ગુજરાત

બાહુબલી પોલીસ પૃથ્વીરાજસિંહ :42 લોકો માંથી મોટાભાગ ના નાના બાળકો હતા,જીવનાં જોખમે તમામને બચાવ્યા

મોરબીના ટંકારામાં શુક્રવાર અને શનિવાર દરમિયાન બપોરના સમયે છાપરી નજીક કલ્યાણપર રોડ પાસે વોકળો પસાર થઈ રહ્યો હતો. ત્યાં કેટલાક ફસાયા હોવાનો મેસેજ મળતા ટંકારા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી.આ વિસ્તારમાં કેડસમા પાણી ભરવાના કારણે નાના બાળકો સહિત 42 જેટલા લોકો ફસાયા હતા જેને બચાવવા કોશિશ હાથ ધરી હતી. નાના બાળકો પાણીમાંથી નીકળવા સક્ષમ ન હતા જેથી જીવનાં જોખમે તમામ પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજ સિંહ જાડેજા સહિતનાએ બાળકોને ખભે બેસાડ્યા હતા અને ત્યાંથી સલામતી ખસેડાયા હતા.કલ્યાણપુર ગામમાં બાળકોને ખભા પર બેસાડી રેસ્ક્યુ કરનાર ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પૃથ્વીરાજસિંહ જાડેજા સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટેલિફોનિક વાત કરી અભિનંદન આપ્યા હતા.

Loading...

વધુમાં કહ્યું હતું કે, અમે મોબાઈલ વાનમાં પેટ્રોલીંગમાં હતા. તે 2 વાગ્યાને આસપાસ અમને મેસેજ મળ્યો કે ઉપરવાસમાં પાણી ભરવાના કારણે કલ્યાણપર રોડ પર વોકળાની કાંઠે 42 લોકો ફસાયા હતા. જેમાં મોટાભાગના બાળકો હતા ગામ લોકો અગાઉથી તમામને બચાવી રહ્યા હતા અમને મેસેજ મળ્યા સાથે ઘટના સ્થળે અમે પહોચ્યા હતા. અમે જોયું તો વોકળા પાસે કમરસમાં પાણી હતાં. જેમાં મોટા માણસો તો પાણીમાંથી નીકળવા સક્ષમ હતા પણ નાના બાળકો નીકળી શકતા ન હતાં. જેથી હું અને અમારા જમાદાર ફિરોજખાન અને મહોબત ભાઈ બલોચ સહિતનાએ બાળકોને બચાવવાની પ્રાથમિકતા આપી તમામને ખભે બેસાડી વોકળો પાર કરાવ્યો હતો. પાણીમાંથી બહાર કાઢ્યાના અમુક સમયમાં જ ધસમસતું પાણી આવી ગયા હતું.

ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરના કારણે ચારે તરફ જળબંબાકાર છે તેવામાં ગુજરાતના પોલીસ કોન્સ્ટેબલે કરેલી કામગીરીની આખા દેશમાં ચર્ચા ચાલી રહી છે. સોશ્યલ મીડિયા પર આખા દેશમાંથી મોરબીના પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજાની વાહવાહ થઈ રહી છે.મોરબીના ટંકારામાં ગઈકાલે પડેલા ભારે વરસાદના પગલે ચારે તરફ પાણી પાણી થઈ ગયુ હતુ. ત્યારે કલ્યાણપુરના કસ્તૂરબા ગાંધી સ્કૂલમાં અભ્યાસ માટે ગયેલા સ્કૂલના બાળકો ફસાઈ ગયા હતા. સ્કૂલના સત્તાધીશોએ પોલીસ તંત્રની મદદ માંગી હતી.

બાળકોને રેસ્ક્ય કરવા માટે જે પોલીસ ટીમ પહોંચી હતી તેમાં કોન્સ્ટેબલ પૃથ્વીરાજ સિંહનો પણ સમાવેશ થતો હતો. સ્કૂલમાં 43 બાળકો ફસાયેલા હતા. એનડીઆરએફને પણ બોલાવવામાં આવ્યુ હતુ. જોકે, જ્યાં બોટ થકી પણ બાળકોને બહાર કાઢવાનુ મુશ્કેલ હતુ ત્યાં ગુજરાત પોલીસના આ જાંબાઝ કોન્સ્ટેબલે બે બાળકોને હનુમાનજીની જેમ પોતાના ખભા પર બેસાડી દીધા હતા. ચારે તરફ કમરસમા પાણી વચ્ચે દોઢ કિમી ચાલીને કોન્સ્ટેબલે બંને બાળકોને સલામત સ્થળે પહોંચાડ્યા હતા.

ગુજરાત પોલીસે આ વિડિયોને સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યા બાદ આખા દેશમાં તેની ચર્ચા છે. ગુજરાત પોલીસનો કોન્સ્ટેબલ આખા દેશ માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *