રાજકોટ જિલ્લાની નદીઓમાં પુર..,છાપરા ગામ નજીક i-20 કાર પાણીમાં તણાઇ..,જુઓ વીડિયો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 3 કરોડ અને 32 લાખ 31 હજાર ને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 25 હજાર ને પાર પહોંચી ગયો છે. તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ પડી રહ્યો છે.

Loading...

ત્યારે રાજકોટ જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ જેમાં શહેરના હાર્દ સમા રૈયા રોડ પર કાર અટવાઈ છે. તો મોરબી હાઇવે પર આવેલ કાગદળી ગામે સેન્ટ્રો કાર પાણીના ધસમસતા પ્રવાહમાં અટવાઈ છે. આ ઉપરાંત જિલ્લામાં નદીના પ્રચંડ પૂરમાં એક કાર અટવાઇ તો બીજી ગરકાવ થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે.

જેમાં ખીરસરા ગામ પાસે આવેલા છાપરા ગામ નજીક i 20 કાર પાણીના વહેણમાં ગરકાવ થઈ હોવાના દર્શયો સામે આવ્યા છે. ત્યારે હાલ કાર ગરકાવ થઈ રહી હોઈ તે પ્રકારનો લાઇવ વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. કારમાં કુલ ત્રણ લોકો સવાર હતા. જે પૈકી એક વ્યક્તિને કારમાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો છે. જ્યારે કારની અંદર રહેલા અન્ય બે વ્યક્તિઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. રાજકોટ મનપાના ફાયર વિભાગ દ્વારા હાલ શોધખોળ શરૂ કરવામાં આવી છે. i 20 કારમાં સવાર બે લોકો પૈકી પેલિકન ફેકટરીના માલિક અને તેમના પુત્ર હોવાના સમાચાર મળી રહ્યા છે.

હાલ અવિરત વરસાદને પગલે પડધરી તાલુકાના ખોડાપીપર ગામ પાસેનો ખોડાપીપર ડેમનો એક દરવાજો 2 ફુટ ખોલવામાં આવ્યો છે. ડેમના નિચાણના વિસ્તારમાં આવેલા પડધરી તાલુકાના ખોડાપીપર અને થોરીયાળી તથા મોરબી જિલ્લાના ટૈકારા તાલુકાના ખાખરા ગામોના નાગરિકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે. હાલમાં જળાશયની ભરપુર સપાટી 55.27 મીટર છે અને ડેમમાં 1023 ક્યુસેક પાણીની આવક છે.

જુઓ વીડિયો:-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *