Cricket

15 સેકન્ડના આ વીડિયોમાં જુઓ રાશિદ ખાનની ધમાલ,મેચમાં ફોર નો વરસાદ કરીને જીતી હારેલ મેચ,જુઓ વીડિયો

પાકિસ્તાન સુપર લીગ 2021 ની બાકીની મેચ અબુધાબીમાં રમાઈ રહી છે. 15 મી મેચ લાહોર કલંદર અને ઇસ્લામાબાદ યુનાઇટેડ વચ્ચે રમાઈ હતી. જ્યાં રાશિદ ખાનના ઓલરાઉન્ડ પ્રદર્શનને કારણે લાહોર કલંદરસે 5 વિકેટથી મેચ જીતી લીધી હતી. લાહોરને છેલ્લી ઓવરમાં 16 રનની જરૂર હતી. એવું લાગી રહ્યું હતું કે ઇસ્લામાબાદ આ મેચ સરળતાથી જીતી જશે. કારણ કે ટિમ ડેવિડ અને રાશિદ ખાન ક્રિઝ પર ઉભા હતા. છેલ્લી ઓવરમાં રાશિદ ખાને જલવો બતાવીને હારેલી મેચ જીતી લીધી હતી. તેની ઈનિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Loading...

લાહોરને જીતવા માટે 6 બોલમાં 16 રનની જરૂર હતી. તલત હુસેન છેલ્લી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો. રાશિદ ખાને ફરી ચોગ્ગા વરસાવ્યા. તેણે સતત ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે છેલ્લી ઓવરમાં એકલા હાથે 15 રન બનાવ્યા. બાકીના ખેલાડીઓ પણ તેની ઇનિંગ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. આ ઇનિંગ્સ માટે તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

ઇસ્લામાબાદ પ્રથમ બેટિંગ કરવા ઉતર્યો હતો. તેની શરૂઆત ખરાબ હતી. તેનો કોઇ બેટ્સમેન ટકી શક્યો ન હતો. ફહિમ અશરફે સૌથી વધુ 27 રન બનાવ્યા. તેને 143 રનથી સંતોષ માનવો પડ્યો. જેમ્સ ફોકનરે 3 વિકેટ લીધી હતી. તેમના સિવાય અહેમદ દાનિયાલ અને હરીસ રૌફે 2-2 વિકેટ ઝડપી હતી. શાહીન શાહ આફ્રિદી અને રાશિદ ખાને 1-1 વિકેટ લીધી હતી.

લાહોર માટે પણ બેટિંગ એટલી સરળ નહોતી. પરંતુ કેપ્ટન સોહેલ અખ્તરે 40 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. અંતમાં મેચ રોમાંચક બની ગઈ, પરંતુ રાશિદ ખાને પોતાનો જલવો બતાવ્યો અને મેચ જીતી લીધી. આ જીતની સાથે લાહોર કલંદર પોઇન્ટ ટેબલની ટોચ પર પહોંચી ગય છે.

જુઓ વીડિયો:-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *