Cricket

રાહુલ તેવતિયા એ કરી ગજબ ની ફિલ્ડિંગ,પકડ્યો અનોખો કેચ અને કોહલીને કર્યો આઉટ..,જુઓ વીડિયો…

એબી ડી વિલિયર્સની ધમાકેદાર બેટિંગ થી આરસીબીએ રાજસ્થાનને 7 વિકેટથી હરાવ્યું હતું. ડી-વિલિયર્સને તેની 55 રનની શાનદાર ઇનિંગ્સ માટે મેન ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો હતો. મેચમાં ડી વિલિયર્સની તોફાની ઇનિંગ્સ ચર્ચાનો વિષય બની હતી, ત્યારે રાહુલ તેવતીયાની ફિલ્ડિંગએ દિલ જીતી લીધાં હતાં. તેવતીયાએ બાઉન્ડ્રી પર વિરાટ કોહલી ના અનોખા કેચથી તેની ઇનિંગ્સનો અંત કર્યો. એક સમયે એવું લાગતું હતું કે કોહલી સરળતાથી આ મેચને જીતી લેશે, પરંતુ કાર્તિક ત્યાગીની બોલમાં છગ્ગા ફટકારવાના પ્રયાસમાં તેણે તેવતિયાને કેચ આપી દીધો હતો. તેવતીયા બે પ્રયત્નોમાં કેચ લઈ વિરાટને પેવેલિયન ભેગો કરી દીધો હતો.

Loading...

હકીકતમાં, 14 મી ઓવરના પ્રથમ બોલ પર કોહલીએ હવામાં શોટ રમ્યો હતો જે સિક્સર માટે જઇ રહ્યો હતો, જ્યારે ઉંડા મિડવીકેટ પર ઉભા રહેલા તેવતિયાએ કૂદકો લગાવ્યો હતો અને તેને કેચ પકડ્યો હતો પરંતુ તેને ખ્યાલ આવ્યો હતો કે તે બાઉન્ડ્રી લાઇનની બહાર જશે. આવી સ્થિતિમાં, તેવતીયા એ બોલને હવામાં છોડી દીધો અને બાઉન્ડ્રી લાઇનની અંદર ગયો અને પછી પાછો અંદર આવ્યો અને બોલ પડતા પહેલા તેને પકડ્યો.

આ રીતે કોહલી તેની અડધી સદી પૂરી કરી શક્યો નહીં. જો કે, કોહલીના આઉટ થયા પછી, એબી ડી વિલિયર્સે તે મેચ પલટાવી દીધી હતી અને આરસીબીને ટૂર્નામેન્ટમાં છઠ્ઠી જીત અપાવતા માત્ર 22 બોલમાં 55 રન બનાવ્યા હતા.

મેચ બાદ એસીબીના કેપ્ટન કોહલીએ કહ્યું કે ડી વિલિયર્સ આઈપીએલમાં સૌથી પ્રભાવશાળી ક્રિકેટર છે. કોહલીએ એબી ડી વિલિયર્સને આઈપીએલ ખેલાડી તરીકે નામ આપ્યું છે જે હંમેશા મેચ વિજેતા રહે છે.

જુઓ વીડિયો:-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *