રાશિફળ

આ રાશિના લોકોના અટકાયેલાં કાર્યો પૂર્ણ થશે, જાણો તમારું રાશિફળ…

મેષ રાશિ:-
પોઝિટિવ – વિદ્યાર્થી વર્ગને શિક્ષા પ્રાપ્તિની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે. જો તમે પરીક્ષા માટે કોઇ પ્રકારની તૈયારી અથવા કોઇ કોર્સ કરો છો તો તમને લાભ પ્રાપ્ત થઇ શકે છે. સંતાન પક્ષ તથા સાસરિયા પક્ષને લઇને સ્થિતિઓ અનુકૂળ રહેશે.
નેગેટિવ – તમારે તમારા કાર્યક્ષેત્રમાં સાવધાન રહેવાની જરૂર છે. તમારી વિરૂદ્ધ કોઇ ષડયંત્ર રચી શકે છે અથવા તમારી ઉપર કોઇ ખોટા આરોપ લાગી શકે છે. તમારી અથવા તમારા જીવનસાથીની વચ્ચે કોઇ અજાણ વ્યક્તિ મનમુટાવનું કારણ બની શકે છે.

Loading...

વૃષભ રાશિ:-
પોઝિટિવ – આ સમયે તમને વિદેશથી શુભ સમાચાર મળશે. દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થઇ શકે છે. તમે તમારા વિરોધીઓ ઉપર ભારે પડી શકો છો અને તે તમારી સામે આવાની હિંમત કરી શકશે નહીં. સન્માન પ્રાપ્ત થશે. શારીરિક અને માનસિક રીતે તમે સારું અનુભવ કરશો.
નેગેટિવ – બાળકોની સાથે વિવાદ માનસિક દબાવનું કારણ બની શકે છે. તમારે તમારી જાતને એક સીમાથી વધારે તણાવમાં નાખશો નહીં. કેમ કે, થોડી બાબતો ત્યારે જ યોગ્ય રહે છે જ્યારે તેમાં દખલ આપવામાં આવે નહીં.

મિથુન રાશિ:-
પોઝિટિવ – સમય જેમ-જેમ આગળ વધશે તમારી સ્થિતિ વધારે સારી થતી જશે. સારો ધનલાભ થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. પારિવારિક જીવન આ સમયે સારું રહેશે અને કાર્યક્ષેત્રને લઇને પણ સ્થિતિઓ તમારા પક્ષમાં જ જોવા મળી રહી છે. તમારા અટકાયેલાં કાર્યો પૂર્ણ થઇ જવાથી આર્થિક સ્થિતિ સારી થશે.
નેગેટિવ – જે લોકો સાથે તમે રહો છો તેમની માટે તમે ગમે તેટલું કરશો પરંતુ તેઓ તમારાથી ખુશ રહેશે નહીં. આ રાશિના થોડાં જાતકોએ લાંબી યાત્રા પર જવાનું થઇ શકે છે. આ યાત્રા ખૂબ જ દોડભાગવાળી રહી શકે છે. વિદ્યાર્થીઓ માટે સમય ચુનોતીભર્યો રહી શકે છે. તેમના અભ્યાસમાં બાધા આવી શકે છે.

સિંહ રાશિ:-
પોઝિટિવ – તમારું મન આજે ઊંડાણભરી વાતોને જાણવામાં વધારે રસ બતાવશે. તમારા દ્વારા કરેલાં કાર્યોથી સારી સફળતા પ્રાપ્ત થવાની સંભાવના છે. કોઇ પ્રકારનો કોર્ટનો મામલો હશે તો તેનો આ સમયે ઉકેલ આવી જશે. બહારગામની યાત્રા સફળ થઇ શકે છે.
નેગેટિવ – આ સમયે કોઇ કાર્ય કરવું અથવા કોઇ કાર્ય પ્રત્યે નિર્ણય લેવો નુકસાનદાયક રહી શકે છે. જો તમે ગાડી અથવા ઘર લેવાની કોશિશ કરી રહ્યા છો તો આ મહિનામાં તમારે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ગાડી અને ઘરની સુખ પ્રાપ્તિમાં મોડું થઇ શકે છે.

કન્યા રાશિ:-
પોઝિટિવ – તમે તમારા પુરૂષાર્થથી આર્થિક લાભ પ્રાપ્ત કરવાના અવસર ઉત્પન્ન કરી શકો છો. કોઇપણ કાર્ય યોજનાઓને યોગ્ય દિશા આપવાનો પ્રયાસ સફળ થઇ શકે છે. સાહસ અને પરાક્રમની સાથે માન-સન્માન, સુખ-સુવિધાઓથી ધન પ્રાપ્ત થવાની સંભાવનાઓ બની રહી છે.
નેગેટિવ – આર્થિક પક્ષ નબળો રહેવાથી તણાવ રહી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. મિત્ર તમારી આર્થિકરૂપથી મદદ કરી શકે છે. બિનજરૂરી ખર્ચ અટકાવવો જોઇએ.

તુલા રાશિ:-
પોઝિટિવ – તમે આર્થિક દ્રષ્ટિથી વિકાસ માટે દરેક સંભવ પ્રયત્ન કરનાર વ્યક્તિ છો. આ સમય ધન-ધાન્ય અચલ સંપત્તિ પ્રાપ્તિ માટે કરવામાં આવેલો પ્રયાસ સફળ થવાની સંભાવના જોવા મળી રહી છે પ્રતિયોગી પરીક્ષાની તૈયારીમાં જોડાયેલાં લોકોને સારા પરિણામ મળવાથી તેઓ ખુશ રહેશે.
નેગેટિવ – તમારા સગા-સંબંધીઓ સાથે હંમેશાં સાવધાન રહેવાની કોશિશ કરવી. આ સમયે તમારે માનસિક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. શારીરિક આળસના કારણે કામકાજના ક્ષેત્રમાં બાધા ઉત્પન્ન થઇ શકે છે. દાંપત્ય જીવનને લઇને સ્થિતિઓ તણાવપૂર્ણ રહી શકે છે.

વૃશ્ચિક રાશિ:-
પોઝિટિવ – ધાર્મિક ક્ષેત્રોમાં રસ વધી શકે છે તથા ધર્મ કર્મથી તમારા ભાગ્યમાં સારી ઉન્નતિ થઇ શકે છે. વિદ્યાર્થીઓ કોઇ સર્વિસ કે અભ્યાસની તૈયારી કરી રહ્યા છે તો આ સમયે તમને સારો લાભ પ્રાપ્ત થઇ શકે છે.
નેગેટિવ – આ સમય શુભ કાર્યો માટે તમારી માટે સારો રહેશે નહીં. આ સમયે કોઇ પ્રકારનો નિર્ણય પરેશાનીનું કારણ બની શકે છે. બિનજરૂરી યાત્રાઓથી બચવાનો પ્રયાસ કરવો અને તમારા કામકાજ પ્રત્યે જવાબદાર બનવું.

કર્ક રાશિ:-
પોઝિટિવ – પારિવારિક જીવનમાં સુખ રહેશે અને તમે તમારા ઘરમાં શાંતિની ક્ષણોનો આનંદ પણ લઇ શકશો. તમારા પ્રયાસોના પરિણામ સ્વરૂપ તમારી આવકમાં વૃદ્ધિ જરૂર થશે. આ દરમિયાન અનેક યાત્રાઓ તમારા માટે લાભકારી સાબિત થશે અને ભાગીદારીથી તમારા વેપારમાં ઉન્નતિ થશે.
નેગેટિવ – વિદ્યાર્થીઓને પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને એકાગ્ર રહેવાની જરૂર છે, વિશેષ રૂપથી આ દરમિયાન તેમને માનસિક તણાવ અને અસ્થિરતા પરેશાન કરી શકે છે, પરંતુ તમારે મહેનત કરવી જ પડશે. ધનલાભ માટે શોર્ટકટ અપનાવવાથી તમારે બચવું જોઇએ.

ધન રાશિ:-
પોઝિટિવ – આ સમયે સામાન્ય લાભ પ્રાપ્ત થવાની સાથે સન્માન પ્રાપ્ત થઇ શકે છે. તમે સમય અને પરિસ્થિતિને જોઇને કાર્ય કરશો. જેનાથી સમય પ્રમાણે સારી સફળતા મળશે. સાહસ અને ઉત્સાહથી કરેલું કાર્ય સફળ થવાના યોગ બને છે. ઘર-પરિવારમાં સુખ-સુવિધાઓ પ્રાપ્ત થઇ શકે છે.
નેગેટિવ – આ સમયે મનમાં ગભરામણ તથા માનસિક અશાંતિ ઉત્પન્ન થઇ શકે છે. આ સમયે કોઇપણ શુભ કાર્ય અથવા કોઇ પ્રકારના કાર્ય યોજનાની કોશિશ કરવી નહીં. કોઇપણ કાર્ય યોજનામાં બાધા ઉત્પન્ન થઇ શકે છે.

મકર રાશિ:-
પોઝિટિવ – તમે બુદ્ધિશાળી તથા સમજદાર વ્યક્તિ છો. તમે તમારા સમજદારીથી કોઇપણ કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત કરી શકો છો. ધન સંચયના મામલે તમે પાછળ રહી શકો છો. કરિયરની દ્રષ્ટિથી આ સમય ઉન્નતિદાયક રહી શકે છે.
નેગેટિવ – કોઇપણ કાર્યમાં ઉતાવળ કે ગુસ્સો નુકસાનદાયક રહી શકે છે. ગુસ્સો તથા ઉત્તેજનાથી કોઇ બનેલું કાર્ય બગડી શકે છે. ઘરેલૂ પરેશાનીઓના કારણે મન અશાંત રહી શકે છે. આર્થિક લેણ-દેણમાં સાવધાની રાખવાની જરૂર છે.

કુંભ રાશિ:-
પોઝિટિવ – તમારા સંતાનના અભ્યાસ તથા કરિયરને જોઇને તમારું મન સંતુષ્ટ થશે. સંતાનથી સહયોગ પ્રાપ્ત થવાની સંભાવના જોવા મળી શકે છે. આ સમયે બહારગામની યાત્રા તથા બહાર સાથે સંબંધિત કામકાજના ક્ષેત્રમાં સારી સફળતા પ્રાપ્ત થઇ શકે છે.
નેગેટિવ – આ સમયે કોઇપણ પ્રકારના નવા કાર્યોની શરૂઆત કરવી અથવા કોઇ પ્રકારની મીટિંગ કરવી નુકસાનદાયક રહી શકે છે.

મીન રાશિ:-
પોઝિટિવ – આ સમયે જે કોઇ કામ કરવાનો પ્રયાસ કરશો, તમને તેમા સારી સફળતા મળી શકે છે. તમે ઉત્સાહિત વ્યક્તિ છો. માટે તમારો આર્થિક વિકાસ સારો થઇ શકે છે. સમયથી કાર્ય કરવો લાભદાયક રહી શકે છે. સંતાનપક્ષને લઇને સ્થિતિઓ અનુકૂળ રહેશે.
નેગેટિવ – દાંપત્ય ઘરેલૂ સ્થિતિ ચિંતાજનક રહી શકે છે. કોઇ ખરાબ પ્રવૃત્તિના વ્યક્તિ દ્વારા ધનની હાનિ થઇ શકે છે અથવા કોઇ પ્રકારની દગાબાજી થવાની સંભાવના છે. એટલે આ દરેક બાબતનું ધ્યાન રાખવું અને સાવધાન રહેવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *