વરસાદ

ગુજરાતના આ વિસ્તારોમાં આગામી 3 દિવસમાં વરસાદ થશે,હવામાન વિભાગે કરી આગાહી,જાણો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 2 કરોડ અને 87 લાખ અને 14 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 11 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે ગુજરાતમાં હવે ચોમાસા નું વિધિવત રીતે આગમન થવા જઇ રહ્યું છે.ગુજરાતમાં પ્રી-મોનસૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના કેટલાય વિસ્તારોમાં છેલ્લા 4 દિવસથી વરસાદ પડી રહ્યો છે. એવામાં હવે વધુ આગામી 2-3 દિવસ સૌરાષ્ટ્ર તથા મધ્ય તથા દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

Loading...

હવામાન વિભાગની આગાહી મુજબ, ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ, ગીર સોમનાથ, આણંદ, ડાંગ, અમદાવાદ, ખેડા, પંચમહાલ, સુરેન્દ્રનગર, જુનાગઢ તથા પોરબંદર જિલ્લાઓમાં રવિવારથી મંગળવાર સુધી ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. એવામાં અમદાવાદ શહેરનું તાપમાન આગામી 3 દિવસો સુધી નીચે ગગડીને 38 ડિગ્રી જેટલું રહેવાની સંભાવના છે. જ્યારે ગઈકાલે શહેરનું સરેરાશ મહત્તમ તાપમાન 37.2 ડિગ્રી જેટલું નોંધાયું હતું.

નોંધનીય છે કે, ગઈકાલે જ રાજ્યના 23 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. બીજી બાજુ કેરળમાં ચોમાસાનું આગમાન થઈ ચૂક્યું છે અને ઝડપથી તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં શનિવારે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પહોંચ્યું હતું. આ કારણે બંને રાજ્યોના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ પડ્યો હતો. ભારતીય હવામાન વિભાગ (IMD)એ કહ્યું કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું અપેક્ષા મુજબ રહ્યું. તે મહારાષ્ટ્રના દરિયાકાંઠાના રત્નાગિરિ જિલ્લાના હરનાઈ બંદરે પહોંચ્યું હતું. તેના કારણે દક્ષિણ કર્ણાટક જિલ્લામાં પણ વરસાદ પડ્યો હતો. ચોમાસાની આગળ વધવા માટે હવામાન અનુકૂળ છે. તે મધ્ય અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં આગળ વધી શકે છે.

ચોમાસુ 3 જૂને દક્ષિણ-પશ્ચિમ વિસ્તારોની દિશામાંથી દેશમાં પ્રવેશી ચૂક્યું છે અને હવે તે આગળ વધી રહ્યું છે. ચોમાસું ધીરે ધીરે ભારતના ઉત્તર રાજ્યો તરફ પહોંચી રહ્યું છે. આવી સ્થિતિમાં ઉત્તર રાજ્યોમાં વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) અનુસાર રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ ના ઘણા ભાગોમાં રવિવાર (6 જૂન) ના રોજ ભારે પવન ઉપરાંત વરસાદ પડી શકે છે.

આઇએમડીએ માહિતી આપી હતી કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું મધ્ય અરબી સમુદ્ર ઉપર છે, કર્ણાટક, ગોવાના દરિયાકાંઠાના વિસ્તારો, મહારાષ્ટ્રના કેટલાક ભાગો, આંતરિક કર્ણાટક, તેલંગાણાના ભાગો, આંધ્રપ્રદેશ, તમિળનાડુના ભાગો, મધ્ય બંગાળની ખાડી અને બંગાળની ખાડી ઉત્તર-પૂર્વમાં પહોંચી છે. એવી પણ આગાહી કરવામાં આવી છે કે, આગામી દસ દિવસમાં ચોમાસુ ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને બિહારના કેટલાક ભાગોમાં પહોંચશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *