રાજકોટમાં હેડ કોન્સ્ટેબલ યુવતી સાથે મનાવતો હતો રંગરેલિયા..,લોકોએ કર્યું આવું,જુઓ
સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 3 કરોડ અને 33 લાખ 60 હજાર ને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 25 હજાર ને પાર પહોંચી ગયો છે.ત્યારે ગુજરાત રાજ્યમાં અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે.જે આપણ ને વિચારવા મજબૂર કરી દે છે.આવી જ એક ઘટના રાજકોટ જીલ્લામાં સામે આવી છે.
મળતી માહિતી મુજબ,રાજકોટ ગ્રામ્યનાં શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો અશ્વિન મકવાણા પોલીસ વાનમાં એક યુવતી સાથે રંગરેલિયા કરતો સ્થાનિક લોકોના હાથે રંગેહાથ ઝડપાયો હતો. સ્થાનિક લોકોએ અશ્વિન મકવાણાનો રંગરેલિયા કરતો વીડિયો મોબાઇલમાં ઉતારી લીધો હતો.પછી લોકોએ અશ્નિન મકવાણાનાં કપડાં કાઢીને મેથીપાક ચખાડી ગામમાં ફુલેકું ફેરવ્યું હતું.
હાલ પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.કોટડાસાંગાણી તાલુકાનાં શાપર-વેરાવળ ગામથી ઢોલરા રોડ ઉપર હેડ કોન્સ્ટેબલ ખરાબ હાલતમાં રંગરેલીયા કરતો હતો. આથી સ્થાનિક લોકોએ તેને રંગેહાથ ઝડપી લીધો હતો. બાદમાં લોકો આવું કરીને અને ફુલેકું ફેરવી રહ્યાં હતા ત્યારે પોલીસ સ્ટેશનના PI આવી ગયા હતા. PIએ સ્થાનિકો લોકોના મોબાઇલ લઇ લીધા હતા.
આથી લોકો ગુસ્સે થયા હતા. સ્થાનિક લોકો સાથે શાપર-વેરાવળ પોલીસે ગેરવર્તન કર્યું હતું.સ્થાનિક લોકોએ રંગરેલીયા કરતા હેડ કોન્સ્ટેબલને રંગેહાથ ઝડપ્યો ત્યારે તે પટ્ટો કાઢીને લોકોની તરફ ગયો હતો. આવી હાલતમાં અશ્વિન મકવાણાને બચાવવા સ્થાનિક પોલીસે પણ પ્રયાસ કર્યો હતો. જોકે ગ્રામજનોએ અશ્વિન મકવાણાની લીલા પોતાના મોબાઇલમાં રેકોર્ડ કરી લીધી હતી.
આ બનાવ અંગે રાજકોટ જિલ્લા પોલીસ વડા (SP)એ જણાવ્યું હતું કે, હાલ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઇ છે. આજે સાંજ સુધીમાં રિપોર્ટ તૈયાર થયે જ હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવા સુધીનાં પગલા ભરવામાં આવશે. પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવશે. હાલ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઇ છે.