વરસાદ

આગામી 3 દિવસમાં ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદ પડશે, હવામાન વિભાગ ની આગાહી

હવામાન વિભાગ (India Meteorological Department) દ્વારા આગામી ત્રણ દિવસમાં દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે.આજે ગોવા, મધ્યપ્રદેશ, ગુજરાત અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. આગામી ત્રણ દિવસ માટે રાજસ્થાન, ઉતરાખંડ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

Loading...

6 સપ્ટેમ્બર: ગુજરાતમાં (Gujarat) અલગ-અલગ જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. પશ્ચિમ મધ્યપ્રદેશ (West Madhya Pradesh), ઉતરાખંડ (Uttarakhand), પૂર્વ રાજસ્થાન (Rajasthan), પૂર્વ મધ્યપ્રદેશ, વિદર્ભ, ઓડિસા, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, તેલગાંણામાં હળવાથી મધ્યમ વરસાદ પડશે.

7 સપ્ટેમ્બર: શનિવારે ગુજરાત, પૂર્વ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, આસામ, મેઘાલય, મધ્ય મહારાષ્ટ્ર અને કેરળમાં ભારે વરસાદ પડવાની શક્યતા.8 સપ્ટેમ્બર: પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ અને ઓડિસા, અંડામાન-નિકોબાર, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, આસામ અને મેઘાયલમાં ભારે વરસાદ પડવાની શક્યતા.

સાક્યોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાના કારણે ગુજરાતમાં પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. પાંચ દિવસમાં ગુજરાતના 27 જિલ્લામાં ભારે વરસાદ થશે. નવસારી, વલસાડ, દમણ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, સુરત, ડાંગ, તાપી, વડોદરા, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર, વડોદરા, પંચમહાલ, દાહોદ, રાજકોટ, જામનગર, મોરબી, ખેડા, મહિસાગર, કચ્છ, પરોબંદર, દ્વારકા, અમદાવાદ, આણંદ સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *