રાશિફળ : સોમવાર નો દિવસ તમારા માટે કેવો રહેશે તે જાણો તમારી રાશિ દ્વારા

મેષ રાશિ :
પોઝિટિવ – આજે નોકરિયાતવર્ગને સારા સમાચાર મળી શકે છે. પગાર વધી શકે છે. મોટાભાગની બાબતમાં સફળતા મળશે. કામ પૂરા થશે. નવા કામની શરૂઆત થશે. સમસ્યામાં ઉકેલ મળશે. ઉત્સાહ અને આત્મવિશ્વાસથી કામ કરશો. લાભ થશે.
નેગેટિવ – તમારો સ્વભાવ વધારે પડતો આક્રમક બની જશે. અવરોધ વગર કામને પૂરું કરવાની કોશિશ કરો.

Loading...

વૃષભ રાશિ :
પોઝિટિવ – આજે નવી વાતો જાણવા મળશે. નોકરી-બિઝનેસમાં જૂની મહેનતનું આજે ફળ મળી શકે છે. ગૂંચવણો ઉકાલાઈ જશે. શાંત રહેવું. બીજા લોકોના વખાણ કરવા. જે આજે નથી મળ્યું તેનો અફસોસ ન કરવો. તમારી સામાજિક સ્થિતિ સુધરશે. કામને લઈને વ્યસ્ત રહેશો, જેનો તમને ફાયદો મળશે.
નેગેટિવ – પરિવાર અને ઓફિસમાં અમુક લોકો સાથે અણબનાબ થઈ શકે છે. મનમાં અસુરક્ષાની ભાવના રહેશે. શરીર સાથ આપશે નહીં. સ્થિતિ તમારી તરફેણમાં હશે નહીં. બીજા લોકો ઉપર વિશ્વાસ ન કરવો. દરેક બાબતમાં ટિપ્પણી કરવી નહીં.

મિથુન રાશિ :
પોઝિટિવ – આજે તમે વ્યવહારું રહેશો. જેટલા શાંત રહેશો, એટલી જ ઝડપથી સમસ્યાઓ ઉકાલાઈ જશે. તમારી વાતને યોગ્ય રીતે લોકો સમક્ષ રાખવાથી ફાયદો થશે.
નેગેટિવ – પરીવારમાં વિવાદ થઈ શકે છે. બીજાના કામમાં દખલ આપવાથી તમારી સમસ્યા વધી શકે છે. વાણી ઉપર સંયમ રાખવો. ખર્ચમાં વધારો થઈ શકે છે. ધારેલા કામ પૂરા થવામાં મુશ્કેલી આવશે. નજીકના વ્યક્તિ સાથે ગેરસમજ થઈ શકે છે. અધિકારી કે મોટા વ્યક્તિ સાથે વાત કરવામાં સાવધાની રાખવી. વિચાર્યા વગરનું બોલવાથી મુશ્કેલી વધી શકે છે.

કર્ક રાશિ :
પોઝિટિવ – ચિંતામાંથી છૂટકારો મળશે. ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું. મોજમસ્તીમાં દિવસ પસાર થશે. બિઝનેસમાં સમજૂતીથી વિવાદ ઉકેલાશે. સંતાન ઉપર ધ્યાન આપવું. જૂના મિત્રો અને સંબંધીની મદદ મળશે.
નેગેટિવ – સમય અને પૈસાનો વ્યય થશે. કોઈ બાબતને લઈને જીવનસાથી સાથે અસહમત રહેશો. સાવધાન રહેવું. કોઈ વાત વધારે બગડી શકે છે. સંબંધો બગડે નહીં તેનું ધ્યાન રાખવું. કામ પૂરું થવામાં મુશ્કેલી આવશે. મોટા વિવાદમાં ન પડવું.

સિંહ રાશિ :
પોઝિટિવ – ધનલાભ થઈ શકે છે. મન દઈને મહેનત કરો તેનું ફળ મળશે. પરીવારના કામ પૂરા થશે. દિવસ સારો રહેશે. અટવાયેલા કામને પૂરા કરવામાં મિત્રનો સાથ મળશે.
નેગેટિવ – સમજી વિચારીને બોલવું. મુશ્કેલ સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. સ્વાસ્થ્યને લઈને પણ સાવધાની રાખવી. ખાવા-પીવાની ખરાબ આદત ઉપર નિયંત્રણ રાખવું.

કન્યા રાશિ :
પોઝિટિવ – તમે નવા કામનું પ્લાનિંગ કરી શકશો. ધીરજ અને શાંતિથી કામ કરવું. સાથે કામ કરનાર લોકોની સારી સલાહ મળશે. જેમના સહકારથી તમે નોકરી અને બિઝનેસમાં આગળ વધી શકશો. આજે તમે ભૂલો વિશે પણ વિચારશો. જૂના કામ સાથે જોડાયેલી વાત તમારા મનમાં રહેશે.
નેગેટિવ – યાત્રામાં સાવધાની રાખવી. ધનહાનિ થઈ શકે છે. કોઈને પૈસા ઉધાર ન આપવા. તમારા પૈસા અટવાઈ શકે છે. બીજાના કામમાં દખલ ન દેવી.

તુલા રાશિ :
પોઝિટિવ – નોકરીમાં તમારા પ્રયોસો સફળ થશે. તમે મહત્વનો નિર્ણય પણ લઈ શકશો. નોકરી અને બિઝનેસમાં મહત્વના કામનું પ્લાનિંગ કરી શકશો. મનમાં ઘણી વાત ચાલી રહી છે. દિવસ સરળતાથી પસાર થઈ જશે.
નેગેટિવ – પૈસાની ચિંતા રહેશે. ફાલતુ ખર્ચ કરવાથી બચવું. રોજિંદા કામમાં અવરોધ આવશે. ઓફિસમાં સ્થિતિ બગડી પણ શકે છે. વિવાદ ઉકેલવા તમારે પ્રયાસ કરવા પડશે. વાહન ચલાવવામાં સાવધાની રાખવી. સંતાનની ચિંતા રહેશે.

વૃશ્ચિક રાશિ :
પોઝિટિવ – જરૂરી કામ સમયસર પૂરું થઈ જશે. ફાયદો થશે. ધનલાભનો યોગ છે. તમારી વાતને રાખવાની તક મળશે. અચાનક નિર્ણય લેવો પડશે. કોઈ સારા સમાચાર મળી શકે છે. કામમાં મિત્રની મદદ મળશે. મિત્રની સલાહ તમને ઉપયોગી સાબિત થશે.
નેગેટિવ – કામનું ભારણ રહેશે. જૂનું કરજ ચૂકવવા માટે ભાગદોડ કરવી પડશે. તણાવ રહેશે.

ધન રાશિ :
પોઝિટિવ – આજે મદદ કરશે તેવા વ્યક્તિ સાથે મુલાકાત થશે. બધા લોકો પ્રત્યે સમાન વ્યવહાર કરવો. બિઝનેસમાં જવાબદારી વધી શકે છે. વાત કરતા પહેલા સંભાળવું. સંબંધોના કારણે કરિયરમાં પ્રગતિ થશે.
નેગેટિવ – તમારી લાપરવાહીના કારણે સારી તક હાથમાંથી નિકળી જશે. બીજાની વાતોમાં ફસાવું નહીં. બીજાના કામમાં વ્યસ્ત રહેશો. બિનજરૂરી યાત્રા પણ થઈ શકે છે. કોઈ તમને ઉશ્કેરવાની કોશિશ કરશે. સાવધાન રહેવું.

મકર રાશિ :
પોઝિટિવ – ધીરજ અને શાંતિથી કામ કરવું. ભાગ્યના સાથથી અટવાયેલા કામ પૂરા થશે. પ્રોપર્ટી સાથે જોડાયેલા કામ આજે પૂરા થશે. ધનલાભનો યોગ છે. પરિસ્થિતિને સંભાળવાની કોશિશ કરો. મિત્રો સાથે વધારે સમય પસાર કરશો. જીવનસાથી સાથે મનની વાત શેર કરવી. તણાવ ઓછો થશે. જૂના કાનૂની કેસ આજે ઉકેલાઈ જશે.
નેગેટિવ – કાર્યક્ષેત્રમાં કોઈ વાતને લઈને વધારે પરેશાન રહેશો. તમારો સ્વભાવ જરૂર કરતાં વધારે કડક થઈ જશે. કોઈ વાતને લઈને નિરાશ પણ થશો. થાક લાગશે.

કુંભ રાશિ :
પોઝિટિવ – મનોરંજનની વસ્તુ ખરીદવાનું વિચારી શકો છો. જે મનમાં છે તે કામ કરશો. થાક દૂર થશે. સંપત્તિન સાથે જોડાયેલા કામનું પ્લાનિંગ થશે.
નેગેટિવ – બિનજરૂરી વિવાદથી દૂર રહેવું. કરજ ન લેવું. પૈસા અને મહત્વના દસ્તાવેજો સંભાળીને રાખવા. સંતાનના કામને લઈને પરેશાન રહેશો. પૈસાને લઈને કોઈની સાથે વિવાદ ન કરવો. આજે રોકાણ પણ કરવું નહીં.

મીન રાશિ :
પોઝિટિવ – નોકરીમાં વધારાની જવાબદારી મળી શકે છે. જેનાથી તમને લાભ થશે. ઓફિસમાં વ્યસ્ત રહેશો. નવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. પોતાની જાત માટે સમય કાઢી શકશો. પૈસા સાથે જોડાયેલી બાબતો ઉકાલાઈ જશે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે. જૂની યોજનામાં ફાયદો થશે.
નેગેટિવ – ખર્ચમાં વધારો થશે. કામને ટાળશો. વાહનથી સાવધાન રહેવું. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ઉત્સાહમાં આવીને કામ કરવાથી નુકસાન થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *