રાશિફળ

જાણો આજ નો દિવસ તમારો કેવો રહેશે, આ રાશિના જાતકોએ તેમના ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું પડશે…

મેષ રાશિ:-
પોઝિટિવ – આજનો દિવસ શુભ ફળદાયી રહેશે. સમાજમાં માન-સન્માનની વૃદ્ધિ થશે. કોઇ ધાર્મિક સ્થળની યાત્રા કરી શકો છો. પરિવારનું વાતાવરણ તમારી માટે અનુકૂળ રહેશે. સમજી-વિચારીને કામ કરવું તમારી માટે લાભદાયી રહેશે. સામાજિક ગતિવિધિઓમાં આખો દિવસ સક્રિય રહેશો. અટકાયેલાં કાર્યોમાં ગતિશીલતાં આવશે.
નેગેટિવ – ગુસ્સા ઉપર નિયંત્રણ તથા વાણી પર સંયમ રાખવું જોઇએ, નહીંતર વિના કારણે વિવાદમાં ફસાઇ શકો છો. સહયોગિઓ સાથે વિવાદ થઇ શકે છે. આશા-નિરાશાના મિશ્રિત ભાવમાં રહેશે.

Loading...

વૃષભ રાશિ:-
પોઝિટિવ – આજનો દિવસ સામાન્ય રહેશે. અચાનક ધનલાભ થવાની સંભાવના બની રહી છે. સંતાન પક્ષથી સારા સમાચાર મળી શકે છે. આખો દિવસ ઉત્સાહ અને આનંદથી ભર્યો રહેશે. ધાર્મિક કાર્યોમાં ભાગ લઇ શકો છો. મોજ-શોખ તથા મનોરંજન પાછળ ખર્ચ થશે. પરિવારના સભ્યો સાથે ભોજનનો આનંદ ઉઠાવી શકો છો.
નેગેટિવ – નકારાત્મક વિચારોથી બચવું. યાત્રા પર જવાથી બચવું. તમારી આસપાસના લોકો ઉપર ગુસ્સો આવી શકે છે. ગુસ્સા પર નિયંત્રણ અને વાણી પર સંયમ રાખવું, નહીંતર પરિજનો સાથે મનમુટાવ થઇ શકે છે. અહંકાર અને અતિ આત્મવિશ્વાસથી બચવાની કોશિશ કરવી.

મિથુન રાશિ:-
પોઝિટિવ – આજનો દિવસ શુભ ફળદાયી રહેશે. પરિસ્થિતિઓ તમારી માટે અનુકૂળ રહે તેવી સંભાવના છે. દુશ્મન પક્ષ નબળો રહેશે, જેનાથી મન પ્રસન્ન રહેશે. આસપાસની યાત્રા કરવી પડી શકે છે. કાર્ય વિસ્તારની યોજના બનાવી શકો છો. પરિજનો સાથે હરવા-ફરવાનું થઇ શકે છે.
નેગેટિવ – બિનજરૂરી ખર્ચ વધવાની સંભાવના રહેશે. કોઇ પ્રિય વ્યક્તિ સાથે મનમુટાવ થઇ શકે છે. વાહન ચલાવવામાં સાવધાની રાખવી. શારીરિક સ્ફર્તિનો અભાવ થઇ શકે છે. થોડી સમસ્યાઓ આવશે જે અંતમાં ઠીક થઇ જશે.

કર્ક રાશિ:-
પોઝિટિવ – પરિવારમાં માંગલિક આયોજન થઇ શકે છે. સ્વજનો સાથે મુલાકાત થશે. ધાર્મિક અને આધ્યાત્મિક વિષયોમાં રસ વધશે. કોર્ટ-કચેરી સાથે સંબંધિત કાર્યોમાં ભાગ લેવો પડી શકે છે. પરિવારનું વાતાવરણ તમારી અનુકૂળ રહેશે.
નેગેટિવ – અજાણ વ્યક્તિઓથી સાવધાન રહેવું. ગુસ્સા ઉપર નિયંત્રણ અને વાણી પર સંયમ રાખશો તો દરેક કાર્યોમાં સફળ થશો.

સિંહ રાશિ:-
પોઝિટિવ – આજનો દિવસ પ્રતિકૂળતાઓ સાથે ભર્યો રહેશે. ધનલાભ સાથે જોડાયેલાં કાર્યોમાં સફળતા મળવાથી મન પ્રસન્ન રહેશે. નવા વ્યક્તિઓ સાથે મુલાકાત થઇ શકે છે. કાર્ય ઝડપી ગતિએ પૂર્ણ થશે. અધિકારીઓના સહયોગ અને મિત્રોની સલાહથી ધનલાભની સ્થિતિ બનશે.
નેગેટિવ – વૈચારિક ગુંચવણના કારણે માનસિક તણાવ બની રહેશે. યાત્રા પર જવાથી બચવું. કામકાજમાં અધિક સમય આપવાનું વિચારવું. પારિવારિક સમસ્યાઓ પરેશાન કરી શકે છે. બિનજરૂરી ધન વ્યય થવાની સંભાવના છે. ખર્ચ વધવાથી આર્થિક સ્થિતિ નબળી થઇ શકે છે.

કન્યા રાશિ:-
પોઝિટિવ – મનોરંજનના કાર્યોમાં ધન વ્યય થઇ શકે છે, પરંતુ પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. પ્રતિસ્પર્ધિઓ પર વિજય પ્રાપ્ત થશે. આકસ્મિક ધનલાભના યોગ બની રહ્યા છે. પ્રવાસથી મન આનંદનો અનુભવ કરશે. તમારા દરેક પ્રયાસમાં વધારે સફળતાના સંકેત જોવા મળી રહ્યા છે. માન-સન્માનમાં વૃદ્ધિ થવાથી તમે ખૂબ જ પ્રસન્ન રહેશો.
નેગેટિવ – અજાણ લોકોની વધારે નજીક આવતાં સંભાળવું. સફળતા મળવાથી તમારા વિરોધીઓ પણ ઉત્પન્ન થઇ જાય છે. જેની માટે વાદ-વિવાદથી બચીને રહેવું. વેપાર અંગેની બાધાઓથી ડરીને તમારા પગ પાછળ લેવાં નહીં, નહીંતર સફળતા મળી શકશે નહીં.

તુલા રાશિ:-
પોઝિટિવ – આધ્યાત્મ અને મેડીટેશન તરફ રસ વધશે. કાર્યક્ષેત્રમાં પરિશ્રમ વધારે કરવો પડશે. કોઇ ધાર્મિક સ્થાનની યાત્રા પર જવાની યોજના બનાવી શકો છો. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ તમે લઇ શકો છો અને નવા વસ્ત્રોની ખરીદારી પણ કરશો. ઘરમાં ધાર્મિક અથવા માંગલિક આયોજન થઇ શકે છે.
નેગેટિવ – ગુસ્સો વધારે કરશો તો વિવાદમાં ફસાઇ જશો. પરિજનો-મિત્રો સાથે પણ મનમુટાવ થઇ શકે છે. તમારા પરિવારને લઇને ચિંતિત રહેશો. કારણ વિના કોઇ સાથે વિવાદ કરવાથી બચવું. કાર્યક્ષેત્રક્ષમાં થોડું સાવધાન રહેવાની જરૂર છે.

વૃશ્ચિક રાશિ:-
પોઝિટિવ – રચનાત્મક કાર્યો તરફ રસ વધશે. કારોબારમાં સારો નફો થશે. સ્નેહીજનો સાથે મુલાકાત થશે. નવા મકાન અથવા વાહન ખરીદીના શુભ સમાચાર મળી શકે છે. નવીન યોજનાઓ સફળ થઇ શકે છે. કોઇ મિત્ર કે જીવનસાથી પાસેથી શુભ સમાચાર મળશે.
નેગેટિવ – આ સમય તમારે અનાવશ્યક ગંભીર સમસ્યાઓ પણ ઉત્પન્ન થઇ શકે છે. બિનજરૂરી ખર્ચ વધવાથી સ્વભાવ ચીડિયો પણ થઇ શકે છે. કઠોર પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે.

ધન રાશિ:-
પોઝિટિવ – આજનો દિવસ શુભ ફળદાયી રહેશે. સામાજિક ક્ષેત્રમાં તમારા કાર્યના વખાણ થશે. આવકમાં વૃદ્ધિ થઇ શકે છે અને વરિષ્ઠ વ્યક્તિ તમને આવક વધારવાના થોડાં ગુણ શિખવાડવામાં મદદગાર થઇ શકે છે.
નેગેટિવ – આર્થિક વિષયોમાં સંભાળીને નિર્ણય લેવાં. મનમુટાવ કે તણાવના પ્રસંગ બની શકે છે. વેપારની બાબતે તમારે ભાગદોડ રહેશે. ખર્ચ વધી શકે છે. માનસિક તણાવ દૂર થશે.

મકર રાશિ:-
પોઝિટિવ – સામાજિક તથા બાહ્ય ક્ષેત્રોમાં તમારા વખાણ થઇ શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. બિઝનેસમાં સારો ફાયદો થશે. પરિજનો સાથે સારો સમય વ્યતીત કરવા મળી શકે છે. કોઇપણ ધાર્મિક કાર્યોમાં ભાગ લઇ શકો છો. શરીરમાં વધારે ઊર્જા રહેવાના કારણે તમે તમારા બધા જ અટકાયેલાં કાર્યો પૂર્ણ કરી શકશો.
નેગેટિવ – કોઇ વ્યક્તિને ઉધાર આપવું નહીં, નહીંતર વસૂલવું મુશ્કેલ થઇ જશે. લોકો ઉપર જલ્દી વિશ્વાસ કરવો નહીં. વધારે ધન ખર્ચ પર નિયંત્રણ કરવું પડશે. વાતચીતમાં થોડી સાવધાની રાખવી અને બિનજરૂરી વાદ-વિવાદથી બચવાની કોશિશ કરવી.

કુંભ રાશિ:-
પોઝિટિવ – આજનો દિવસ તમારી માટે વ્યસ્તતાઓભર્યો થઇ શકે છે. વ્યવસાયિક સ્તરે તમે પ્રયાસ કરશો તો હકારાત્મક પરિણામ મળી શકે છે. અટકાયેલાં કાર્યો પૂર્ણ થશે. તમારા દુશ્મનો પર વિજય મળી શકે છે. જૂના વિવાદોથી છુટકારો મળી શકે છે.
નેગેટિવ – મકાન અથવા ભૂમિ સાથે સંબંધિત દસ્તાવેજોની કાર્યવાહી આજે કરવી નહીં. બિનજરૂરી ખર્ચ વધવાથી આર્થિક સમસ્યા આવી શકે છે. લક્ષ્ય સુધી પહોંચવામાં બાધા આવી શકે છે.

મીન રાશિ:-
પોઝિટિવ – આજનો દિવસ સારો રહેશે. કારોબારમાં આર્થિક લાભ થવાની સંભાવના છે. રોજમર્રાના કામ સમય પર પૂર્ણ થશે. જીવનસાથી સાથે ફરવા જઇ શકો છો. આર્થિક આયોજન પણ કરી શકો છો. પારિવારિક જીવન સુખમય રહેશે. ભાઇનો સાથ મળશે.
નેગેટિવ – વાણી પર સંયમ અને ખાન-પાન પર નિયંત્રણ રાખવું. ઇચ્છા વિરૂદ્ધ કોઇ મોટી જવાબદારી મળી શકે છે. કોઇની વાણી કે વ્યવહારથી તમે દુઃખી થઇ શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *