પૈસા જોતા છે 10 લાખ રૂપિયા, એસપી નિર્લિપ્ત રાય પાસે જવું છે,હિતેષભાઈ- મારી પાસે હોવા જોઈએ ને પણ

છત્રપાલ વાળા-16 ગુના છે કેટલા ગુના છે 16, કદાચ એસપી નિર્લિપ્ત રાય પાસે 17મો ગુનો કરશું ને તો ધોકા જ મારશે અને બીજે દિવસે જામીન પર છુટી જઈશ. કંઈ મર્ડર તો કર્યું નથી. પછી છોકરાવની અને તમારી સિક્યુરિટી શું?,હિતેષભાઈ-બરોબર,છત્રપાલ વાળા- એટલે શું કરવાનુ છે?,હિતેષભાઈ- શેનું પણ શું કરવાનુ છે?

છત્રપાલ વાળા-પૈસા દેવાના છે 10 લાખ રૂપિયા કે પેટ્રોલ પર ફાયરીંગ કરાવું?,હિતેષભાઈ-કરાવોને તમ તમારે કંઈ નથી દેવાનું,છત્રપાલ વાળા-તું પોલીસ સાથે રાખજે, તારુ નામ શું?,હિતેષભાઈ-હિતેષભાઈ,છત્રપાલ વાળા- તું ફાયરીંગ વગર નહી માને,હિતેષભાઈ-કંઈ વાંધો નહીં

છત્રપાલ વાળા- એમને, હા તો 3 દિવસમાં બંદૂક ના ફોડુંને તો તું મને કહેજે,છત્રપાલ વાળા- આવા એસપીની અંદર જો ફોન કરતો હોય ને તો માનજે કે બાપ જ હોય.તારે નથી દેવાને , પાકુ, તારી સિક્યુરિટી રાખજે તારુ નામ શું?,હિતેભાઈ- હિતેષ ભાઈ,છત્રપાલ વાળા- પેટ્રોલ પંપ પરથી નીકળવામા ધ્યાન રાખજે, એસપી નિર્લિપ્ત રાયને કહેજે કે આખી જિંદગી તારો સાથ આપે.

ખંડણી માટે કરેલા ફોનમાં આ ગુંડો પોતાનું નામ છત્રપાલ વાળા જણાવી રહ્યો છે. અને પેટ્રોલપંપના સંચાલક હિતેશ ભાઈને બંદૂકની ગોળી મારવાની ધમકી આપી રહ્યો છે.ગુજ્જુ કાઠિયાવાડી ન્યૂઝ આ ઓડિયોની કોઈ પુષ્ટી કરતું નથી.

મહત્વનું છે કે, અમરેલી જિલ્લામાં પોલીસને રીતસરનો પડકાર ફેંકવામા આવતો હોય તેવી વાતચીતની આ ઓડિયો ક્લિપ મામલે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે હાલ વાઈરલ ઓ઼ડિયો ક્લિપ મામલે તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *