રાશિફળ

આજે બુધવારે આ રાશિના લોકોને માન-સન્માનમાં વૃદ્ધિ થશે, જાણો તમારૂ રાશિફળ…

મેષ રાશિ:-
પોઝિટિવ- સંતાન તરફથી શુભ સમાચાર મળશે. મહિલા મિત્રોનો સહયોગ મળશે. માન-સન્માનમાં વૃદ્ધિ થશે. શૈક્ષિક કાર્યોમાં સફળતા મળશે. સામાન્ય રીતે શારીરિક માનસિક તાજગી સાથે આજથી બધા કાર્ય કરશો.
નેગેટિવ- આળસ વધારે રહેશે. માનસિક તણાવ પરેશાન કરી શકે છે. જમીન સાથે જોડાયેલાં મામલાઓમાં વ્યસ્ત રહેશો. તણાવ વધી શકે છે. ઓફિસમાં કામ વધારે રહેશે.

Loading...

વૃષભ રાશિ:-
પોઝિટિવ- વિદ્યાપ્રાપ્તિ માટે આજે અનુકૂળ દિવસ છે. સર્જનાત્મક શક્તિમાં વૃદ્ધિ થશે. સામાજિક રૂપથી માન-સન્માનમાં પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. ભાઈ-બંધુઓ સાથે સંબંધો સારા થશે. સંતાન તરફથી સુખદ સમાચાર મળશે.
નેગેટિવ- શારીરિક રૂપથી તમારામાં આળસ, થાક, અશક્તિ રહેવાના કારણે અસ્વસ્થતાનો અનુભવ કરશો. માનસિક રૂપથી પણ તમને ચિંતા પરેશાન કરશે. આજના દિવસે જીવનમાં એક નિયંત્રણ જરૂરી રહેશે.

મિથુન રાશિ:-
પોઝિટિવ- નોકરી અનેવ્યાવસાયિક સ્થળે વાતાવરણ અનુકૂળ રહેશે. પ્રતિસ્પર્ધિઓ ઉપર વિજય પ્રાપ્ત થશે. આર્થિક આયોજન પણ સારા થશે. શૈક્ષિક કાર્યોના સુખદ પરિણામ મળશે. આવકમાં વૃદ્ધિ થશે.
નેગેટિવ- પરિવારની સમસ્યાઓ વધશે. આળસમાં વૃદ્ધિ થશે. વ્યવહારિકતામાં ઘટાડો આવશે. કાર્યક્ષેત્રમાં પ્રતિકૂળ પરિસ્થિતિઓ આવી શકે છે. માનસિક તણાવ વધી શકે છે.

કર્ક રાશિ:-
પોઝિટિવ- પિતા સાથે સંબંધ પ્રેમપૂર્ણ રહેશે અને તેમનાથી લાભ પણ થશે. ઉચ્ચ અધિકારીઓ ઉપર તમારા કાર્યની પોઝિટિવ અસર થવાથી તમે પ્રસન્ન રહેશો. આવક વૃદ્ધિના સ્ત્રોતમાં વધારો થશે.
નેગેટિવ- રૂપિયાની લેવડ-દેવડ માટે સમય અનુકૂળ નથી. જરૂરી કોર્ટ-કચેરીના મામલે સાવધાની રાખો. સંતાનની સમસ્યા મુશ્કેલીમાં મુકી શકે છે. પારિવારિક સમસ્યાઓ પરેશાન કરી શકે છે.

સિંહ રાશિ:-
પોઝિટિવ- લાભના અવસર મળશે. તમારી માન-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. મિત્રો સાથે પાર્ટી અથવા પિકનિકમાં આજનો દિવસ ખૂબ જ સારી રીતે વિતશે. વસ્ત્રાભૂષણ, વાહન તથા ભોજનનું સુખ પ્રાપ્ત થશે.
નેગેટિવ- ધૈર્યશીલતામાં ઘટાડો આવી શકે છે. આવકમાં ઘટાડો તથા ખર્ચ વધી શકે છે. આજનો દિવસ શાંતિથી વ્યતીત કરો. પારિવારિક સભ્યો સાથે મનમુટાવ થઇ શકે છે.

કન્યા રાશિ:-
પોઝિટિવ- આજે તમે વાણી ઉપર સંયમ રાખો. ધનલાભના યોગ બની રહ્યા છે. નવું કાર્ય શરૂ કરી શકો છો. સંતાન પક્ષથી સારા સમાચાર મળી શકે છે. પારિવારિક જીવન સુખમય રહેશે. માનસિક શાંતિ અનુભવ થશે.
નેગેટિવ- મનમાં નેગેટિવ વિચાર હાવિ રહેશે. ઝગડો વિવાદ થવાની સંભાવના છે. આર્થિક તંગી રહેશે. ગુસ્સા ઉપર સંયમ રાખવો. મિત્રો પાછળ ધન ખર્ચ થઇ શકે છે.

તુલા રાશિ:-
પોઝિટિવ- આજે મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. ધાર્મિક કાર્યો પાછળ ધન ખર્ચ થઇ શકે છે. સામાજિક ક્ષેત્રમાં માન-સન્માન મળી શકે છે. માતાના સ્વાસ્થ્યમાં સુધાર થશે. મિત્રોનો સહયોગ પ્રાપ્ત થશે.
નેગેટિવ- સ્વભાવમાં ચીડિયાપણું આવી શકે છે. ગુસ્સા અને વાણી ઉપર સંયમ રાખો. વાદ-વિવાદ થઇ શકે છે. પિતાના સ્વાસ્થ્યને લઇને ચિંતા વધી શકે છે. આવક તથા ખર્ચામાં વૃદ્ધિ થઇ શકે છે.

વૃશ્ચિક રાશિ:-
પોઝિટિવ- આજે તમને સરકારી કાર્યોમાં સફળતા મળવાની સંભાવના છે. કાર્યક્ષેત્રમાં સફળતા મળવાના યોગ બની રહ્યા છે. સમાજમાં માન-પ્રતિષ્ઠા વધશે. નોકરી-વેપારમાં તમારા કાર્યોના વખાણ થશે.
નેગેટિવ- મન અશાંત રહેશે. ગુસ્સા ઉપર કાબૂ રાખો. વ્યવહારિકતામાં કમી આવશે. શારીરિકરૂપથી સ્ફૂર્તિનો અભાવ રહેવાથી થાક અને અશક્તિનો અનુભવ થશે.

ધન રાશિ:-
પોઝિટિવ- નોકરિયાત લોકોને લાભ થશે. પરિવારમાં ભાઈ-બહેનો સાથે આનંદપૂર્વક સમય વ્યતીત થશે. વિદેશ યાત્રા માટે અનુકૂળ સંયોગ છે. ઉન્નતિના અવસર મળી શકે છે. નોકરીમાં ઓફિસરોનો સહયોગ મળશે.
નેગેટિવ- નોકરીમાં ઉન્નતિ સાથે સ્થાન પરિવર્તનના યોગ બની રહ્યા છે. ઇષ્ટદેવનું સ્મરણ જરૂર કરો. આશા-નિરાશાનો મિશ્રિત ભાવ મનમાં રહેશે. આળસ અને તણાવ વધી શકે છે.

મકર રાશિ:-
પોઝિટિવ- આજે તમને માન-સન્માન મળશે. ઘરમાં મહેમાનોનું આગમન થઇ શકે છે. ઉત્તમ ભોજન અને વસ્ત્રાભૂષણ તથા વાહનની પ્રાપ્તિ થશે. ધાર્મિક યાત્રા પર જઇ શકો છો. આર્થિક લાભની સંભાવના રહેશે.
નેગેટિવ- મુશ્કેલ સ્થિતિમાં સંયમ રાખવો. ખોટાં વિવાદમાં પડવું નહીં. પરિવારજનો સાથે ક્લેશ ઉત્પન્ન થઇ શકે છે. એક્સિડેન્ટના યોગ બની રહ્યા છે. રૂપિયાની સ્થિતિમાં સુધાર આવી શકશે.

કુંભ રાશિ:-
પોઝિટિવ- વિદ્યાર્થીઓને મહેનતનું ફળ મળી શકે છે. આર્થિક આયોજન સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો. પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થઇ શકે છે. પ્રતિસ્પર્ધિઓ સામે સફળતા મળી શકે છે. નવા કાર્ય અને શુભ કાર્યો માટે અનુકૂળ દિવસ છે.
નેગેટિવ- માનહાનિ થવાની સંભાવના છે. ધનનું રોકાણ કરતાં પહેલાં એકવાર વિચાર કરી લેવો. મન ઉપર ચિંતાનો ભાર રહેશે. કાર્યક્ષેત્રમાં પરિશ્રમ વધારે રહેશે. આત્મવિશ્વાસમાં ઘટાડો આવશે.

મીન રાશિ:-
પોઝિટિવ- પરિવારનો સહયોગ મળશે. રૂપિયાની સ્થિતિમાં સુધાર લાવવાના અવસર મળી શકે છે. નોકરીમાં ઓફિસરોનો સહયોગ તો મળશે પરંતુ સ્થાન પરિવર્તનની સંભાવના બની રહેશે. મનમાં શાંતિ તથા પ્રસન્નતાનો ભાવ રહેશે.
નેગેટિવ- આર્થિક હાનિ થવાની સંભાવના છે. વાણી ઉપર સંયમ રાખવો. કાર્યમાં સફળતા મળી શકશે નહીં. વાદ-વિવાદથી બચવાનો પ્રયાસ કરો. કોઇ સાથે વાદ-વિવાદ અથવા મનમુટાવ થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *