ભારતના મહાન વીર યોદ્ધા- પૃથ્વીરાજ ચૌહાણ વિશે વાંચો ઇતિયાસ

પૃથ્વીરાજચૌહાણ એક મહાન રાજપૂત રાજા હતાં. જેમણે ૧૨મી સદીમાં દિલ્હી અને અજમેર સામ્રાજ્ય પર શાસન કર્યું હતું. પૃથ્વીરાજ ચૌહાણ દિલ્હીની ગાદી પર શાસન કરનાર છેલ્લા સ્વતંત્ર હિન્દૂ રાજપૂત શાશક હતાં. રાય પીથોરાના નામથી જગ મશહૂર થયેલાં આ રાજાએ ચૌહાણ વંશમાં જન્મ લીધી હતો…પૃથ્વીરાજ ચૌહાણનો જન્મ ૧૧૪૯માં અજમેરમાં થયો હતો એમનાં પિતાનું નામ સોમેશ્વર ચૌહાણ અને માતાનું નામ કર્પૂરી દેવી હતું..
પૃથ્વીરાજ ચૌહાણ બાળપણથીજ બહુજ બહાદૂર અને યુદ્ધકલાના નિપૂણ હતાં .એમને નાનપણમાં જ શબ્દવેધીબાણ ચલાવવાનો અભ્યાસ કર્યો હતો. એ અવાજને આધારે બહુજ સચોટ અને સટીક બાણ ચલાવતાં હતાં. ૧૧૭૯માં એક યુધ્ધમાં એમનાં પિતાજીનું અવસાન થયું, ત્યારબાદ પૃથ્વીરાજ ચૌહાણને એમનાં ઉતરાધિકારી તરીકે નીમવામાં આવ્યાં. એમને બે રાજધાનીઓ દિલ્હી અને અજમેર પર શાસન કર્યું હતું. જે એમને એમનાં નાનાજી ચક્ર્પાલ અને તોમરવંશના રાજા અંગપાલ તૃતીયે એમને સોંપી હતી. રાજા હોવાને કારણે પોતાના સામ્રાજ્યનો વિસ્તાર જાળવવા માટે કંઈ કેટલાયે અભિયાન ચલાવ્યાં અને એક બહાદૂર યોદ્ધાના રૂપમાં એ ઉભર્યા અને એમની ખ્યાતિ ચારેકોર પ્રસરવા લાગી !!! એમનાં મહંમદ ઘોરીસાથેના યુધ્ધની વાત હનૌજના રાજા જયચંદની સુપુત્રી સંયુક્તા પાસે પહોંચી ગઈ જયચંદના સોનેરી દિવસોમાં એમનાં પ્રતિદ્વંદી રાજપૂત વંશને પોતેજ પોતાની જાતને જ દિલ્હીના રાજા ઘોષિત કરી દીધાં જયારે દિલ્હી પર પૃથ્વીરાજ ચૌહાણનું રાજ હતું અને જે પોતે એક નિડર અને બહાદુર વ્યક્તિ હતાં. સતત થતાં સૈન્ય દ્વારા આક્રમણ કરીને પૃથ્વીરાજે પોતાનું સામ્રાજ્ય રાજસ્થાનના સાંભર ગુજરાત અને પૂર્વીય પંજાબ સુધી ફેલાવી દીધું હતું પૃથ્વીરાજની વધતી જતી ખ્યાતિને જોઇને શક્તિશાળી શાસક જયચંદ પૃથ્વીરાજની ઈર્ષા કરતો હતો કહો કે ઝેરે બળતો હતો પૃથ્વીરાજની બહાદુરીના કિસ્સા દેશમાં દૂર દૂર સુધી ફેલાઈ ગયાં હતાં અને એ આમજનતામાં વાતચીતનું મુખ્ય કારણ બની ગયો હતો

Loading...

પૃથ્વીરાજ ચૌહાણ અને સંયુક્તાની પ્રેમ ગાથા

પૃથ્વીરાજની બહાદુરીના કિસ્સા જયારે જયચંદની પુત્રી સંયુક્તા પાસે પહોંચ્યા તો મનોમન એ એને પ્રેમ કરવાં લાગી અને એની સાથે અત્યંત ગુપ્તરીતે કાવ્યમય પત્રાચાર કરવાં લાગી !!! જયારે સંયુક્તાના અભિમાની પિતા જયચંદને આ વાતની ખબર પડી ત્યારે એને પોતાની પુત્રી અને પ્રેમી પૃથ્વીરાજ ચૌહાણને એક સબક શિખવાડવાનું નક્કી કર્યું જયચંદે પોતાની દીકરીનો સ્વયંવરનું આયોજન કર્યું. જેમાં હિન્દુ કન્યાને પોતાની રીતે મનપસંદ વર પસંદ કરવાની અનુમતિ આપવામાં આવતી હતી. એ કન્યાઓ જેના ગાળામાં વરમાળ નાંખતી તે તેનો પતિ બની જતી હતો. જયચંદે દરેક નાનાં મોટાં રાજકુમારોને આમંત્રણ આપ્યું હતું. પરંતુ એને જાણીજોઈને પૃથ્વીરાજ ચૌહાણને આમંત્રણ નહોતું આપ્યું. એટલું જ નહીં પૃથ્વીરાજની બેઈજ્જતી કરવાં એને દ્વારપાળને સ્થાને પૃથ્વીરાજની મૂર્તિ મૂકી દીધી પૃથ્વીરાજને જયચંદ ની આ ચાલની ખબર પડી ગઈ એણે અને એની પ્રેમિકા ને પામવા માટે એક ગુપ્ત યોજના બનાવી. સ્વયંવરના દિવસે સંયુક્તા સભામાં એકત્રિત થયેલાં દરેક રાજકુમારો આગળથી પસાર થતી ગઈ. એ બધાંને નજરઅંદાજ કરીને મુખ્યદ્વાર સુધી પહોંચી અને દ્વારપાલ બનેલાં પૃથ્વીરાજનાં ગાળામાં તે વરમાળા પહેરાવી દીધી. સભામાં એકત્રિત થયેલાં તમામે તમામ રાજકુમારો એના આ ફેંસલાથી આશ્ચર્યચકિત થઇ ગયાં કારણકે એણેએ બધાજ રાજકુમારોને લજ્જિત કરીને એક નિર્જીવ મૂર્તિને વરમાળા પહેરાવી હતી પરંતુ હજી જયચંદને એક વધારે ઝટકો લાગવાનો બાકી હતો. પૃથ્વીરાજ એ મૂર્તિની બરાબર પાછળ દ્વારપાળનાં વેશમાં ઉભો હતો, છુપાયેલો હતો એને ધીમે રહીને આસ્તેથી સંયુક્તાને ઉઠાવી અને પોતાનાં ઘોડા પર બેસાડીને વીજળીવેગે પોતાની રાજધાની દિલ્હી તરફ જતો રહ્યો. જયચંદ અને એની સેનાએ એનો પીછો કર્યો અને આનાં ગંભીર પરિણામ સવરૂપ એ બંને રાજ્યો વચ્ચે ૧૧૮૯ અને ૧૧૯૦માં ભીષણ યુદ્ધ થયું. જેમાં બંને સેનાઓને ભારી નુકશાન થયું

મહંમદ ઘોરીનું આક્રમણ અને પૃથ્વીરાજ ચૌહાણની ઉદારતા

તરાઇનું બીજું યુદ્ધ પૃથ્વીરાજ અને જયચંદની આપસી લડાઈનો ફાયદો ઉઠાવીને એક જિહાદી અફઘાની ઘુસપેઠીયા અને લુંટારો નરાધમ રાક્ષસ મહંમદ ઘોરીએ ભારતમાં પ્રવેશ કરી લીધો હતો અને પંજાબમાં ઘજનાવિદની સેનાને પરાજિત કરીને કરી લીધો હતો. મહમંદ ઘોરીએ હવે પૃથ્વીરાજના સામ્રાજ્ય સુધી પોયણા રાજ્યનો વિસ્તાર કરવાનો નિશ્ચય કરી લીધો હતો !!!! મહંમદ ઘોરીએ પૂર્વીય પંજાબના ભટીન્ડા ના કિલ્લાની ઘેરાબાંધી કરી લીધી હતી. જે સાચા અર્થમાં તો પૃથ્વીરાજ ચૌહાણનો સીમાંત પ્રાંત હતો હિંદુઓ હંમેશા યુદ્ધના નિયમોનું પાલન કરતાં હતાં. તેઓ હંમેશા નિયમાનુસાર જ યુદ્ધ કરતાં. સૂર્યોદય થાય ત્યાર પછી જ યુદ્ધનો પ્રારંભ કરતાં, સુર્યાસ્ત થતાંની સાથે જ જે તે દિવસના યુધ્ધના સમાપ્તિની ઘોષણા કરતાં.

પરંતુ બુઝદિલ મુસ્લિમ શાસકોએ સદૈવ રાત્રે જ આક્રમણ કરતાં હતાં, લાગે છે કે તેઓ મહાભારત વાંચીને જ આવ્યા હશે. આમેય ગાંધાર + ગઝની (કાબુલ} અફઘાનિસ્તાન જયારે હિંદુ રાજાઓ અને સૈનિકો પોતાનાં ઘાઓ પર મલમપટ્ટી લગાવતાં હોય ત્યારેજ છે ને બાકી બિલકુલ મહાભારત જેવું જ મહંમદ ઘોરીએ પણ રાતના જ આક્રમણ કર્યું. અને ઘોરીના મંત્રીઓએ જયચંદની મદદ માંગી પરંતુ જયચંદે એમને મદદ કરવાની તિરસ્કારપૂર્વક ના પાડી, આ ના પડવાનું કારણ એ હતું કે એ પોતે પૃથ્વીરાજને પોતાનાં હાથે હરાવવા માંગતો હતો આ હતું તેનું ના પડવાનું મુખ્ય કારણ પરતું આની પરવાહ કર્યાં વગર નિડર પૃથ્વીરાજે ભટીંડા તરફ પોતાની સેના રવાના કરી અને 1911માં પ્રાચીન શહેર થાનેશ્વર ની નજીક તરાઇ નામની જગ્યાએ એની સેનાનો સામનો શત્રુ સેના સાથે થયો જીદ્દી,ટેકીલા અને શુરવીર રાજપૂતોને કારણે આખરે પૃથ્વીરાજનો વિજય થયો અને મુસ્લિમ સેના મહંમદ ઘોરીને એકલો અટૂલો છોડીને રણમેદાનમાંથી ભાગી ગઈમહંમદ ઘોરીને બેડીઓમાં જકડીને પૃથ્વીરાજની રાજધાની પીથોરાગઢ લાવવામાં આવ્યો અને મહંમદ ઘોરીએ પૃથ્વીરાજ સમક્ષ દયાની ભીખ માંગી. મહંમદ ઘોરીએ ગોઠણભેર બેસીને પૃથ્વીરાજની તુલના અલ્લાહ સાથે કરી !!! ભારતના વૈદિક નિયમ અનુસાર પૃથ્વીરાજે મહંમદ ઘોરીને માફ કરી દીધો કારણકે તે એક પાડોશી રાજ્ય કે ભારતનો નહોતો તે તો એક વિદેશી ઘૂસપેઠીયો હતો. બહાદૂર રાજપૂત પૃથ્વીરાજે સન્માનપૂર્વક મહંમદ ઘોરીને છોડી મુક્યો


પૃથ્વીરાજ ચૌહાણની હાર અને કેદ

મહંમદ ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણની ઉદારતાને અવગણીને ૧૧૯૨માં ફરી પાછો રાતના હુમલો પૃથ્વીરાજ ચૌહાણ પર કરી દીધો. આ અગાઉ તે ૧૬ -૧૬ વખત પૃથ્વીરાજના હાથે પરાસ્ત થયો હતો, પણ તે સાલો ભાગી જતો હતો, પછી તે પકડાયો નહોતો !!!! મહંમદ ઘોરીએ ૧૭મી વખત પોતાની પહેલાની સેના કરતાં વધુ મજબુત અને વિશાળ સેના સાથે મધ્યાંતર પહેલાં રાજપૂત સેના પર આક્રમણ કરીને પૃથ્વીરાજને હરાવી દીધો અને આ વખતે પૃથ્બીરાજને બેડીમાં જકડીને એને બરોબર બાંધીને અફઘાનિસ્તાન લઇ જવામાં આવ્યો, જાણો છો જો જયચંદે આ અણીના સમયે પૃથ્વીરાજને મદદ કરી હોત તો કદાચ ઈતિહાસ આજે જુદો હોત જયચંદે મદદ ના કરી અને તેનાજ કેટલાંક સૈનિકો અને મંત્રીઓએ ઘોરીને મદદ કરી હતી કદાચ એમાં જયચંદની વેરલેવાની ભાવના સારી નહોતી એટલે આમ દેખીતી રીતે તે અલિપ્ત રહ્યો પણ અંદરખાનેથી તે પાછળથી ઘોરીની સાથે રહ્યો. આ વાત ઇતિહાસમાં નોંધાયેલી છે એટલે જયચંદને દેશ પ્રેમી જાહેર કરવા પાછળ કદાચ આ કટ્ટરવાદી હિન્દુઓનો જ હાથ હતો જયચંદનો પક્ષ લેનારે ઈતિહાસ વાંચી જઈને સાચી વાત સમજવા જેવી ખરી.

પૃથ્વીરાજની વ્યથા હજી ખતમ નહોતી થઈ, બેડી હોવાં છતાં તેણે ઘસડીને મહંમદ ઘોરીના દરબારમાં લાવવમાં આવ્યો અને એને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાનું કહ્યું. જ્યારે પૃથ્વીરાજને ઘસડતાં ઘસડતાં ઘોરી સમક્ષ લાવવામાં આવ્યો, તો પૃથ્વીરાજ ઘોરીની આંખમાં આંખ નાંખીને જોતો હતો. પૃથ્વીરાજનું આ કૃત્ય જોઇને હ્જોરી અપમાનિત થઇ ઉઠયો. અને એણે પૃથ્વીરાજને આંખો નીચે ઢાળી દેવા કહ્યું.પૃથ્વીરાજે એને કહ્યું કે આજે તું તો મારાં જ કારણે જીવતો રહ્યો છો અને સાંભાળ તું કોઈ પણ રાજપૂતની આંખો મૃત્યુબાદ જ નીચી ઢળેલી હોય છે પૃથ્વીરાજની આ વાત સંભાળીને ઘોરી બહુજ ગુસ્સે થઇ ગયો અને ઘોરીએ પૃથ્વીરાજની આંખોમાં ગરમ સળિયા ભોંકી દીધાં. પૃથ્વીરાજની આંખો ફોડી નાંખ્યા પછી એને ઘણી વખત ઘોરીની સમક્ષ ઉપસ્થિત કરવામાં આવ્યો અને ભારતીય સંસ્કૃતિ જુઠી છે એમ વારંવાર કહીને એને ગાળો આપી. આ સમયે પૃથ્વીરાજનું જીવનવૃતાંત લખનાર એનો ખાસમખાસ મિત્ર ચંદ બરદાઈ એની સાથે હતો અને એણે જ પૃથ્વીરાજના જીવન પર “પૃથ્વીરાજ રાસો“ એ નામની જીવન ગાથા લાખી હતી !!!!

ચંદ બરદાઈએ પૃથ્વીરાજને એની સાથે અન્યાયો અને અત્ચાચારોનો બદલો લેવાનું કહ્યું એ બંને ને એક દિવસ એ મોકો મળી જ ગયો. જ્યારે ઘોરીએ એક તીરંદાજીની એક સ્પર્ધા આયોજિત કરી ચંદ બારદાઈની સલાહ પ્રમાણે પૃથ્વીરાજે ઘોરીને આ સ્પર્ધામાં ભાગ લેવાની ઈચ્છા વ્યક્ત કરી. પૃથ્વીરાજની આ વાત સાંભળીને ઘોરીના દરબારીઓ ખડખડાટ હસ્યાં અને પૃથ્વીરાજની મજાક ઉડાવી કે આંધળો મનુષ્ય તીરંદાજીની આ સ્પર્ધમાં કેવી રીતે ભાગ લઇ શકે તો પૃથ્વીરાજે ઘોરીને કહ્યું કે ” કા તો તું મને મારી નાંખ અને કા તો તું મને સ્પર્ધમાં ભાગ લેવાંદે ચંદ બારદાઈએ પૃથ્વીરાજની તરફથી ઘોરીને કહ્યું કે એક રાજા હોવાનાં નાતે એ એક રાજાના જ આદેશનું પાલન કરી શકે મહંમદ ઘોરીના ઝમીરને ચોટ પહોંચી. એથી એને આખરે પૃથ્વીરાજને સ્પર્ધામાં ભાગ લેવાની અનુમતિ આપી જ દીધી બતાવ્યાં ગયેલાં દિવસે ઘોરી પોતાના સિંહાસન પર બેઠો હતો અને પૃથ્વીરાજને મેદાનમાં લાવવામાં આવ્યો.

પૃથ્વીરાજને એ સમયે પહેલીજ વાર બેડીમોમાંથી મુક્ત કરાયો હતો. ઘોરીએ પૃથ્વીરાજને બાણ ચલાવવા કહ્યું અને પૃથ્વીરાજે ઘોરીના અવાજની દિશામાં તીર ચલાવ્યું. જે ઘોરીની ગરદન પર વાગ્યું અને ઘોરી એજ ક્ષણે મૃત્યુ પામ્યો આ દ્રશ્યનું ચંદબારદાઈએ બહુજ સુંદર શબ્દોમાં એવુ વર્ણન કર્યું છે.ચાર વાંસ ચોવીસ ગજ, અંગુલ અષ્ટ પ્રમાણતા ઉપર સુલ્તાન છે, ન ચૂક ચૌહાણ.દસ કદમ આગળ, વીસ કદમ જમણી બાજુએ, બેઠો છે સુલતાન, હવે આ તક ના ચૂકો ચૌહાણ ચલાવી દો તમારું બાણ પૃથ્વીરાજના અચાનક હુમલાથી ઘોરી તો ત્યાંને ત્યાં માર્યો ગયો અને દિલ્હી પર સૌથી વધારે સમય સુધી રાજ કરનાર અંતિમ હિંદુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ સામે ચંદ બારોટે તેની કટાર ધરી.. અને બીજી પોતાના હાથમાં રાખી… તરત જ પૃથ્વીરાજ ચૌહાણ અને ચંદ બારોટે.. જેઓ એકબીજાના જીગરજાન મિત્રો હતા… એક બીજાને કટાર ભોંકી દીધી…અને છાતી સોંસરવી આર પાર કરી દીધી…જેથી મુગલોના હાથે પકડાવું ના પડે મુગલોએ પૃથ્વીરાજના શબને હિંદુ રીતિરીવાજ મુજબ એનું ક્રિયાકર્મ પણ ના કરવાં દીધું અને એના શબને ઘોરીની કબરની નજીક જ દફનાવી દીધો ગઝનીની પ્રજા એટલેકે ઘોરીના ચાહકોએ પૃથ્વીરાજની કબર પર થુંકવાની અને એને અપમાનિત કરવાની પરંપરા ના છોડી એ આજે પણ પ્રચલિત છે !!! અને આમ એક મહાન દેશભક્ત હિંદુ રાજા પૃથ્વીરાજનો અંત આવ્યો અને ત્યાર પછી લગભગ ૭૦૦ વર્ષ સુધી ભારત મુસ્લિમ શાસકોને આધીન રહ્યું. જ્યાં સુધી બ્રિટીશ સામ્રાજ્યનો પાયો ભારતમાં ના નંખાયો ત્યાં સુધી એનાં પછી કઈકેટલાંયે હિન્દુ રાજાઓ દિલ્હીને મુસ્લિમ શાસન માંથી મુક્ત કરાવવાનાં પ્રયત્નોમા લાગ્યાં રહ્યાં

જેમાં રાજા અનંગપાલ,રાણા કુંભા,રાજા મલદેવ રાઠોડ,વીર દુર્ગાદાસ રાઠોડ,રાણા સંગા,રાજા વિક્રમાદિત્ય,શ્રીમંત વિશ્વાસ રાય તથા રાજસ્થાનને મુસ્લિમ શાાસકોમાંથી મુક્ત કરાવવામાં મહારાણા પ્રતાપનું નામ મુખ્ય છે અને આ પ્રાંત ઔરંગઝેબના દાંત ખાટા કરવામાં છત્રપતિ શિવાજી મહારાજ અને ગુરુ ગોવિંદસિંહનો સિંહફાળો છે

જેમાં રાજા અનંગપાલ,રાણા કુંભા,રાજા મલદેવ રાઠોડ,વીર દુર્ગાદાસ રાઠોડ,રાણા સંગા,રાજા,વિક્રમાદિત્ય,શ્રીમંત વિશ્વાસ રાય
તથા રાજસ્થાનને મુસ્લિમ શાાસકોમાંથી મુક્ત કરાવવામાં મહારાણા પ્રતાપનું નામ મુખ્ય છે અને આ પ્રાંત ઔરંગઝેબના દાંત ખાટા કરવામાં છત્રપતિ શિવાજી મહારાજ અને ગુરુ ગોવિંદસિંહનો સિંહફાળો છે

પૃથ્વીરાજ ચૌહાણની અફઘાનિસ્તાનમાં કબર અને એની માટી ભારત લાવવી

પૃથ્વીરાજને અફઘાનિસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા કંદહારમાં અને એની કબરને ભારતમાં લાવવાં માટેની યાચિકા ઘણી વખત ભારત સરકારને કરવામાં આવી હતી.અફઘાનિસ્તાનમાં એક પરંપરા અનુસાર ઘોરીની કબર જોવાં આવતાં લોકો. એની કબરને જૂતાં મારતાં હતાં અને એનાં પર માથું કૂટતાં હતાં. આ જગ્યા જ એવી છેકે એના પર કુદીને જવાય છે એટલે એની કબર પર પગ પડે જ પડે આવુ કર્યા પછી જ લોકો ઘોરીની કબર જોવાં જતાં હોય છે તિહાર જેલમાં કેદ ફૂલનદેવીની હત્યા કરનાર શેરસિંહ રાણાને જયારે આ વાતની ખબર પડી તો એણે એશિયાની સૌથી ઉચ્ચતમ સુરક્ષાવાળી જેલમાંથી ભાગી જઈને ભારતનું સન્માન ભારત લાવવાં નીકળી પડયાં શેરસિંહ રાણા પોતાના માનીતાં રાજા પૃથ્વીરાજની કબર શોધવાં અફઘાનિસ્તાન ગયાં. પરંતુ એને કબરની જગ્યા વિષે કઈજ અનુમાન નહોતું એને તો માત્ર કબરને અપમાનિત થવાની જ વાત સાંભળી હતી. એ કંદહાર, કાબુલ, હેરત થઈને ગઝની પહોંચી ગયો.

જ્યાં એને આખરે મહંમદ ઘોરીની કબરનો પતો મળી ગયો. રાણાને સ્થાનીય લોકોએ પાકિસ્તાનનો બતાવીને ઘોરીની કબર પર જવાની અનુમતિ આપવમાં આવી. પોતાની ચાલબાજીથી એણે પૃથ્વીરાજની કબર ખોદીને માટી એકઠી કરી અને એને ભારત લઈને આવ્યા ૨૦૦૫માં રાણા ભારત આવ્યો અને એણે કુરિયરથી પૃથ્વીરાજ ચૌહાણની અસ્થિઓ ઇટાવા મોકલી અને સ્થાનીય નેતાઓની મદદથી આનો ઉત્સવ મનાવવામાં આવ્યો. રાણાની માં સાવતી દેવી એ ઉત્સવમાં મુખ્ય મહેમાન હતી એને પોતાના દીકરાને આ ભારતનું ગર્વ ભારત લાવવાં માટે આશીર્વાદ આપ્યાં. ભારત સરકારે થોડી આનાકાની કર્યાં બાદ અફઘાનિસ્તાનમાંથી ચૌહાણની કબર હટાવવાના આદેશ જારી કર્યાં અને અફઘાનિસ્તાનને આ મહાન સમ્રાટ ની બધીજ અસ્થિઓ ભારતને સન્માનપૂર્વક પાછી આપવમાં આવે એવી વાત કરી. અફ્ઘનીસ્તાને આખરે ભારતની વાત સ્વીકારી લીધી અને આમ ભારતમાં વૈદિક પૂજા સાથે મહાન હિંદુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં લગભગ 8૦૦ વર્ષ પછી….

જય હિંદ
લી..સેજપાલસિંહ ઝાલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *