હવામાન વિભાગ ની આગાહી વચ્ચે રાજકોટ જીલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો,ગોંડલમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો,જુઓ વીડિયો…

ગુજરાતમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે.ત્યારે બીજીબાજુ રાજ્યમાં મેઘરાજા મન મુકીને આજે વરસી રહ્યા છે.આજે રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો.રાજ્યમાં આજે સાંજે 6 કલાક સુધીમાં 40 તાલુકાઓમાં વરસાદ થયો છે. રાકોટના ગોંડલમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ પડ્યો છે.વીરપુર અને ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ગોંડલમાં ધોધમાર દોઢ કલાકમાં 4 ઇંચવરસાદ પડ્યો હતો. ભારે વરસાદના પગલેગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પાણી ભરાય જતા દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા.જ્યારે રાજકોટ અનેઅમરેલી જિલ્લામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે આજે બપોર બાદ કાળા ડિબાંગ વાદળો વચ્ચે અમરેલી જિલ્લામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. જેથી ઉભા પાકને જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ ભાવનગરમાંએક મકાન પર વીજળી પડતા સ્લેબમાં ગાબડુ પડી ગયું હતું અનેઇલેક્ટ્રીક ઉપકરણો બળી ગયા હતાં.

Loading...

વરસાદનું જોર એટલું બધું હતું કે હાઇવે પર વાહનોને થંભી જવું પડ્યું હતું.ભારે પવનથી નીચાણવાળા વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાયા હતા નાના મોટા સૌ કોઈ લોકો ન્હાવાની મોજ માણવા નીકળી પડ્યા હતા.શહેરના રાજમાર્ગો પર રીતસર નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ગોંડલ શહેરમાં ધોધમાર વરસાદ વરસતા લોકો ખુશ ખુશાલ થઇ ગયા હતા. તેમજ પંથકમાં વાત કરીએ તો દેરડી, મોવિયા,વીંજીવડ, હડમતાળા GIDC તેમજ આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.ગાજવીજ તેમજ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ધોધમાર વરસાદને લીધે ખેડૂતોમાં હરખની હેલી પ્રસરી હતી.

યાત્રાધામ વીરપુરમાં ધોધમાર વરસ્યો હતો. સવારથી જ અસહ્ય બફારા બાદ બપોર પછી ધોધમાર વરસાદી ઝાપટું વરસી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. ધોધમાર વરસાદમાં બાળકોએ ન્હાવાની મોજ માણી હતી. મગફળીના વાવેલા પાક ઉપર સારા વરસાદી ઝાપટા વરસતા ખેડૂતો ખુશ થયા છે. ગોંડલ પંથકમાં પણ ધોધમાર 4ઈંચ વરસાદ વરસ્યો હતો. ગોંડલના દેરડી, વેકરીસહિતના આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. આ સાથે જ ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં પાણી ભરાય જતા દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા. આ સાથે જઉમવાળા રોડ અંડરબ્રીજ સ્વીમીંગ પુલ બની ગયો હતો. જેથી લોકોએ ન્હાવાની મજા માણી હતી.ગીરગઢડાના શાણાવાકીયામા વરસાદનું આગમન થતા ખેડુતો ખુશ થયા હતા.

જુઓ વીડિયો:-

છેલ્લા ઘણા દિવસોથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો ચડી આવતાં હતાં, પણ મેઘમહેર થતી નહોતી. ખેડૂતોએ વાવણી કાર્ય પણ પૂર્ણ કરી લીધું હતું અને મેઘરાજાની કાગડોળે રાહ જોઇ રહ્યાં હતાં. ત્યારે આજે બપોર બાદ અમરેલી જિલ્લામાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો અને ખેતરમાં ઉભી મોલાતને જીવનદાન મળ્યું હતું. જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. વરસાદ પડતાં શહેરની બજારોમાં પાણી વહેવા લાગ્યા હતા. આ સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ધારી, રાજુલા, હિંડોરણા, ખાખબાઈ અને મોટા આગરીયા સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો.ખાંભા પંથકમાં લાંબા વિરામ બાદ આજે વરસાદ શરૂ થયો છે. વાવણી બાદ વરસાદ નહીં વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા અને પાક નિષ્ફળ જવાનો ડર સતાવી રહ્યો હતો. ત્યારે આજે ધીમીધારે વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

જુઓ વીડિયો:-

(વીડિયો ક્રેડિટ: Connect Gujarat)

જુઓ વીડિયો:-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *