રાશિફળ

જાણો આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, આ રાશિના લોકોના મહત્ત્વના કાર્યો પૂર્ણ થશે..

મેષ રાશિ:-
પોઝિટિવ – આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં સફળતા મળશે અને ધનલાભ થશે. પરિવારની જવાબદારીઓને પૂર્ણ કરશો. મહેનત કરશો તો લાભ પ્રાપ્ત થશે. આજે તમે નવા લોકોને મળશો જેમના દ્વારા તમને લાભ પ્રાપ્ત થશે. અટકાયેલું ધન પાછું મળશે.
નેગેટિવ – ખર્ચમાં વધારો થશે. ગુસ્સા ઉપર નિયંત્રણ અને વાણી પર સંયમ રાખો. બહારગામની યાત્રાને ટાળશો તો સારું રહેશે. ધનપ્રાપ્તિના યોગ છે પરંતુ આર્થિક પક્ષ નબળો રહેવાથી તણાવ વધશે.

Loading...

વૃષભ રાશિ:-
પોઝિટિવ – આજે તમે મહત્વપૂર્ણ કાર્યો કરવાની નવી યોજનાઓ બનાવશો જેમાં તમને સફળતા મળશે. સમાજમાં માન-સન્માન વધશે. પરિજનો અને મિત્રો સાથે સમય વ્યતીત થશે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે.
નેગેટિવ – દુશ્મનોનો ભય બની રહેશે. જીવનસાથી સાથે તાલમેલ રહી શકશે નહીં. આર્થિક સ્થિતિ નબળી થઇ શકે છે. કાર્યભાર વધી શકે છે અને બિનજરૂરી ખર્ચમાં પણ વધારો થશે. જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થશે.

મિથુન રાશિ:-
પોઝિટિવ – આજનો દિવસ મિશ્રિત રહેશે. કોઇ ધાર્મિક યાત્રા પર જઇ શકો છો. યાત્રા લાભકારી રહેશે. નવા લોકો સાથે મળવાનું થશે. પરિવારમાં માંગલિક કાર્ય શરૂ થશે. પ્રવાસ તથા વૈવાહિક યોગ છે. ઘરમાં સુખદ વાતાવરણ રહેશે.
નેગેટિવ – ગુસ્સા ઉપર કાબૂ રાખવું. પરિવારના લોકો સાથે વિવાદ થઇ શકે છે. કડવી વાતોને નજરઅંદાજ કરવાની કોશિશ કરવી. વાણી ઉપર સંયમ રાખો અને સમજી-વિચારીને બોલવું.

કર્ક રાશિ:-
પોઝિટિવ – લાઇફ સ્ટાઇલ સાથે જોડાયેલી વસ્તુઓ પ્રત્યે રસ વધશે. ઘરમાં સુખ વધશે. આજે તમને વડીલોનો સાથ મળશે. કોઇ ધાર્મિક સ્થળે જઇને જરૂરિયાતમંદ લોકોનું દાન કરવું. આત્મિક શાંતિ મળશે. પ્રમોશનના યોગ બની રહ્યા છે.
નેગેટિવ – માનસિક ઉથલ-પુથલનો સામનો કરવો પડી શકે છે. કોઇ કારણે વધારે ખર્ચ કરવો પડીશકે છે.

સિંહ રાશિ:-
પોઝિટિવ – ધનપ્રાપ્તિના યોગ બનશે. જે કાર્ય કરો તેને સારી રીતે પૂર્ણ કરો. મિત્રોનો ભરપૂર સહયોગ મળશે. વેપારને લગતી કોઇ યાત્રા પર જઇ શકો છો. પરિવારના સભ્યો સાથે સમય વિતાવશો. કોઇ જગ્યાએ ફરવા જઇ શકો છો. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે.
નેગેટિવ – કાર્યક્ષેત્રમાં કામ વધારે હોવાથી જરૂરી કાર્યોને સમય આપી શકશો નહીં. જીવનસાથી સાથે વિવાદ થઇ શકે છે. ખોટા ભયને મગજમાંથી દૂર કરવો અને મહેનતથી કાર્યો પૂર્ણ કરવામાં ધ્યાન આપો.

કન્યા રાશિ:-
પોઝિટિવ – આજનો દિવસ મિશ્રિત રહેશે. વિદ્યાર્થીઓ તેમના કરિયરમાં સફળ થશે. ઘરની સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ થશે. ઇચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ થશે. શુભકાર્યોમાં રસ વધશે. પરિવારના લોકો સાથે આનંદદાયક સમય વિતાવશો. કોઇ ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થઇ શકશો.
નેગેટિવ – સંતાન પક્ષ તરફથી પરેશાની આવી શકે છે. માનસિક તણાવ વધી શકે છે. ગાયને ગોળ ખવડાવવો પુણ્યદાયી રહેશે. વેપાર વિસ્તારને લઇને નવી યોજનાઓ બનશે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી.

તુલા રાશિ:-
પોઝિટિવ – વધારે મહેનતથી આર્થિક સ્થિતિ સારી થશે અને બચત વધશે. પરિજનો સાથે સારું ભોજન કરી શકશો. કોઇ જૂના મિત્રને મળવાનું થઇ શકશે. દાંપત્ય જીવનની મધુરતાનો આનંદ ઉઠાવી શકશો. પરિવારમાં માંગલિક કાર્યો થશે.
નેગેટિવ – મન સ્થિર રાખીને આગળ વધશો તો ફાયદો થશે. નેગેટિવ વિચારોથી મન વિચલિત થશે. ગુસ્સા ઉપર નિયંત્રણ તથા વાણી-વ્યવહારમાં સંયમ રાખવો. પરિવારનું વાતાવરણ તમારી અનુકૂળ રહેશે.

વૃશ્ચિક રાશિ:-
પોઝિટિવ – તમારી જવાબદારીઓને સારી રીતે નિભાવવી. સમાજમાં સન્માનની પ્રાપ્તિ થશે. ઘણાં દિવસોથી અટકાયેલાં કાર્યો પૂર્ણ થશે. ધાર્મિક કાર્યોમાં રસ રહેશે. ઘરના કાર્યોમાં વ્યસ્ત રહેશો. વધારે મહેનત અને તમારા કામ પર ફોકસ રાખશો તો લાભ થશે.
નેગેટિવ – સમજ્યા વિના નવા કાર્યોની શરૂઆત કરવી નહીં. રોકાણ કરવાથી પણ બચવું. પરિવારમાં ક્લેશ થવાની સંભાવના છે. તમારા ગુસ્સાવાળા સ્વભાવના કારણે પરિવારમાં વિવાદ થાય નહીં તેનું ધ્યાન રાખવું.

ધન રાશિ:-
પોઝિટિવ – તમારા કાર્યોથી સમાજમાં પ્રતિષ્ઠા વધશે. પારિવારિક જીવન સુખમય અને ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. આકસ્મિક ધનપ્રાપ્તિના યોગ બની રહ્યા છે. આજના દિવસે વિવિધ ક્ષેત્રોથી લાભ પ્રાપ્ત થાય તેવા યોગ છે.
નેગેટિવ – નવા કાર્યોની શરૂઆત કરવી ઠીક રહેશે નહીં. આવકમાં ઘટાડો અને ખર્ચામાં વધારો થવાની સંભાવના છે. બિનજરૂરી ખર્ચમાં વધારો થઇ શકે છે. ધાર્મિક કાર્યોમાં વધારે ધન ખર્ચ થશે.

મકર રાશિ:-
પોઝિટિવ – મહેનત વધારે કરશો તો દરેક કાર્યમાં સફળ થશો. પરિવારની સાથે સમય સારો વ્યતીત થશે. રચનાત્મક કાર્યોમાં રસ વધશે. સંબંધોમાં મીઠાસ વધશે. કોઇ સામાજિક સમારોહમાં ભાગ લઇ શકો છો.
નેગેટિવ – રૂપિયાની લેવડ-દેવડથી બચવું જોઇએ. વાહન ચલાવતી સમયે સાવધાની રાખવી. શારીરિક તથા માનસિક રૂપથી થાકનો અનુભવ કરી શકો છો. બિનજરૂરી ખર્ચ વધારે થશે.

કુંભ રાશિ:-
પોઝિટિવ – આજનો દિવસ શુભ ફળદાયી રહેશે. સંપત્તિના મામલે મોટાં નિર્ણય લઇ શકો છો. જૂના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે, જે લાભદાયક રહેશે. પારિવારિક વાતાવરણ ખુશહાલ રહેશે. સામાજિક જીવનમાં સફળતા પ્રાપ્ત થશે.
નેગેટિવ – ગુસ્સાથી દૂર રહેવાની કોશિશ કરવી. અનૈતિક વિચારો ઉપર સંયમ રાખવો. સરકારી કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. માનસિક અસ્વસ્થતા રહેશે. આ સમયે તમારે સ્વજનોથી દૂર રહેવું.

મીન રાશિ:-
પોઝિટિવ – ગણેશજીની કૃપાથી તમારા મુજબ કાર્યો થવાથી મન પ્રસન્ન રહેશે. તમને તમારા પાર્ટનર અને પરિવારના લોકો પાસેથી પ્રેમ મળશે. જેથી આખો દિવસ તમે ખુશ રહેશો. આ સમયે કોઇ મિત્ર સાથે ખરાબ થયેલાં સંબંધો સુધરી શકે છે.
નેગેટિવ – નાની-નાની વાતો પરેશાન કરી શકે છે. પોતાને શાંત રાખવું લાભદાયક રહેશે. વાણી ઉપર સંયમ રાખશો તો તમને લાભ મળશે. કઠોર પરિશ્રમ અને વિચારોના કારણે માનસિક અને શારીરિક રૂપથી તમે અસ્વસ્થતાનો અનુભવ કરશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *