વડાપ્રધાન મોદીએ આકાશમાંથી ચેન્નઈ ટેસ્ટની માણી મજા,શેર કર્યો ફોટો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ચેન્નઈની મુલાકાતે છે. ચેન્નાઈ પહોંચતા જ જ્યારે વડાપ્રધાનનું હેલિકોપ્ટર એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમની નજીકથી પસાર થયું ત્યારે તેમણે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચનો નજારો દૂરથી જોયો હતો. વડાપ્રધાને તેમના ટ્વિટર હેન્ડલ પર સ્ટેડિયમની એક તસવીર શેર કરી છે,જેમાં ખેલાડીઓ સફેદ કપડામાં દેખાઇ રહ્યા છે. એક ટ્વિટમાં વડાપ્રધાને લખ્યું છે કે તેમણે આ મનોરંજક મેચનું દ્રશ્ય આકાશમાંથી જોયું છે.

Loading...

મોદી રવિવારે તમિલનાડુની મુલાકાતે છે જ્યાં તેમણે રાજ્યને અનેક વિકાસ પ્રોજેક્ટ સોંપી દીધા છે.

મોદીએ તેના ટ્વિટર હેન્ડલ પર સ્ટેડિયમની એક તસવીર શેર કરતાં લખ્યું હતું કે, “ચેન્નઈથી આકાશમાં કોઈ રસપ્રદ મેચનું દ્રશ્ય જોઇ શકાય છે.” આનો અર્થ એ છે કે વડાપ્રધાન ને આ વાત ની જાણકારી છે કે બીજી ટેસ્ટ મેચ એક રસપ્રદ તબક્કે છે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે, જ્યાં બીજા દિવસે પ્રથમ દાવમાં 329 રન બનાવ્યા બાદ ટીમ ઈન્ડિયાએ મેચમાં પોતાની પકડ મજબૂત કરી હતી, વિરામ સુધી ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ્સમાં 106 રન આપીને આઠ વિકેટ પડી હતી.

જુઓ અહીંયા ક્લિક કરીને ફોટા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *